મહેબૂબા મુફ્તીની દીકરીનો ખુલાસો- માતા ટિફિનમાં રોટલીની અંદર છૂપાવીને ચીઠ્ઠી મોકલતી હતી

મહેબૂબા મુફ્તીની દીકરીનો ખુલાસો- માતા ટિફિનમાં રોટલીની અંદર છૂપાવીને ચીઠ્ઠી મોકલતી હતી
ઇલ્તિજા મુફ્તિ, મહેબૂબા મુફ્તિ.

ગત વર્ષે પાંચમી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને વિશેષ દરજ્જો સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદથી કેટલાક રાજકીય નેતાઓને નજરકેદ કરી લેવામાં આવ્યા છે.

 • Share this:
  શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (Peoples Democratic Party)ના અધ્યક્ષા મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)ને ગત વર્ષે ઓગસ્ટથી નજરકેદ કરી લેવામાં આવ્યાં છે. આ દરમિયાન મહેબૂબાની દીકરી ઇલ્તિજા મુફ્તી તેમનું ટ્વિટર એકાઉન્ટ સંભાળી રહી છે. ગુરુવારે તેણે એક પોસ્ટ શેર કરતા જણાવ્યું કે, તેણી કેવી રીતે નજરકેદ દરમિયાન તેની માતાને સંદેશ પાઠવતી હતી.

  ગત વર્ષે પાંચમી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને વિશેષ દરજ્જો સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. જે બાદમાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની અટકાયત કરી લેવામાં આવી હતી. 20મી સપ્ટેમ્બરથી મહેબૂબા મુફ્તીની દીકરી ઇલ્તિજા તેનું એકાઉન્ટ ચલાવી રહી છે.



  ઇલ્તિજાએ માતાને નજરકેદ કરવામાં આવ્યાના છ મહિના અંગે લખ્યું કે, "હું એ અઠવાડિયું ક્યારેય નહીં ભૂલી શકું. જ્યારે તેની ધરપકડ કરીને જેલમાં નાખી દેવામાં આવી હતી. હું થોડા દિવસો સુધી ખૂબ પરેશાન રહી હતી. જે બાદમાં મને એક ચીઠ્ઠી ટિફિન બોક્સમાં મળી, જેમાં તેના માટે ઘરેથી ખાવાનું મોકલવામાં આવતું હતું. ચિઠ્ઠીને રોટલીમાં લપેટીને તેની પાસે મોકલવામાં આવતી હતી."

  ઇલ્તિજાએ પોતાની માતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું કે, "આજથી બરાબર છ મહિના પહેલા, હું લાચાર બનીને જોઈ રહી હતી જ્યારે અધિકારીઓ મારી માતાને સાથે લઈ ગયા હતા. ત્યાર બાદ દિવસોની રાહ મહિનાઓ સુધી ચાલી. કાશ્મીરમાં અત્યાર સુધી રાજકીય નેતાઓ ગેરકાયદે રીતે બંધ છે. આ એક ખરાબ સપના જેવું છે. સરકાર પોતાના જ લોકોનો અવાજ દબાવી રહી છે."

  ઇલ્તિજાએ કહ્યુ કે, ભારતના વિચારો પર હુમલો થઈ રહ્યો છે, આ દરમિયાન ચૂપ રહેવું ગુનામાં સામેલ હોવા બરાબર છે. આ સંકટની આર્થિક અને માનસિક અસરે જમ્મુ-કાશ્મીરને કમજોર કરી દીધું છે. હજુ પણ કંઈ નથી બદલાયું. સાચું તો એ છે કે ભારતના વિચારો પર હુમલો છે, આ અંગે ચૂપ રહેવું પણ ગુનામાં ભાગીદારી ગણાશે.
  First published:February 07, 2020, 15:39 pm

  ટૉપ ન્યૂઝ