નવી દિલ્હી: આપણે જ્યારે પણ ટૂ વ્હીલર અથવા કાર ખરીદીએ છીએ, તો સૌથી પહેલા આપણે એ જ પુછીએ છીએ કે, કેટલા કિમીનું માઈલેઝ છે? એનો જવાબ તો એ છે કે જ્યારે આપણને સંતોષ થાય અને તે સંતોષ આપણે જ્યારે નવું વાહન ખરીદીએ ત્યારે જ મળે છે. તો વળી ઘણા લોકોને એ વાતની જાણકારી નથી હોતી કે, સાર્વજનિક પરિવહનના વાહન જેમ કે બસ, ટ્રેન અને હવાઈ જહાજ, જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ, કેટલાય કિમીનો પ્રવાસ કરીએ છીએ. તેના વિશે આટલું તો કોઈએ નહીં વિચાર્યું હોય.
માઈલેઝ એક વાહનના ઈંધણની દક્ષતા વિશે છે. એટલે કે, માઈલેઝ શબ્દની પરિભાષા એ જ છે કે, એક વાહન એક લીટર ઈંધણની વપરાશ કરીને કેટલી દૂર સુધી ચાલી શકે છે. કોઈ પણ અન્ય વાહનની માફક ટ્રેનનું માઈલેઝ કેટલાય માપદંડો પર નિર્ભર કરે છે. એ કહેવું મુશ્કેલ છે કે, એક ટ્રેન કેટલા કિમી પ્રતિ લીટર આપશે. કારણ કે તેની માઈલેઝ રુટ, પેસેન્જર ટ્રેનનો પ્રકાર, એક્સપ્રેસ, હાઈ સ્પીડ, પેસેન્જર અને તેમાં કોચની સંખ્યાના આધાર પર અલગ અલગ હોય છે.
કોઈ પણ ટ્રેનના માઈલેઝને પ્રભાવિત કરનારા સૌથી મોટુ કારક એ હોય છે કે, તેમાં કેટલા કોચ જોડાયેલ છે. જો સામાનની સંખ્યા ઓછી છે, તો મશીન ઓછો ભાર ખેંચી શકે છે. ડીઝલના એન્જીનમાં માઈલેઝની ગણતરી કલાકના આધાર પર થાય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, 24-25 ડબ્બાવાળી ટ્રેનના એન્જીનમાં દર 1 કિમી પર 6 લીટર ડીઝલનો ઉપયોગ થાય છે.ચોંકાવનારી વાત એ છે કે, સુપરફાસ્ટ ટ્રેન પેસેન્જર ટ્રેનની સરખામણીમાં ઓછા ડીઝલનો ઉપયોગ કરે છે.
પેસેન્જર ટ્રેનનું એન્જીન દર 1 કિમી પર 5-6 લીટર ડીઝલનો વપરાશ કરે છે. તેનું કારણ એ છે કે, પેસેન્જર ટ્રેનને લગભગ તમામ સ્ટેશનો પર રોકાવુ પડે છે. 12 ડબ્બાને ખેંચનારી એક એક્સપ્રેસ ટ્રેન 1 કિમી અંતર કાપે છે અને 4.5 લીટર ડીઝલ વાપરે છે. આવી જ રીતે સુપરફાસ્ટ ટ્રેન એક લીટર ડીઝલ પર 230 મીટર અને પેસેન્જર ટ્રેન લગભગ 180-200 મીટર સુધી ચાલે છે. જો કોઈ પુછે કે, હવે ટ્રેન કેટલી માઈલેઝ આપે છે તો આપ આ જવાબ આપી શકશો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર