ભારતે અંતરિક્ષમાં આવી રીતે તોડી પાડ્યો હતો સેટેલાઇટ, રક્ષા મંત્રાલયે જાહેર કર્યો વીડિયો

પ્રતીકાત્મક તસવીર

ભારત તરફથી આ પરીક્ષણ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ સવાલ ઊભા થયા જેના ભારતે જવાબ પણ આપ્યા

 • Share this:
  ભારતે 27 માર્ચે ઓડિશા સ્થિત અબ્દુલ કલામ દ્વીપથી એન્ટી સેટેલાઇટ મિસાઇલ (મિશન શક્તિ)નું પરીક્ષણ કર્યું હતું. હવે રક્ષા મંત્રાલયે તેનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઇન્ટરસેપ્ટર મિસાઇલે અંતરિક્ષમાં સેટેલાઇટને તોડી પાડ્યું. ભારતને આ સફળતા મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું હતું.

  રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં મિશનની શરૂઆતથી લને અંત સુધીને દર્શાવવામાં આવ્યું છે. તેમાં ગ્રાફિક્સ અને વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  ઉલ્લેખનીય છે કે, ભારતે બેલેસ્ટિક મિસાઇલ દ્વારા પોતાના જ સેટેલાઇટને જમીનથી 300 કિમીની ઉંચાઈ પર તોડી પાડ્યું હતું. વર્લ્ડ સિક્યોર ફાઉન્ડશન અનુસાર વર્ષ 2007માં ચીને પોલર ઓર્બિટમાં એક સેટેલાઇટને નષ્ટ કર્યો હતો જેના કારણે અત્યાર સુધી સૌથી વધુ કાટમાળ સર્જાયો હતો. તેના કારણે કાટમાળની નજીક ત્રણ હજાર ટુકડા સ્પેસમાં વિખેરાયા હતા.

  ભારતે 2012માં તેની પર કામ કરવાનું શરૂ કર્યું હતું. હવે ભારતે તેમાં સફળતા મેળવી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ચોથું વિશ્વ યુદ્ધ અંતરિક્ષમાં લડવામાં આવશે. જે દેશની પાસે એન્ટી સેટેલાઇટ ટેકનીક હશે, તે આવી લડાઈમાં બાજી મારી લેશે.

  આ પણ વાંચો, પાક.નો દાવો પાયાવિહોણો, આતંકીઓને અમારી પર હુમલો કરવાનો આપી રહ્યું સંકેત: ભારત

  આ પહેલા 27 માર્ચે જ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ તેનો એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં સમગ્ર પ્રક્રિયા દર્શાવવામાં આવી હતી. જોકે, ભારત તરફથી આ પરીક્ષણ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ સવાલ ઊભા થયા જેનો ભારતે જવાબ પણ આપ્યો. ડીઆરડીઓ પ્રમુખ સતીશ રેડ્ડીએ જણાવ્યું કે 45 દિવસની અંદર મિશન શક્તિથી ફેલાયેલો કાટમાળ આપમેળે નષ્ટ થઈ જશે.

  સતીશ રેડ્ડીએ કહ્યું કે પરીક્ષણ કર્યા બાદ આ મિશનને ગુપ્ત ન રાખી શકાય. રેડ્ડીએ કહ્યું કે અંતરિક્ષમાં થનારી કોઈ પણ પ્રકારની હલચલની જાણ મેળવવા માટે દુનિયાભરના સ્ટેશનોની નજર રાખે છે. આજ કારણ છે કે કોઈ પણ પ્રશિક્ષણ કરવાથી પહેલા તમામ આવશ્યક અનુમતિ લેવી જરૂરી હોય છે.
  Published by:Mrunal Bhojak
  First published: