DRDOની કોરોના સામેની દવા ગેમ ચેન્જર બનશે? આવી રીતે કરશે કામ

DRDOના મત મુજબ 2-DGનું મોટા પ્રમાણમાં ઉત્પાદન સરળતાથી થઈ શકે છે.

DRDOના મત મુજબ 2-DGનું મોટા પ્રમાણમાં ઉત્પાદન સરળતાથી થઈ શકે છે.

  • Share this:
કોરોના મહામારી સામે લડવા દવાઓ મામલે અનેક સંશોધન થઈ રહ્યા છે. ત્યારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(DRDO) દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોનાની દવા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા આજે લોન્ચ કરવામાં આવી છે. આ દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. દવા માટે એક વર્ષ સુધી ટ્રાયલ કરવામાં આવ્યા હતા. અહીં DRDOની દવા અંગે વિગતો આપવામાં આવી છે.

દવા તૈયાર થઈ ગઈ, હવે શું?

કોરોના મહામારી સામે લડવા દેશને વધુ એક હથિયાર મળશે. આ દવાના ઉપયોગને મંજૂરી મળવાથી મેડિકલ ઓક્સિજન પરનું અવલંબન ઘટશે. હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ઝડપી રિકવરી આવશે.

Tauktae cyclone live updates: વાવાઝોડા પહેલા દીવમાં ભારે પવન સાથે વરસાદ શરૂ, દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા

કેવી રીતે કામ કરશે દવા?

જ્યારે 2-deoxy-D-glucose (2-DG), દવા દર્દીના શરીરમાં જાય છે, ત્યારે તે વાયરસ દ્વારા ચેપગ્રસ્ત કોષોની અંદર એકઠી થઈ જાય છે. એકવાર ત્યાં પહોંચ્યા બાદ તે વાયરસના ઉર્જા ઉત્પાદન અને મેટાબોલિક પ્રતિક્રિયાને બંધ કરે છે. તે વાયરસને મલ્ટીપલ થતો અટકાવે છે. DRDOએ જણાવ્યું કે, ફક્ત ચેપગ્રસ્ત કોષોમાં તેનો સંચય તેને યુનિક બનાવે છે.

કોવિડ હૉસ્પિટલોમાં વીજ પુરવઠો ન ખોરવાય તથા વાવાઝોડા સામેની તમામ તૈયારીઓ કરાઇ: CM રૂપાણી

દવા કઈ રીતે લેવાની?

આ દવા પાઉડર સ્વરૂપમાં આવે છે. તેને પાણીમાં ઓગાળીને પીવાની રહે છે.

આ દવાથી શું ફરક પડશે?

જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેઓની દવાના કારણે ઝડપી રિકવરી થશે. તેઓની મેડિકલ ઓક્સિજન પરની આધિનતા ઘટશે. હોસ્પિટલ ટ્રાયલમાં જાણવા મળ્યું કે, જે દર્દીઓને દૈનિક બે નાના પેકેટ આ દવા આપવામાં તેઓને ત્રીજા દિવસે જ ઓક્સિજન સપોર્ટની જરૂર નહોતી પડી. જ્યારે અત્યાર જે સારવાર અપાય છે, તેનાથી માત્ર 30 ટકા દર્દીઓ જ ત્રીજા દિવસે ઓક્સિજન સપોર્ટમાંથી બહાર આવે છે.

અમદાવાદ: ATMમાં સમસ્યા આવે તો ભૂલથી ન કરતા આવું કામ, નહિ તો તમે જ બની જશો અપરાધી

આ દવા મધ્યમ અને ગંભીર કેસોમાં અસરકારક સાબિત થવાની સાથે 65 વર્ષથી ઉપરના લોકોને પણ સારી રીતે અસર કરે છે. દવાને સહાયક ઉપચાર તરીકે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ દવા કોઈ ચમત્કારિક ઇલાજ નથી. દવા અન્ય સારવારનો ભાગ હશે.

કિંમત કેટલી?

સૂત્રોના જણાવ્યું મુજબ આ દવા (પડીકી)ની કિંમત રૂ. 500થી રૂ. 600 રહેશે. અલબત્ત હજુ સુધી આ દવાની કિંમત અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. DRDOના મત મુજબ 2-DGનું મોટા પ્રમાણમાં ઉત્પાદન સરળતાથી થઈ શકે છે.

આ પ્રોજેકટમાં DRDOના ઇન્ડસ્ટ્રી પાર્ટનર ડો. રેડ્ડીઝ લેબ દ્વારા હોસ્પિટલ માટે દવાનું ઉત્પાદન શરુ કરી દેવાયું છે. અત્યારે તે ફક્ત હોસ્પિટલમાં ઉપયોગ માટે જ અપાશે.
First published: