બીજા ધર્મમાં લગ્ન કરવા છતાં ઇન્દિરા ગાંધી હિન્દુ કેવી રીતે બની રહ્યા

બીજા ધર્મમાં લગ્ન કરવા છતાં ઇન્દિરા ગાંધી હિન્દુ કેવી રીતે બની રહ્યા
તસવીર સાભાર નહેરુ મેમોરિયલ ટ્રસ્ટ

લગ્ન પહેલા નહેરુએ નક્કી કર્યું કે ઇન્દિરાના લગ્ન એવી રીતે કરવામાં આવે કે લગ્ન પછી પણ દુલ્હો કે દુલ્હનનું ધર્મ પરિવર્તન ન થાય.

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય રાજનીતિમાં લોખંડી મહિલાની ઓળખ ધરાવતા (Iron Lady) પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનો આજે (19 નવેમ્બર) જન્મ દિવસ છે. ઇન્દિરા ગાંધી બેંકોનું રાષ્ટ્રિયકરણ, રાજા-મહારાજાના વિશેષ અધિકારોને ખતમ કરવા, સિક્કિમનું ભારતમાં વિલય, બાંગ્લાદેશનું નિર્માણ તેમજ દેશમાં પ્રથમ વખત કટોકટી લાદવા માટે જાણીતા છે. પરંતુ અનેક વખત તેમના ધર્મને લઈને સવાલ ઉભા થતા રહ્યા છે. એવી દલીલો થતી આવી છે કે તેમણે બીજા ધર્મના યુવક સાથે લગ્ન કર્યા છે તો તેઓ હિન્દુ કેવી રીતે બની રહ્યા! હકીકતમાં ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી પારસી હતા. આો જવાબ ખરેખર રસપ્રદ છે.

  1942માં ઇન્દિરા અને ફિરોઝ ગાંધીના લગ્ન થવાના હતા ત્યારે આ વાતનો દેશભરમાં ખૂબ વિરોધ થયો હતો. પંડિત જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધી પાસે અસંખ્ય એવા પત્ર આવી રહ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે નહેરુની દીકરીના લગ્ન એક બિનહિન્દુ યુવક સાથે ન થવા જોઈએ. આ વાતનું કારણ એવું હતું કે જવાહરલાલ નહેરુ ગાંધીજી પછી બીજા સૌથી મોટા નેતા હતા અને તે દિવસોમાં દેશમાં સાંપ્રદાયિક મુદ્દાઓ જોરશોરથી ચાલી રહ્યા હતા.  તસવીર સાભાર આનંદ ભવન, અલાહાબાદ


  જે બાદ ગાંધીજીએ સલાહ આપી કે ઇન્દિરા ગાંધીના લગ્ન અલાહાબાદની જગ્યાએ આશ્રમમાં કરાવવામાં આવે. ઇન્દિરા ગાંધીના લગ્ન માટે ગાંધીજીએ પોતાના હાથમાં લગ્નવિધિ પણ લખી આપી હતી. જોકે, જવાહરલાલ નહેરુને લાગ્યું કે આ વિધિ ખૂબ લાંબી થઈ જશે એટલે વૈદિક પરંપરાને અનુસરવામાં આવે.

  લગ્ન પહેલા નહેરુએ નક્કી કર્યું કે ઇન્દિરાના લગ્ન એવી રીતે કરવામાં આવે કે લગ્ન પછી પણ દુલ્હો કે દુલ્હનનું ધર્મ પરિવર્તન ન થાય. એટલે કે લગ્ન પછી પણ ઇન્દિરા ગાંધી હિન્દુ રહે અને ફિરોઝ ગાંધી પારસી બન્યા રહે. નહેરુએ એ સમયના પ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્રી લક્ષ્મીધર શાસ્ત્રીને કહ્યુ કે તેઓ એવી વિધિ તૈયાર કરે જેમાં બંને ધર્મના મૂળ વિચારો આવી જાય. નહેરુએ કહ્યું કે વૈદિક ધર્મ અને પારસી ધર્મનો જન્મ એક જ છે, આથી સમાન મૂલ્યોને શોધવાનું કામ મુશ્કેલ નહીં હોય. આ માટે એવી વિધિથી લગ્ન થયા કે એવું લાગે કે કોઈ હિન્દુ પરિવારના લગ્ન થઈ રહ્યા છે.

  જવાહરલાલ નહેરુએ લખેલો પત્ર. (તસવીર સાભાર નહેરુ મેમોરિયલ ટ્રસ્ટ)


  પંડિત નહેરુએ પંડિત લક્ષ્મીધર શાસ્ત્રીને 16 માર્ચ, 1942ના રોજ લખેલા પત્રમાં સલાહ આપી કે, "લગ્ન સમારંભની ખાસ વાત એ છે કે એક હિન્દુ અને બિનહિન્દુ વચ્ચે થઈ રહ્યા છે. પારસી ધર્મમાં અનેક વિધિ વૈદિક ધર્મ જેવી જ છે. કારણ કે બંને ધર્મનો ઉદભાવ એક જ સ્થળથી છે. લગ્ન પછી પણ દુલ્હો અને દુલ્હન પોતાના ધર્મમાં જ રહે તે જરૂરી છે. કાયદાની દ્રષ્ટીએ આ લગ્નનો શું અર્થ થશે તેની અહીં ચર્ચા નથી કરવી. પરંતુ લગ્નની વિધિ એવી રીતે તૈયાર કરવામાં આવે કે તે હિન્દુ અને બિનહિન્દુ બંનેને અનુકૂળ હોય. એ વાત ધ્યાન રાખો કે આ લગ્ન ભવિષ્યમાં બનનાર કાયદા માટે એક દ્રષ્ટાંતનું પણ કામ કરી શકે છે."
  Published by:Vinod Zankhaliya
  First published:November 19, 2019, 14:43 pm

  ટૉપ ન્યૂઝ