કોરોના સામે લડવા બાળકોની શક્તિનું રહસ્ય શોધી કાઢતા જર્મનીના સંશોધકો, આ રહ્યાં અભ્યાસના તારણો

કોરોના સામે લડવા બાળકોની શક્તિનું રહસ્ય શોધી કાઢતા જર્મનીના સંશોધકો (પ્રતિકાત્મક તસવીર)

Covid-19 cases- બાળકોની (children)તબિયતને લઈ ચિંતામાં રહેલા વાલીઓ માટે બર્લિનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા થયેલો અભ્યાસ ખૂબ રાહત લઈને આવ્યો છે

  • Share this:
કોરોનાની (Covid-19)બીજી લહેરના કારણે લોકોના મનમાં ડર ઘર કરી ગયો છે. ઘણા લોકો તકેદારીના પગલાં લઈ રહ્યા છે. દેશના અમુક રાજ્યોમાં શાળાઓ પણ ખુલી ગઈ છે, પણ વાયરસનો ડર (Covid-19 cases)યથાવત છે. ત્યારે બાળકોની (children)તબિયતને લઈ ચિંતામાં રહેલા વાલીઓ માટે બર્લિનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા થયેલો અભ્યાસ ખૂબ રાહત લઈને આવ્યો છે.

બાળકો કોરોના સામે વયસ્કો કરતા વધુ સારી લડત શા માટે આપે છે તેનું રહસ્ય જર્મનીના વૈજ્ઞાનિકોએ (German Researchers)ઉકેલી કાઢ્યું છે. બાળકોમાં કોરોના સંક્રમણ વયસ્ક વયના લોકો જેટલા ગંભીર ન હોવાની વાત ઘણી વખત સામે આવી છે. ત્યારે હવે બર્લિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ Charité (BIH), Charité – Universitätsmedizin, યુનિવર્સિટી ઓફ લિપઝિગ મેડિકલ સેન્ટર અને હીડલબર્ગમાં જર્મન કેન્સર રિસર્ચ સેન્ટર (ડીકેએફઝેડ)ના વૈજ્ઞાનિકોની ટીમે બાળકોમાં વધેલી રોગપ્રતિકારક શક્તિ પાછળના મેકેનિઝમને ઓળખી કાઢ્યું છે. આ બાબતે સંશોધકોએ નેચર બાયોટેકનોલોજી જર્નલમાં તેમના તારણો પ્રકાશિત કર્યા છે.

શું જાણવા મળ્યું?

વયસ્ક વયના લોકોની સરખામણીએ બાળકની રોગપ્રતિકારક શક્તિ વધુ સક્રિય હોવાથી તે વાયરસ સામે લડવા બાળકોને વધુ સક્ષમ બનાવે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વાયરસ જીનોમને ઓળખવાની ક્ષમતા પુખ્ત વયના લોકો કરતા બાળકોમાં વધુ મજબૂત હોય છે.

આ પણ વાંચો - COVID-19: ઇમ્યૂન રિસ્પોન્સને ચકમો આપવામાં 8 ગણો સક્ષમ છે ડેલ્ટા વેરિએન્ટ- નવી સ્ટડીમાં દાવો

બાળકો અને પુખ્ત વયના લોકો પાસેથી એકઠા કરેલા કોષોની તુલનાએ આશ્ચર્યજનક પરિણામ આપ્યું છે. તંદુરસ્ત બાળકોના નાકના મ્યુકોસાના રોગપ્રતિકારક અને સંરક્ષક કોષો પહેલેથી જ હાઈ એલર્ટ પર હતા. તે કોરોના સામે લડવા માટે તૈયાર હતા. વાયરસ સામે ઝડપી રોગપ્રતિકારક શક્તિ માટે પેટર્ન રેકગ્નિશન રિસેપ્ટર્સસક્રિય કરવાની જરૂર પડે છે. જે વાયરસના જીનોમને ઓળખે છે અને વાયરલ RNA તથા ઇન્ટરફેરન રિસ્પોન્સને ટ્રિગર કરે છે. જ્યારે કોરોના સંક્રમણ લગાવે ત્યારે તે વોર્નિંગ સિસ્ટમને ઓવરરાઇડ કરે છે. જેથી વાયરસ સામે એન્ટિવાયરલ રિસ્પોન્સ નબળો હોય છે. જે વાયરસને ફેલાવા દે છે. જોકે, બાળકોમાં આવું થતું નથી. બાળકોના કોષમાં આ પદ્ધતિ વધુ સક્ષમ હોય છે. જેના કારણે તે વાયરસને તુરંત રિસ્પોન્સ આપે છે.

સંશોધન બાબતે BIHના મોલેક્યુલર એપિડેમિયોલોજી યુનિટના વડા પ્રોફેસર ઇરિના લેહમેન જણાવે છે કે, વાયરલ ડિફેન્સ પુખ્ત વયના લોકો કરતાં બાળકોમાં આટલું સારું કેમ કામ કરે છે? તે અમે સમજવા માંગતા હતા.

અભ્યાસ બાબતે વિગતો BIH વેબસાઈટ પર છે. Charité ખાતે પીડિયાટ્રિક રેસ્પિરેટરી મેડિસિન, ઇમ્યુનોલોજી અને ક્રિટિકલ કેર મેડિસિન વિભાગના ડિરેક્ટર પ્રોફેસર માર્કસ મોલની આગેવાની હેઠળની સંશોધકોની ટીમે નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ સેમ્પલ તંદુરસ્ત અને કોરોના સંક્રમિત બાળકો તેમજ પુખ્ત વયના લોકોના હતા. તેના પરથી રોગ કઈ રીતે આગળ વધે છે તેનો અભ્યાસ થયો હતો.

આ બાબતે પ્રોફેસર માર્કસ મોલે વધુમાં કહ્યું હતું કે, મોટા ભાગના સંક્રમિત બાળકોમાં માત્ર શરદી અથવા હળવા તાવ જેવા હળવા લક્ષણો હતા અને થોડા દિવસો પછી તે ઓછું થઈ ગયું હતું. બાળચિકિત્સકો પાસેથી મેળવેલા નમૂનાઓમાં, BIH સંશોધકોએ સિંગલ-સેલ ટ્રાન્સક્રિપ્ટોમ એનાલિસિસ કર્યા હતા. આ અભ્યાસ માટે 42 બાળકોના અને 44 પુખ્ત વયના લોકોના 2,68,745 કોષોનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું.
First published: