લૉકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના જીવ ગયા? સરકારે કહ્યું - અમારી પાસે કોઈ રેકોર્ડ નથી

News18 Gujarati
Updated: September 14, 2020, 3:30 PM IST
લૉકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના જીવ ગયા? સરકારે કહ્યું - અમારી પાસે કોઈ રેકોર્ડ નથી
સંસદનું મોનસૂન સત્ર (monsoon session)આજથી શરૂ થઈ ગયું છે

કોરોના કાળના કારણે સદનમાં લખીને સવાલ જવાબ કરવામાં આવી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : સંસદનું મોનસૂન સત્ર (monsoon session)આજથી શરૂ થઈ ગયું છે. કોરોના કાળના કારણે સદનમાં લખીને સવાલ જવાબ કરવામાં આવી રહ્યા છે. લોકસભામાં (Lok Sabha) વિપક્ષના ઘણા સાંસદોએ સરકારે પૂછ્યું કે લૉકડાઉનના (Lockdown)કારણે દેશમાં કેટલા પ્રવાસી મજૂરોના (migrant workers)મોત થયા છે. જેના પર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે તેની પાસે આવો કોઇ આંકડો નથી જે બતાવી શકે કે આ દરમિયાન કેટલા પ્રવાસી મજૂરોના મોત થયા છે.

આ સવાલની સાથે સરકારને પ્રવાસી મજૂરો વિશે ઘણા મહત્વના સવાલો કરવામાં આવ્યા હતા. શું સરકાર પ્રવાસી મજૂરોના આંકડાને ઓળખવામાં ભૂલ કરી ગઈ. શું સરકાર પાસે એવા આંકડા છે કે લૉકડાઉન દરમિયાન કેટલા મજૂરોના મોત થયા છે કારણ કે હજારો મજૂરોના મોતની વાત સામે આવી હતી. આ સિવાય પૂછવામાં આવ્યું હતું કે શું સરકારે બધા રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપ્યું છે. જો હા તો સરકાર તેની જાણકારી આપે. આ સિવાય લેખિત સવાલમાં કોરોના સંકટ દરમિયાન સરકાર દ્વારા ઉઠાવેલા અન્ય પગલાની જાણકારી માંગી હતી.

આ પણ વાંચો - કોરોનાના વધતા કહેર વચ્ચે, રાજ્યની શાળાઓ દિવાળી બાદ ખોલવાની સરકારની વિચારણા

લોકસભામાં વિપક્ષના સવાલનો જવાબ મંત્રી સંતોષ કુમાર ગંગવારે લેખિતમાં આપ્યો હતો. જવાબમાં કહેવામાં આવ્યું કે ભારતે એક દેશ તરીકે જેમાં કેન્દ્ર-રાજ્ય સરકાર, લોકલ બોડી પણ સામેલ છે, જેમણે કોરાના સામે લડાઇ લડી છે. મોતના આંકડાને લઈને સરકારનું કહેવું હતું કે તેમની પાસે આવો કોઈ ડેટા નથી.

અનાજના મામલા પર મંત્રાલય તરફથી રાજ્યવાર આંકડા ઉપલબ્ધ ન હોવાની વાત કહી હતી. મંત્રાલયે આખા દેશમાં 80 કરોડ લોકોને પાંચ કિલો વધારાના ચોખા કે ઘઉંસ,એક કિલો દાળ નવેમ્બર 2020 સુધી આપવાની વાત કહી હતી.તમને જણાવી દઈએ કે લૉકડાઉન પછી લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો રસ્તા પર આવી ગયા હતા અને પગપાળા જ ઘરે જવા લાગ્યા હતા. આ દરમિયાન ઘણા મજૂરોના અકસ્માત, ભૂખ-તરસથી મોતના સમાચાર હતા.
Published by: Ashish Goyal
First published: September 14, 2020, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading