મહારાષ્ટ્રની રાજનીતિના 12 કલાકઃ આવી રીતે બદલાયા સત્તા સમીકરણો અને BJPએ મારી બાજી

News18 Gujarati
Updated: November 23, 2019, 9:17 PM IST
મહારાષ્ટ્રની રાજનીતિના 12 કલાકઃ આવી રીતે બદલાયા સત્તા સમીકરણો અને BJPએ મારી બાજી
ફાઈલ તસવીર

રાજ્યપાલે સચિવને કહ્યું કે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના આદેશને સવારે 5.47 વાગ્યે હટાવી લેવો. અને સવારે 6.30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરવાનો આદેશ આપ્યો

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતિમાં હાઇવોલ્ટેજ ડ્રામા યથાવત્ છે. બીજેપીએ એનસીપી નેતા અજીત પવાર સાથે મળીને સવારે સરકાર બનાવી બધાને ચોંકાવી દીધા હતા. અને મુખ્યમંત્રી (chief minister) તરીકે દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) શપથ પણ ગ્રહણ કરી લીધા હતા. અને અજીત પવારે (Ajit Pawar) ડેપ્યુટી સીએમ (Dy CM) તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

અજીત પવાર સાથે એનસીપીના ઘણા ધારાસભ્યો હોવાનો દાવો છે. બીજી તરફ શરદ પવારે એનસીપી વિધાયકો સાથે બેઠક બોલાવી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં 30 ધારાસભ્યો પહોંચ્યા છે તેમ બતાવે છે તો કેટલાક મીડિયામાં 51 ધારાસભ્યો પહોંચવાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે એનસીપીના 54 ધારાસભ્ય છે. મહારાષ્ટ્રમાં સત્તાનો તખ્તો માત્ર 12 કલાકમાં બદલાયો છે. તો ચાલો જાણીએ કે આ 12 કલાકમાં કેવી રીતે સત્તા પરિવર્તન થયું.

આ પણ વાંચોઃ-સુરતઃ વહેલી સવારે મહિલાઓને ટાર્ગેટ કરતો આરોપી ઝડપાયો, 17 ગુનાઓ ડિટેક્ટ થયા

શુક્રવાર રાત્રે 11.55 વાગ્યે- દેવેન્દ્ર ફડણવીસે ભાજપના હાઈકમાનને શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર રચવાનો દાવો કરતા પહેલા શપથ ગ્રહણની જાણકારી આપી.

12.30 વાગ્યેઃ- મહારાષ્ટ્રમાં રાજ્યપાલ મુંબઈથી દિલ્હીની યાત્રા કરવા માટે નીકળવાના હતા, પરંતુ આ સુચના પછી તેમની યાત્રા સ્થગિત કરી.
2.10 વાગ્યેઃ- રાજ્યપાલે સચિવને કહ્યું કે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના આદેશને સવારે 5.47 વાગ્યે હટાવી લેવો. અને સવારે 6.30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરવાનો આદેશ આપ્યો2.30 વાગ્યેઃ- રાજ્યપાલે સચિવને જાણકારી આપી કે તે બે કલાકમાં ફાઈલ આપે. આ ઉપરાંત તેમને એ પણ સલાહ આપી કે સવારે 7.30 કલાકે શપથ ગ્રહણ કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવે.

આ પણ વાંચોઃ-ભાઈએ સગી બહેનને બનાવી ગર્ભવતી, દોઢ વર્ષ બાદ વિદેશથી ઘરે આવેલા પતિના ઉડ્યા હોશ
(શુક્રવારે રાત્રે 11.45 વાગ્યાથી લઈને શનિવારે સવારે 9 વાગ્યે અજીત પરાવર હંમેશા દેવેન્દ્ર ફડણવીસની સાથે હાજર રહ્યા હતા. શપથ-ગ્રહણ પહેલા આ બંને નેતા એક સાથે દેખાયા.)
સવારે 5.30 વાગ્યેઃ- દેવેન્દ્ર ફડણવીસ અનેઅજીત પવાર રાજભવન પહોંચ્યા
સવારે 5.47 વાગ્યેઃ- મહારાષ્ટ્રમાં રાષ્ટ્પતિ શાસનનો આદેશ હટાવી લેવાયો, પરંતુ આ અંગેની જાહેરાત સવારે 9 વાગ્યે કરવામાં આવી.
સવારે 7.50 વાગ્યેઃ- રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ બંને નેતાઓને શપત અપાવ્યા

આ પણ વાંચોઃ-17 દિવસ ચાલે છે Xiaomiના આ સસ્તા ફોનની બેટરી, ખરીદી ઉપર ભારે છૂટ

સવારે 8.10 વાગ્યેઃ- દેશભરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીશ અને ડિપ્યુટી સીએમ અજીત પવાર બનવાના સમાચાર ફેલાઈ ગયા. અને વિપક્ષી દળોથી પ્રતિક્રિયા આવવાનું શરૂ થયું.
સવારે 8.40 વાગ્યેઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ફડણવીસ અને ડેપ્યુટી સીએમ પવારને અભિનંદન પાઠવ્યા.
First published: November 23, 2019, 9:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading