ન લાગે છે ઠંડીનો ડર, ન ગરમીની પરવાહ, જાણો - કેવી રીતે જવાનો કરે છે દેશની રક્ષા

News18 Gujarati
Updated: January 15, 2018, 5:07 PM IST
ન લાગે છે ઠંડીનો ડર, ન ગરમીની પરવાહ, જાણો - કેવી રીતે જવાનો કરે છે દેશની રક્ષા
માઇનસ 50 ડિગ્રી તાપમાનની ઠંડીમાં પણ દેશની સેવામાં રહે છે ખડેપગે...

માઇનસ 50 ડિગ્રી તાપમાનની ઠંડીમાં પણ દેશની સેવામાં રહે છે ખડેપગે...

  • Share this:
દેશની સરહદની રક્ષા કરનાર જાબાઝ જવાન વિસમ પરિસ્થિતિમાં પણ ડ્યૂટી કરતા હોય છે જેમાં કોઈ સામાન્ય વ્યક્તિનું રહેવુ ઘણું મુશ્કેલ હોય છે. આ સમયે દુશ્મનથી જાનનો ખતરો તો હોય છે સાથે મોસમ પણ સાથ નથી આપતો. પોતાની જાતને મોસમ પ્રમાણે ઢાળવી ઘણી અઘરી હોય છે પરંતું તમામ ખતરાઓ સામે પણ સશસ્ત્ર બળના જવાન કોઈ પણ ડર વિના દેશની રક્ષા કરે છે.

દેશના જવાન એલઓસી પર અને આઈબી પર દેશની સરહદની રક્ષા કરે છે. આવામાં જ્યાં આઈબીની સુરક્ષાની જવાબદારી બીએસએફ પાસે છે. ત્યાંજ એલઓસીની સુરક્ષામાં સેના અને બીએસએફ બન્ને કામ કરે છે.

કાશ્મીર સાથે જોડાયેલી કુલ 165 કિમીની સીમા પર આંતરરાષ્ટ્રીય સીમા ક્ષેત્ર અને નિયંત્રણ રેખાનો વિસ્તાર છે. આ તમામ સ્થળે જવાનો આકરી પરિસ્થિતિમાં દેખરેખ કરે છે. આ ઉપરાંત રાજસ્થાન ગુજરાત અને પંજાબથી પણ ભારત-પાક થી જોડાયેલ સીમાવર્તી એરીયામાં જવાનોની બાજ નજર રહે છે.

ક્યાંક માઇનસ 50 ડિગ્રી તાપમાનની ઠંડીમાં પણ દેશની સેવામાં રહે છે ખડેપગે, તો રાજસ્થાન-કચ્છના રણમાં 50 ડિગ્રીના ધમધોગતા તાપમાં પણ હસતા-હસતા બજાવે છે ફરજ, પરિવારથી દૂર,ખતરાની વચ્ચે બતાવે છે શૌર્ય.

દેશની રક્ષા કરતા જવાનોને માત્ર દુશ્મનથી જ નહીં પરંતુ જંગલી જાનવરો અને મોસમની વિપરિત પરિસ્થિતીથી પણ ખતરો મંડરાયેલો રહે છે, તો વળી સૌથી ખતરનાક અને ઉંચું રણક્ષેત્ર સિયાચીન છે. સિયાચીન સાથે નિયંત્રણ રેખા અને સીમા પર હંમેશા દુશ્મનની ફાયરિંગ અને ગોળીબારીનો ખતરો બનેલો રહે છે. કેટલીક વાર પાકથી થયેલ સીઝફાયર ઉલ્લંઘનનો જવાબ આપતા કેટલાક જવાન તેમનો જીવ પણ ગુમાવે છે.

પરંતુ મુશ્કેલીભરી પરિસ્થિતિમાં ભારતીય જાંબાઝોએ દેશની આબરુ બચાવવા હંમેશા પ્રતિબદ્ધતાથી કામ કર્યું છે.
First published: January 15, 2018, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading