Home /News /national-international /CBIના બહાને કેવી રીતે મમતા બેનર્જીએ મોદી સરકાર વિરુદ્ધ ખોલ્યો મોરચો?

CBIના બહાને કેવી રીતે મમતા બેનર્જીએ મોદી સરકાર વિરુદ્ધ ખોલ્યો મોરચો?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (ફાઇલ ફોટો)

ઘટનાની જાણ થતાં જ મમતા બેનર્જી રાજીવ કુમારના આવાસે પહોંચી ગયા, આ ભાજપ અને સીબીઆઈ બંને માટે ચોંકાવનારું હતું

અનિરુદ્ધ ઘોષાલ

મોદી સરકાર અને સીબીઆઈની વિરુદ્ધ યુદ્ધ શરૂ કરતાં પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્ય પોલીસના સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમાર પણ સામેલ થયા હતા. એવું કહેવું છે સૂત્રોનું.

સીબીઆઈના લગભગ 40 અધિકારી રવિવાર સાંજે રાજીવ કુમારના ઘરે તેમની પૂછપરછ કરવા માટે પહોંચ્યા. તેના વિરોધમાં મમતા બેનર્જીએ કહ્યું કે જરૂરી ઔપચારિક્તાઓ પૂરી કર્યા વગર સીબીઆઈ તેમના અધિકારી સાથે પૂછપરછ કેવી રીતે કરી શકે છે. મમતાએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર દેશના સંઘીય માળખાને નુકસાન પહોંચાડી રહ્યા છે.

ટીએમસીનો આરોપ છે કે સીબીઆઈ વોરન્ટ બહાર પાડ્યા વગર રાજીવ કુમાર સાથે પૂછપરછ કરવા માગતી હતી. આ કારણે કોલકાતા પોલીસે કેટલાક સીબીઆઈ અધિકારીઓની કસ્ટડીમાં લઈ લીધા.

ઘટનાની જાણ થતાં જ મમતા બેનર્જી રાજીવ કુમારના આવાસે પહોંચી ગયા. આ ભાજપ અને સીબીઆઈ બંને માટે ચોંકાવનારું હતું. તેઓ બંધારણની રક્ષા માટે ધરણા પર બેસી ગયા. તેઓએ પીએમ મોદી પર રાજ્ય સરકારની વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. જોકે, તેમના નિકટતમ સૂત્રોનું કહેવું છે કે તેમાં કંઈ પણ એક્સીડેન્ટલ નહોતું.

આ પણ વાંચો, કોણ છે એ પોલીસ ઓફિસર જેના માટે ધરણા પર બેસી ગયા મમતા બેનરજી?

સૂત્રોએ જણાવ્યું કે, એવું નક્કી માનવામાં આવતું હતું કે સીબીઆઈ રાજીવ કુમારની ધરપકડ કરી શકે છે. રવિવારની ઘટના મુખ્યમંત્રીની નજરમાં સીબીઆઈ દ્વારા પોતાનો સીમા વધારવાનો પ્રયાસ હતી. તેઓએ આગળ કહ્યું કે, બેઠકમાં તેની પર ચર્ચા થઈ કે ભાજપ રાજીવ કુમારની ધરપકડ કરવા માટે તમામ પ્રયાસ કરશે અને સંઘીય માળખા પર રાજ્ય સરકાર વધુ હુમલા સહન નહીં કરે. તેના માટે યોજના બનાવવામાં આવી.

સૂત્રો મુજબ, પ્લાન બન્યો કે કેન્દ્ર સરકારની વિરુદ્ધ આક્રમક વલણ અપનાવવામાં આવે. મુખ્યમંત્રીના એક નિકટતમ સૂત્રએ કહ્યું કે, બહુ ઓછા નેતા એવા છે જેમને મમતાની જેમ સ્ટ્રીટ ફાઇટમાં મહારત છે. સીએમનો લોંગ ટર્મ પ્લાન હંમેશાથી એવો જ રહ્યો છે કે ભાજપને પોતાની શરતો પર વન ઓન વન સ્ટ્રીટ ફાઇટમાં ખેંચવામાં આવે.

આ પણ વાંચો, શારદા ચીટ ફંડ કૌભાંડ: રાજનાથે કહ્યું, 'CBI તપાસ રોકવાનો પ્રયાસ'

મમતા તરફથી સંદેશ ગયો ને ટીએમસીના પ્રદેશભરના કાર્યકર્તા સક્રિય થઈ ગયા. બંગાળમાં પ્રદર્શન થયા, ટ્રેનો રોકવામાં આવી અને સોમવાર સવાર સુધી રાજ્યના અનેક ભાગોમાં મોદી અને અમિત શાહની વિરુદ્ધ પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા.

રવિવારે અડધી રાત સુધી મમતા બેનર્જીને વિપક્ષના લગભગ દરેક નેતાનું સમર્થન મળી ચૂક્યું હતું. બીજેડી, શિવસેના અને પીડીપી જેવી પાર્ટીઓ જે મમતાની રેલીમાં સામેલ નહોતી થઈ તેઓએ પણ મમતાને સમર્થન આપ્યું.

આ પહેલા નોટબંધી દરમિયાન 2016માં મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારને જાણકારી આપ્યા વગર કેન્દ્રએ રાજ્યમાં સેનાની તહેનાતી કરી દીધી. તેને એક ગેરબંધારણીય પગલા તરીકે જોવામાં આવ્યું.

આ પણ વાંચો, જાણો શું છે ચીટફંડ કૌભાંડ, જેના કારણે કોલકાતામાં સર્જાયો છે હાઇવોલ્ટેજ ડ્રામા

પહેલા પણ એક વાર મમતા બેનર્જી મોડી રાતે પ્રદર્શન કરી ચૂક્યા છે. ત્યારે તેઓ રાજ્યના સચિવાલયની અંદર મોડી રાત સુધી બેસી રહ્યા હતા. તે પ્રદર્શન આ ને આ ધરણામાં માત્ર ટાઇમિંગનો અંતર છે.

ટીએમસી નેતાએ કહ્યું કે, ચૂંટણી માટે હવે થોડાક જ સપ્તાહ બાકી છે. મમતાએ એન્ટી-મોદી રાજકારણમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ કારણે સમગ્ર દેશની નજર તેમની પર ટકેલી છે.
First published:

Tags: TMC, West bengal, ભાજપ, મમતા બેનરજી, સીબીઆઇ