જાસૂસીની Inside Story : ઇઝરાયેલની એજન્સી તમારા વૉટ્સઍપ સુધી કેવી રીતે પહોંચી?

ફાઇલ તસવીર

ઇઝરાયેલ સર્વેલન્સ ફર્મ એનએસઓ ગ્રુપે (Israeli surveillance firm NSO Group) પેગાસસ (Pegasus) નામના સ્પાયવેર (spyware)થી ભારતી હસ્તીઓ, પત્રકારો માનવાધિકાર કાર્યકરોનો નિશાન બનાવ્યા હતા.

 • Share this:
  નવી દિલ્હી : વૉટ્સઍપે (WhatsApp) ઇઝરાયેલ સર્વેલન્સ ફર્મ એનએસઓ ગ્રુપ (Israeli surveillance firm NSO Group) પર મંગળવારે આરોપ લગાવ્યો છે કે એજન્સીઓ દુનિયાભરમાં અમુક મોબાઇલ ફોનને હૅક કરીને જાસૂસી કરી છે. આ સમાચાર બહાર આવતા જ ભારતીય રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. વૉટ્સઍપે એ વાતની પુષ્ટિ કરી છે કે એનએસઓ ગ્રુપ તરફથી ભારતીય માનવાધિકાર કાર્યકરો, પત્રકારોને સ્પાયવેરથી નિશાન બનાવવામાં આવ્યા હતા.

  'ઇન્ડિયા ટુડે'માં છપાયેલા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલની કંપનીએ પેગાસસ (Pegasus) નામનો સ્પાયવેર ભારતીય હસ્તીઓ, પત્રકારો અને માનવાધિકાર કાર્યકરોને નિશાન બનાવ્યા હતા. અત્યાર સુધીના સમાચાર પ્રમાણે ભારતમાં બે ડઝનથી વધારે પત્રકારો, વકીલ અને મોટી હસ્તીઓ હૅકિંગનો શિકાર બની ચુક્યા છે.

  રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પેગાસાસ નામનો સ્પાયવેર વૉટ્સૅપની માહિતી ઉપરાંત આખા ફોનની માહિતી મેળવી લે છે. દાવો કરવામાં આવ્યો છે કે પેગાસસ સ્પાયવેર વોટ્સએપ ઉપરાંત માઇક્રોફોન રેકોર્ડિંગ, ઇ-મેલ, એસએમએસ, કેમેરો, સેલ ડેટા, ટેલીગ્રામ, લોકેશન, સંપર્કો, ફાઇલ્સ, બ્રાઇઝિંગ હિસ્ટ્રી, ઇન્સ્ટન્ટ મેસેજિંગ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ, ડિવાઇસ સેટિંગ સુધી પહોંચી શકતો હતો.  એક SMS અને કામ તમામ

  અત્યાર સુધી પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે આ સોફ્ટવેરને ખૂબ જ ચાલાકીથી યૂઝરો સુધી SMSના માધ્યમથી મોકલવામાં આવતો હતો. આ SMSને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો કે યૂઝર તેને ડાઉનલોડ કર્યા વગર રહી શકતો ન હતો. જે બાદમાં તે વૉટ્સઍપના માધ્યમથી આખા ફોનની માહિતી મેળવીને ઇઝરાયેલના હેકર્સને મોકલી દેતો હતો.  ભારતે વૉટ્સઍપ પાસેથી જવાબ માંગ્યો

  વૉટ્સઍપ પર સ્પાયવેર (spyware on WhatsApp)ના વધી રહેલા વિવાદ વચ્ચે IT (Information and Technology) મંત્રી રવિશંકાર પ્રસાદે 2011 અને 2013માં તત્કાલિન મંત્રી પ્રણવ મુખરજી અને જનરલ વી.કે.સિંહ વિરુદ્ધ જાસૂસી મામલામાં વૉટ્સઍપ (WhatsApp) પાસેથી જવાબ માંગ્યો છે. વૉટ્સઍપને પોતાનો જવાબ ચોથી નવેમ્બર સુધી આપવાનું કહેવામાં આવ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: