હૈદરાબાદ ગેંગરેપ : જાણો કેવી રીતે પોલીસે ચારેય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યાં

Youtube Video

ગેંગરેપ બાદ આરોપીઓએ મહિલા ડૉક્ટરને જે જગ્યાએ જીવતી સળગાવી હતી તે જ જગ્યાએ પોલીસે ચારેય આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યાં.

 • Share this:
  હૈદરાબાદ : તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં જે હાઇવે પર મહિલા વેટનરી ડૉક્ટર સાથે હેવાનીયભર્યું કૃત્ય આચરવામાં આવ્યું હતું એ જ જગ્યાએ પોલીસે ચારેય આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. હૈદરાબાદ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. દેશભરમાંથી આરોપીઓને તાત્કાલિક સજા મળે તેવી માંગણી કરવામાં આવી રહી હતી. તો જાણીએ પોલીસે ચારેય આરોપીઓને એન્કાઉન્ટરમાં કેવી રીતે ઠાર કરી દીધા :-

  આવી રીતે એન્કાઉન્ટ થયું

  આ ઘટના સવારે સાડા ત્રણ વાગ્યાની છે. રિમાન્ડ દરમિયાન પોલીસ ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. પોલીસ આરોપીઓ પાસેથી જાણવા માંગતી હતી કે ખરેખરે શું થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ચારેય આરોપીઓએ પોલીસની પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસ પાસે ગોળી ચલાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. આરોપીઓને પકડવા માટે પોલીસે ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જે બાદમાં ચારેય આરોપીઓ ઢળી પડ્યા હતા. જે બાદમાં ચારેયને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. (તસવીરોમાં જુઓ : આ જગ્યાએ થયું ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર )

  આરોપી શિવા, આરિફ, નવીન અને ચેન્ના


  પોલીસ જવાન પણ ઈજાગ્રસ્ત

  આ એન્કાઉન્ટરમાં અનેક પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે. સાઇબરાબાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે તેમને આ અંગે વધારે જાણકારી નથી. તેઓ બહુ ઝડપથી ઘટનાસ્થળે પહોંચશે.

  માતાએ કહ્યુ હતું જીવતા સળગાવી દો

  નોંધનીય છે કે આરોપીના પરિજનોએ કહ્યું હતું કે જો તેમણે આવું અધમ કૃત્ય કર્યું છે તો તેમને તાત્કાલિક ફાંસીએ લટકાવી દેવા જોઈએ અથવા તેમને જીવતા સળગાવી દેવા જોઈએ. ઘટનાના એક આરોપી સી ચેન્નાકેશાવુલુની માતા શ્યામલાએ કહ્યુ હતું કે, "મહિલા ડૉક્ટર સાથે રેપ બાદ જેવું કર્યું તેવું જ તેના દીકરા સાથે કરવામાં આવે. તેને પણ જીવતો સળગાવી દેવામાં આવે."  આરોપીની માતાએ એવું પણ કહ્યું હતું કે તેણી તે પરિવારના દુઃખને સમજી શકે છે. તેમણે કહ્યું, "મારા પણ એક દીકરી છે, હું તે પરિવારનું દુઃખ સમજી શકું છું કે તેમના પર શું વીતી રહી હશે. જો હું મારા દીકરાનો બચાવ કરીશ તો લોકો આખી જિંદગી મને નફરત કરશે."
  Published by:Vinod Zankhaliya
  First published: