Home /News /national-international /

વૈજ્ઞાનિકોએ કાઢ્યું તારણ, જાણો કઈ રીતે સ્વપ્નમાં લાગણીઓ પર પ્રતિક્રિયા આપે છે મગજ

વૈજ્ઞાનિકોએ કાઢ્યું તારણ, જાણો કઈ રીતે સ્વપ્નમાં લાગણીઓ પર પ્રતિક્રિયા આપે છે મગજ

લાગણીઓ પર પ્રક્રિયા આપવી, ખાસ કરીને જોખમ અને સલામતી વચ્ચેનો તફાવત સમજવો પ્રાણીઓના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે (પ્રતિકાત્મક તસવીર)

Mental Health - આ સ્ટડી 'સાયન્સ' જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ સ્ટડી માનસિક સ્વાસ્થ્યમાં ઊંઘના મહત્વને સમજાવે છે

યુનિવર્સિટી ઓફ બર્ન (University of Bern) અને યુનિવર્સિટી હોસ્પિટલ બર્ન (University Hospital Bern)ના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યૂરોલોજીના સાયન્ટિસ્ટોએ શોધી કાઢ્યું છે કે સારી ઉંધ લાગણીઓ પર પ્રતિક્રિયા (sleep helps in processing emotions) આપવામાં કઈ રીતે મદદ કરે છે. આ સ્ટડી 'સાયન્સ' જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ સ્ટડી માનસિક સ્વાસ્થ્યમાં ઊંઘના મહત્વને સમજાવે છે અને રોગનિવારક વ્યૂહરચનાના નવા રસ્તાઓ ખોલે છે.

રેપિડ આઈ મૂમેન્ટ (Rapid eye movement) (REM અથવા પેરાડોક્સિકલ) ઊંઘ એ ઊંઘની યુનિક અને મિસ્ટીરિયસ સ્થિતિ છે, જે દરમિયાન મોટાભાગના સપના ઈન્ટેન્સ ઈમોશનલ કોન્ટેન્ટ સાથે સંબંધ ધરાવતા હોય છે. જો કે હાલ સુધી એ બાબત ચોક્કસ પણે અસ્પષ્ટ છે કે લાગણી કઈ રીતે અને શા માટે ફરીથી રિએક્ટિવ થઈ જાય છે. પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ દરમિયાન આમાંની ઘણી લાગણી એકીકૃત થાય છે, પરંતુ REM ઊંઘ દરમિયાન વિરોધાભાસી રીતે શાંત દેખાય છે.

યુનિવર્સિટી ઓફ બર્નના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોમેડિકલ રિસર્ચ (Department of Biomedical Research, DBMR) અને યુનિવર્સિટી હોસ્પિટલના ઇન્સેલસ્પીટલ ખાતે ન્યુરોલોજી વિભાગના પ્રો. એન્ટોઈન એડમાન્ટિડિસ જણાવે છે કે, અમારો ધ્યેય આવી આશ્ચર્યજનક ઘટનાની અંતર્ગત પદ્ધતિ અને કાર્યોને સમજવાનો હતો."

લાગણીઓ પર પ્રક્રિયા આપવી, ખાસ કરીને જોખમ અને સલામતી વચ્ચેનો તફાવત સમજવો પ્રાણીઓના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે. મનુષ્યોમાં, અતિશય નકારાત્મક લાગણી જેવી કે ભયની પ્રતિક્રિયાઓ અને એન્ક્સાઈટી વગેરે લાગણીઓ પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર્સ (PTSD) જેવી પેથોલોજીકલ સ્થિતિઓ તરફ દોરી જાય છે. યુરોપમાં આશરે 15 ટકા વસ્તી સતત ચિંતા અને ગંભીર માનસિક બીમારીથી પ્રભાવિત છે. એન્ટોઈન એડમાન્ટિડિસની આગેવાની હેઠળનું રિસર્ચ ગ્રુપ હવે REM સ્લીપ દરમિયાન સકારાત્મક લાગણીઓને મજબૂત કરવા અને મજબૂત નકારાત્મક અથવા આઘાતજનક લાગણીઓને નબળી બનાવવા માટે મગજ કેવી રીતે મદદ કરે છે તે અંગે તારણ કાઢી માહિતી આપી રહ્યું છે.

આ પણ વાંચો - શરીરને ડિટોક્સ કરવાની સાથે હેલ્ધી રાખશે આ 3 ખાસ કૂલિંગ ડ્રિંક્સ, અહી જાણો બધુ જ

રિસર્ચરોએ સૌપ્રથમ ઉંદરોને સલામતી અને ભય સાથે સંકળાયેલા જોખમો (વિરોધી ઉત્તેજના)ને ઓળખવા માટે કન્ડિશન્ડ કર્યા હતા. ઉંદરના મગજમાં ન્યુરોન્સની પ્રવૃત્તિ પછી ઊંઘવા અને જાગવાની સાયકલ રેકોર્ડ કરવામાં આવી હતી. આ રીતે રિસર્ચરો કોષના જુદા જુદા વિસ્તારોને મેપ કરવામાં અને REM સ્લીપ દરમિયાન ભાવનાત્મક યાદોને કેવી રીતે ટ્રાન્સફોર્મ કરે છે તે નિર્ધારિત કરવામાં સફળ થયા.

ચેતાકોષો સેલ બોડી (સોમા)થી બનેલા હોય છે, જે ડેંડ્રાઇટ્સ (ઇનપુટ)માંથી આવતી માહિતીને એકીકૃત કરે છે અને તેમના ચેતાક્ષ (આઉટપુટ) દ્વારા અન્ય ચેતાકોષોને સિગ્નલ મોકલે છે. મળતા પરિણામો દર્શાવે છે કે જ્યારે સેલ સોમાને શાંત રાખવામાં આવે, ત્યારે તેમના ડેંડ્રાઇટ્સ સક્રિય થાય છે. એડમાન્ટિડિસ જણાવે છે કે "આનો સ્પષ્ટ અર્થ થાય છે બે સેલ્યુલર કમ્પાર્ટમેન્ટનું વિભાજન, બીજા શબ્દોમાં કહીએ તો, સોમા વાઈડ સ્લીપ અને ડેંડ્રાઈટ્સ વાઈડ વેક. આ ડીકોપલિંગ મહત્વપૂર્ણ છે, કારણ કે ડેંડ્રાઈટ્સની મજબૂત પ્રવૃત્તિ જોખમ અને સલામતી બંને લાગણીઓના એન્કોડિંગ કરે છે. જ્યારે સોમાના અવરોધો આરઈએમ સ્લીપ દરમિયાન સર્કિટના આઉટપુટને સંપૂર્ણપણે અવરોધિત કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, મગજ ડેંડ્રાઈટ્સમાં સલામતી વિરુદ્ધ જોખમના ભેદભાવની તરફેણ કરે છે, પરંતુ ખાસ કરીને ભયની લાગણી પ્રત્યેની અતિશય પ્રતિક્રિયાને અવરોધે છે.

સર્વાઈવલ એડવાન્ટેજ

રિસર્ચરના મતે બંને મિકેનિઝમ્સનું કો ક્સઝિસ્ટન્સ સજીવોની સ્થિરતા અને અસ્તિત્વ માટે ફાયદાકારક છે: DBMR ના માટિયા એમે કહે છે કે, ખતરનાક અને સલામતીના સંકેતો વચ્ચેના ભેદભાવને શ્રેષ્ઠ બનાવવા માટે આ બાય- ડાયકેર્સનલ પદ્ધતિ જરૂરી છે. જો મનુષ્યોમાં આ ભેદ કરવાની આ લાગણી ખૂટે અથવા ઓછી હોય છે તો અતિશય ભયની પ્રતિક્રિયાઓ ઉત્પન્ન થાય છે, તો આ એન્ક્સાઈટી ડિસઓર્ડર તરફ દોરી શકે છે. આ પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી પેથોલોજીકલ પરિસ્થિતિઓ માટે સંબંધિત છે, જેમાં ઊંઘ દરમિયાન ટ્રોમામાં સતત વધારો થતો જાય છે.

ઊંઘની દવા અને સફળતા

આ શોધ મનુષ્યમાં ઊંઘ દરમિયાન લાગણીઓની પ્રક્રિયાની વધુ સારી સમજણનો માર્ગ વધુ સરળ બનાવે છે અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર્સ (PTSD) અને તેમના પ્રારંભિક અર્લી સ્લીપ ડિપેન્ડ જેવી આઘાતજનક યાદોની અયોગ્ય પ્રક્રિયાની સારવાર કરવી સરળ બનાવે છે અને તેમની માટે નવા માર્ગ ખોલે છે. વધારાની તીવ્ર અથવા ક્રોનિકલ મેન્ટલ હેલ્થ સમસ્યાઓ કે જે ઊંઘ દરમિયાન આ સોમેટોડેન્ડ્રીટિક ડીકોપ્લિંગને અસર કરી શકે છે, ક્રોનિક સ્ટ્રેસ, ચિંતા, હતાશા, ગભરાટ અથવા તો એન્હેડોનિયા, આનંદ અનુભવવાની અસમર્થતા વગેરેનો સમાવેશ થાય છે. સ્લીપ રિસર્ચ અને સ્લીપ મેડિસિન લાંબા સમયથી યુનિવર્સિટી ઓફ બર્ન અને ઇન્સેલસ્પીટલ, બર્ન યુનિવર્સિટી હોસ્પિટલનું સંશોધન કેન્દ્ર છે. એડમન્ટિડિસ કહે છે કે, અમે આશા રાખીએ છીએ કે અમારા પરિણામો અને શોધ માત્ર દર્દીઓ માટે જ નહીં પરંતુ મોટી સંખ્યામાં લોકો માટે પણ ફાયદાકારક સાબિત થશે.
First published:

Tags: Health Benefits, Health News

આગામી સમાચાર