ઇન્ટરનેટ બંધ : ગૌહાટી હાઇકોર્ટનો ચુકાદો પ્રદેશમાં અનેક આશા લઈને આવ્યો

News18 Gujarati
Updated: December 21, 2019, 2:50 PM IST
ઇન્ટરનેટ બંધ : ગૌહાટી હાઇકોર્ટનો ચુકાદો પ્રદેશમાં અનેક આશા લઈને આવ્યો
ન્યૂઝ18 ક્રિએટિવ.

આસામમાં છેલ્લા નવા દિવસથી ઇન્ટરનેટ બંધ હતું, જે શુક્રવારે સવારે ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.

  • Share this:
નવી દિલ્હી : સેન્ટ્રલ કમિટિ ઓફ ધ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાના ઑફિશિયલ વર્તમાનપત્ર પીપલ્સ ડેઇલમાં છપાયું છે કે, "ભારતે તાજેતરમાં સિટિઝનશીપ અમેન્ડમેન્ટ બિલ બાદ હિંસાના બનાવો ખાળવા માટે ઇન્ટરનેટ બંધનો આદેશ કર્યો હતો. આનો મતલબ એવો થાય છે કે કોઈ પણ સ્વતંત્ર દેશ ઇમરજન્સીની સ્થિતિમાં આવું પગલું ભરી શકે છે." નોંધનીય છે કે ભારતે તાજેતરમાં અનેક પ્રસંગે ખોટી માહિતીનો પ્રસાર અટકાવવા માટે ઇન્ટરનેટ બંધનું હથિયાર અજમાવ્યું છે. હકીકતમાં ભારતે પાડોશી દેશ પાકિસ્તાન, ઇરાક, સીરિયા, તૂર્કી જેવા દેશો કરતા પણ વધારે વખત ઇન્ટરનેટ બંધનું હથિયાર ઉગામ્યું છે. આ સમાચાર વચ્ચે ગૌહાટી હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક ઇન્ટરનેટ સેવા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશથી ચોક્કસ આસામના લોકોના મોઢા પર સ્મિત રેલાયું છે.

આસામમાં નાગરિકતા કાયદા અંગે થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ રાજ્ય સરકારે અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટની સેવા બંધ કરી દીધી હતી. અનેક વિસ્તારોમાં સરકાર કર્ફ્યૂ લગાવી દીધો હતો. જે બાદમાં ગૌહાટી હાઇકોર્ટના આદેશ બાદ ઇન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : NRC પર ગૃહ મંત્રાલય- 1987 પહેલા જન્મ્યા લોકોને માનવામાં આવશે ભારતીય નાગરિક

આસામમાં હાલમાં વિરોધ પ્રદર્શન બંધ છે, પરંતુ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. અહીં સૌથી વધારે નુકસાન પર્યટન ઉદ્યોગને થઈ રહ્યું છે. આસામના પર્યટન વિભાગના જણાવ્યા પ્રમાણે વિરોધ પ્રદર્શનને કારણે સરકારને 400 કરોડનું નુકસાન થયું છે. પ્રદર્શન શરૂ થયું ત્યારથી દેશના અન્ય રાજ્યમાંથી અને વિદેશમાંથી લોકોએ અહીં આવવાનું બંધ કરી દીધું છે. જે લોકોએ બુકિંગ કરાવ્યું હતું કે અહીં આવવાનું પ્લાનિંગ કરી રાખ્યું હતું, તેઓએ તેમનો પ્રવાસ રદ કર્યો છે. આસામમાં છેલ્લા નવા દિવસથી ઇન્ટરનેટ બંધ હતું, જે શુક્રવારે સવારે ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  ભીડ જ નહી, એકલા હોય તો પણ કલમ 144 અંતર્ગત કાર્યવાહી થઈ શકે, જાણો - કાયદો

દિલ્હી સ્થિત બંધારણીય બાબતોના નિષ્ણાત વકીલ ગૌતમ ભાટીયાએ ગૌહાટી હાઇકોર્ટના ચુકાદા પર કહ્યુ કે, "હાઇકોર્ટે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તમે અમુક પ્રસંગે હિંસાને રોકવા માટે ઇન્ટરનેટ બંધનો રસ્તો અપનાવી શકો. પરંતુ ચુકાદો આપતા હાઇકોર્ટે બે અગત્યની વાત કહી હતી. પ્રથમ એ કે રાજ્ય સરકાર હાઇકોર્ટ સમક્ષ એવું પૂરવાર કરવામાં નિષ્ફળ રહી છે કે ઇન્ટરનેટના કારણે હિંસામાં ફેલાવો થયો છે. બીજું કે એ વાતના કોઈ લેખિત પુરાવા નથી કે ઇન્ટરનેટને કારણે હિંસાના બનાવો બન્યા હતા."ભાટિયાએ આવું જ એક ઉદાહરણ આપતા હોંગકોંગનો દાખલો આપ્યો હતો. હોંગકોંગના તંત્રએ એવી દલીલ કરીને ફેસ માસ્ક પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો કે, દેખાવકારો હિંસક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ફેસ માસ્કનો ઉપયોગ કરે છે. જોકે, આ કાયદાને કોર્ટે રદ કરી નાખ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, અત્યાર સુધી એવો કોઈ દાખલો સામે આવ્યો નથી જેનાથી એવું માલુમ પડે કે ફેસ માસ્ક પહેરવા પર પ્રતિબંધ મૂકવાથી હિંસા અટકી જશે.
First published: December 21, 2019, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading