દિલ્હી વિધાનસભા ચૂંટણી પર કેટલા સાચા હોઈ શકે છે Exit Polls? અત્યાર સુધી આવો રહ્યો છે ઈતિહાસ

દિલ્હી વિધાનસભા ચૂંટણી પર કેટલા સાચા હોઈ શકે છે Exit Polls? અત્યાર સુધી આવો રહ્યો છે ઈતિહાસ
આ એક્ઝિટ પોલ્સના પરિણામ કેટલા ભરોસાપાત્ર? 2013 અને 2015ના એક્ઝિટ પોલ્સના અનુમાન સાચા પડ્યા હતા?

આ એક્ઝિટ પોલ્સના પરિણામ કેટલા ભરોસાપાત્ર? 2013 અને 2015ના એક્ઝિટ પોલ્સના અનુમાન સાચા પડ્યા હતા?

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi assembly election) માટે શનિવારે મતદાન થયું અને ઉમેદવારોનું ભાગ્યનો નિર્ણય ઈવીએમ (EVM)માં બંધ થઈ ગયો. મતદાન બાદ આવેલા મોટાભાગના Exit Polls અનુસાર દિલ્હીમાં ફરી એકવાર આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની સરકાર બનવાની શક્તતા દેખાઈ રહી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 50 સીટો મળતી લાગી રહી છે. બીજેપી (BJP)એ દિલ્હીમાં ઘણી આક્રમક રીતે ચૂંટણી પ્રચાર કર્યો પરંતુ તેને માત્ર 14 સીટો મળશે એવું લાગી રહ્યું છે. બીજી તરફ કૉંગ્રેસ (Congress) મુશ્કેલીથી એક સીટ જીતી શકે છે.

  પરંતુ આ એક્ઝિટ પોલ્સના પરિણામ કેટલા ભરોસાપાત્ર છે? દિલ્હી બીજેપી ચીફ મનોજ તિવારી (Manoj Tewari) અનુસાર, એક્ઝિટ પોલ્સ ખોટો પુરવાર થશે. બીજેપી ને 48 સીટો મળી શકે છે. જો એક્ઝિટ પોલ્સના અગાઉના રેકોર્ડ જોઈએ તો દિલ્હીમાં 2013 અને 2015 બંનેમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શનને ઓછું આંકવામાં આવ્યું હતું.  2013માં કેટલાક એક્ઝિટ પોલ્સ કોઈને પણ બહુમત નથી મળી રહ્યું તેવું કહી રહ્યા હતા. બીજી તરફ કેટલાક એક્ઝિટ પોલ્સ બીજેપીને બહુમત મળતું દર્શાવી રહ્યા હતા. પરિણમ બાદ કોઈને પણ પૂર્ણ બહુમત નહોતું મળ્યું. કોઈ પણ પાર્ટી 35થી વધુ સીટો જીતી નહોતી શકી. જોકે, બીજેપી સૌથી મોટી પાર્ટી બની હતી. તે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 28 સીટો મળી હતી.

  2013માં આવું રહ્યું હતું અનુમાન

  2013માં ચાર એક્ઝિટ પોલ્સ, ઈન્ડિા ટુડે-ઓઆરજી, ટાઇમ્સ નાઉ-સી છોટર, એબીપી નેલ્સન અને ચાણક્ય પોલ આપના પ્રદર્શન વિશે લગભગ સાચા પુરવાર થયા હતા. તેઓએ અનુમાન લગાવ્યું હતું કે આપ દિલ્હીમાં 31ની આસપાસ સીટી જીતી શકે છે. 2013માં એક્ઝિટ પોલમાં કૉંગ્રેસને 15થી 24 સીટો મળવાનું અનુમાન હતું પરંતુ પરિણામ બાદ તેમને 8 સીટો મળી હતી.

  2015ના એક્ઝિટ પોલ્સ શું અનુમાન લગાવતા હતા?

  2015માં તમામ એક્ઝિટ પોલ્સે આપને બહુમત મળવાનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ આમ આદમી પાર્ટીને 67 સીટો મળશે એવી તસવીર કોઈ પણ એક્ઝિટ પોલમાં પ્રદર્શિત નહોતી થઈ. તમામ એક્ઝિટ પોલે આમ આદમી પાર્ટીને 35થી 45 સીટો આપી હતી. પરંતુ તેને 67 સીટો મળી. બીજી તરફ બીજેપીની વાત કરીએ તો, ઈન્ડિયા ટીવી-સી વોટરે બીજેપીને 33 સીટો મળતી હોય તેવું અનુમાન કર્યું હતું પરંતુ જ્યારે પરિણામ આવ્યું તો બીજેપી માત્ર 3 સીટો જ જીતી શકી હતી. બીજી તરફ કૉંગ્રેસ ખાતું જ ખોલાવી ન શકી.

  આ પણ વાંચો, Delhi Exit Poll Result 2020 : દિલ્હીમાં ફરી બની શકે છે આપ સરકાર
  Published by:News18 Gujarati
  First published:February 09, 2020, 08:32 am

  ટૉપ ન્યૂઝ