Home /News /national-international /

પ્રેમના ટ્રેક પર દોડી સમજૌતા એક્સપ્રેસ, પંજાબની પુત્રવધૂ બની પાકિસ્તાનની કિરણ

પ્રેમના ટ્રેક પર દોડી સમજૌતા એક્સપ્રેસ, પંજાબની પુત્રવધૂ બની પાકિસ્તાનની કિરણ

આનંદ કારજ સેરેમનીમાં પલવિંદર સિંહ અને કિરણ ચીમા

બંનેની લવ સ્ટોરી 2016માં શરૂ થઈ હતી, જ્યારે 27 વર્ષીય કિરણ ચીમા એક પારિવારિક લગ્નમાં સામેલ થવા પટિયાલા આવી હતી

    ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પંજાબના એક યુવાને પોતાની પાકિસ્તાની પ્રેમિકા સાથે લગ્ન કર્યા. બંનેને લવ સ્ટોરી 2016માં શરૂ થઈ હતી, જ્યારે 27 વર્ષીય કિરણ ચીમા એક પારિવારિક લગ્નમાં સામેલ થવા પટિયાલા આવી હતી. કિરણ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટની રહેવાસી છે. અહીં તેની મુલાકાત 33 વર્ષીય પલવિંદર સિંહ સાથે થઈ હતી.

    બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્નની તૈયારીઓ એક સપ્તાહ પહેલા જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો જેના કારણે લગ્નના કાર્યક્રમને રોકવો પડ્યો. સમજૌતા એક્સપ્રેસની સેવાઓ રોકવામાં આવી અને એર ટિકિટિને રદ કર્યા બાદ લગભગ એવું જ નક્કી થયું હતું કે લગ્ન ટાળવા પડશે.

    જોકે, ગુરુવારે કિરણ અને તેનો પરિવાર તથા નજીકના સંબંધીઓ સમજૌતા એક્સપ્રેસથી અંબાલા આવી પહોંચ્યા. બોર્ડરની બંને તરફ થયેલા તણાવના કારણે તેમના પરિવારના ઘણા સભ્યો લગ્નમાં ન આવી શક્યા. હવે પલવિંદર અને કિરણ એવી જ પ્રાર્થના કરી રહ્યા છે કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો થઈ જાય જેથી બંને પરિવાર ફરીથી મળી શકે.

    આ પણ વાંચો, બ્લેક લિસ્ટમાં આવવાના ડરથી ગભરાયું PAK, ભારતની વિરુદ્ધ FATFમાં ગુહાર
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Love story, Marriage, Samjhauta Express, પંજાબ, પાકિસ્તાન, ભારત-પાકિસ્તાન

    આગામી સમાચાર