અંતરિક્ષમાં હૃદયરોગનો હુમલો આવે તો અવકાશયાત્રીઓ એકબીજાની કેવી રીતે કરે છે મદદ

પ્રતીકાત્મક તસવીર

અંતરિક્ષમાં હૃદયરોગના હુમલાની સ્થિતિમાં અવકાશયાત્રીઓએ ખાસ પ્રકારની CPR ટેક્નિકનો ઉપયોગ કરવો પડશે, જે પૃથ્વી પર આપવામાં આવતી CPR ટેક્નિકથી ઘણી અલગ છે.

 • Share this:
  જો તમને એવું લાગે છે કે અંતરિક્ષ પ્રવાસ ફક્ત તાલિમ પામેલા અવકાશયાત્રીઓ માટે જ છે તો આ સાચું નથી. અંતરિક્ષ ક્ષેત્ર હવે એક ઉદ્યોગ તરીકે વિકસિત થઈ રહ્યું છે. આગામી દિવસોમાં અંતરિક્ષ પ્રવાસન એક મોટો ઉદ્યોગ હશે. જેમાં ઇચ્છુક દરેક લોકો પ્રવાસ કરી શકશે. એનો મતબલ એવો થયો કે ભવિષ્યમાં એવો સમય આવશે જ્યારે લોકો અંતરિક્ષમાં આપણાથી લાખો કિલોમીટર દૂર હૃદય સંબંધીત બીમારીઓ સામે લડતા હતા. આ માટે પૃથ્વી પર લોકોનો જીવ બચાવતી સીપીઆર પદ્ધતિ (CPR Technique)માં પણ બદલાઈ જશે.

  શું છે સીપીઆર?

  સીપીઆર એટલે કાર્ડિયોપલ્મોનરી રિસસાઇટેશન (Cardiopulmonary resuscitation) એવા કટોકટીના સમયે લોકોનો જીવ બચાવે છે જ્યારે તેમને હૃદયરોગનો હુમલો આવે છે. આ ટેક્નિકમાં પીડિત વ્યક્તિના હૃદય પર ભાર આપવામાં આવે છે, સાથે સાથે મોઢા વડે તેને શ્વાસ આપવામાં આવે છે. આવું કરવાથી બંધ પડેલું હૃદય ફરીથી ધબકતું થઈ જાય છે. પરંતુ અંતરિક્ષમાં આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવો શક્ય નથી.

  અત્યાર સુધી આવી જરૂરી પડી ન હતી

  સ્પેસ મેડિસિનના નિષ્ણાત પ્રોફેસર યોફેન હિન્કેલબેનનું કહેવું છે કે અત્યાર સુધી કોઈને અંતરિક્ષમાં હૃદયરોગનો હુમલો નથી આવ્યો. પરંતુ બીજી હકીકત એવી પણ છે કે અત્યાર સુધી ફક્ત એકદમ સ્વસ્થ હોય તેવા જ અવકાશયાત્રી અંતરિક્ષમાં ગયા છે અને એ પણ થોડા સમય માટે.

  આ પણ વાંચો: અમેરિકન કમિશનના રિપોર્ટમાં ખુલાસો- ગલવાનના બનાવ માટે ચીનની સરકારી બનાવી હતી યોજના

  હવે તમામ વસ્તુ બદલાશે

  હવે અંતરિક્ષનું અભિયાન લાંબું થવાનું છે. મંગળ અને દૂરના અંતરિક્ષ અભિયાનોની તૈયાર ચાલી રહી છે. ચંદ્ર પર લાંબા સમય સુધી રોકાવાની તૈયારી ચાલી રહી છે. ચંદ્ર અને મંગળ પર વસતી વસાવવાની પણ તૈયારી ચાલી રહી છે. હવે અંતરિક્ષ પ્રવાસન વધવાનું છે.

  અંતરિક્ષમાં ઇમરજન્સી સારવાર પર શોધ

  આ હાલતમાં હવે અંતરિક્ષ માટે ઇમરજન્સી સારવારની પદ્ધતિ પર નવી નવી શોધ થશે તો તેમાં નવાઈ નહીં લાગે. તાજેતરમાં જર્મન સોસાયટી ઑફ એવિએશન એન્ડ સ્પેસ મેડિસિનના ઉપાધ્યક્ષ પ્રૉફેસર યોફેન હિન્કેલબેન અને તેમના સાથી સ્ટીફન કેર્કહૉફે અંતરિક્ષમાં સીપીઆર સંબંધીત નવી શોધ કરી છે.

  આ પણ વાંચો: સુરત: કોરોના કાળમાં ડાયમંડ કંપનીનાં સંચાલકો રત્નકલાકારોને પગાર આપ્યા વગર કંપની બંધ કરી ફરાર

  અંતરિક્ષમાં સીપીઆર જેવી ટેક્નિકની જરૂર પડી શકે

  આ શોધ અંગે યોફેને જણાવ્યું કે જો કોઈને અંતરિક્ષમાં હૃદયરોગનો હુમલો આવે તો તેને કેવી રીતે સીપીઆર આપવામાં આવે? આ મામલે પ્રૉફેસરનું કહેવું છે કે મંગળ જેવા પ્રવાસ દરમિયાન કોઈ મુસાફરને ઇલેક્ટ્રિકલ સ્ટ્રોક, ટ્રોમા કે પછી ઇટૉક્સિકેશન જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત તેમને હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે.

  આ પણ જુઓ-

  અલગ અલગ ટેક્નિકનો ઉપયોગ

  અંતરિક્ષમાં હૃદયરોગનો હુમલો આવે તો પાંચ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જેમાં બેમાં સ્ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે છે, જે દર્દી અને સીપીઆર આપનાર વ્યક્તિને જોડી રાખે છે. આને ક્રૂ મેડિકલ રિસ્ટ્રેન્ટ સિસ્ટમ કહે છે. આ ઉપરાંત બે એવિટ્સ રુસોમોનો ટેક્નિક છે અને એક રિવર્સ બિયરહગ ટેક્નિક છે. આ ત્રણેય ટેક્નિકોનો પ્રયોગ માઇક્રોગ્રેવિટીમાં વિહરતી વખતે કરી શકાય છે.
  Published by:Vinod Zankhaliya
  First published: