ફાની તોફાન : ISROના સેટેલાઇટ્સે બચાવ્યા ઓડિશામાં હજારોના જીવ

ISROના સેટેલાઇટ્સે સમયસર જો આ તોફાનની ઓળખ ન થતી તો કદાચ સ્થિતિ બગડી શકતી હતી

ISROના સેટેલાઇટ્સે સમયસર જો આ તોફાનની ઓળખ ન થતી તો કદાચ સ્થિતિ બગડી શકતી હતી

 • Share this:
  ઓડિશામાં ચક્રવાતી તોફાન ફાનીના કારણે અત્યાર સુધી 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, સારી બાબત એ છે કે સમયસર ઓડિશાના લગભગ 10,000 ગામો અને 52 શહેરી વિસ્તારોમાં બચાવ અને રાહતનું કામ ચાલુ છે. ઓડિશાશના હજારો લોકોનો જીવ બચાવવાની પાછળ ISROની ભૂમિકાના પણ બહુ વખાણ કરવામાં આવી રહ્યા છે. ISROના સેટેલાઇટે જો સમયસર આ તોફાનની ઓળખ ન કરી હોત તો કદાચ સ્થિતિ બગડી શકતી હતી.

  ISROએ નિભાવી મહત્વપૂર્ણ ભૂમિકા

  ઉલ્લેખનીય છે કે, લગભગ એક સપ્તાહ પહેલા જ હવામાન વૈજ્ઞાનિકોએ દક્ષિણ હિન્દ મહાસાગરમાં નિમ્ન દબાણના કારણે ચક્રવાતી તોફાનથી ઉત્પન્ન થવાની ચેતવણી જાહેર કરી દીધી હતી. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના પાંચ સેટેલાઇટ્સ સતત તેની પર નજર રાખી રહ્યા હતા. સેટેલાઇટ દરેક 15 મિનિટ પર ગ્રાઉન્ડ સ્ટેશનને નવા ડેટા અને લોકેશન મોકલી રહ્યા હતા જેનાથી લોકોને પ્રભાવિત વિસ્તારોથી સમયસર સ્થળાંતર કરવામાં મદદ મળી.

  હજારો લોકોના જીવ બચાવ્યા

  ISROના Insat-3D, Insat-3DR, Scatsat-1, Oceansat-2 અને મેધા ટ્રોપિક્સ સેટેલાઇટ્સે સતત ઓડિશા દરિયાકાંઠાઓ પર નજર રાખી. સેટેલાઇટ્સથી મળેલા ડેટના અધારે તોફાનથી પ્રભાવિત થનરા વિસ્તારોથી લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા. નોંધનીય છે કે ફાની કેન્દ્રથી 1,000 કિમીના એરિયામાં વાદળ ઘેરાયેલા હતા, પરંતુ વરસાદવાળા વાદળો માત્ર 100થી 200 કિમીના દાયરામાં જ હતા. બાકી વાદળો લગભગ 10 હજાર ફુટની ઉંચાઈ પર હતા.

  આ પણ વાંચો, 'ફાની' વાવાઝોડાના કારણે 16નાં મોત, 1 કરોડ લોકો થયા પ્રભાવિત

  IMDના ડાયરેક્ટર જનરલ કેજે રમેશ મુજબ સેટેલાઇટ્સે હજારો લોકોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. સેટેલાઇટ્સથી મળેલા ડેટા દ્વારા જ IMDએ આ વાતનું ચોક્કસ પૂર્વાનુમાન લગાવ્યું કે ફાની કયા સ્થળે ઓડિશાના દરિયાકાંઠાથી ટકરાવવા જઈ રહ્યું છે. ત્યારબાદ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળે 11.5 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે શિફટ કરી દીધા. ઉલ્લેખનીય છે કે, Scatsat-1થી મોકલવામાં આવેલા ડેટાથી ચક્રવાતી તોફાનના કેન્દ્ર પર નજર રાખવામાં આવી, Oceansat-2 સમુદ્રની સપાટી, હવાની ગતિ અને દિશા વિશે ડેટા મોકલી રહ્યા હતા.

  કયા વિસ્તારમાં થઈ જાનહાનિ?

  અધિકારીઓએ જણાવ્યું કે મરનારા 16 લોકોમાંથી મયૂરભંજથી ચાર તથા પુરી, ભુવનેશ્વર અને જાજપુરમાં ત્રણ-ત્રણ અને ક્યોઝર, નયાગઢ અને કેન્દ્ર પાડામાં એક-એક વ્યક્તિ સામેલ છે. ફાની શુક્રવારને દરિયાકાંઠા વિસ્તાર પુરથી ટકરાવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ તોફાન, ગરમીના સમયમાં આવનારા તોફાનોમાં દુર્લભથી દુર્લભતમ સ્તરનું છે અને ગત 43 વર્ષોમાં પહેલીવાર ઓડિશા પહોંચનારા પહેલા અને છેલ્લા 150 વર્ષોમાં આવનારા ત્રણ સૌથી તાકાતવાન તોફાનોમાંથી એક છે.
  Published by:Mrunal Bhojak
  First published: