Home /News /national-international /

PNB Scam: મોદી સરકારે RBIને પુછ્યું, કૌભાંડ પર કેમ ન પડી નજર?

PNB Scam: મોદી સરકારે RBIને પુછ્યું, કૌભાંડ પર કેમ ન પડી નજર?

    પીએનબી ફ્રોડમાં 'ગીતંજલિ જેમ્સ'ના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર અને કંપની સેક્રેટરીનું રાજીનામુ પછી કેન્દ્ર સરકારે આરબીઆઈ પાસે જવાબ માંગ્યો હતો. આ પહેલા સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) નીરવ મોદીના ડાયમંડ જ્વેલરી હાઉસના ટોપ અધિકારીઓ અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર સાથે કલાકો પૂછપરછ કરવામાં આવી હતી.

    પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડ મામલામાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને ઈડીની તપાસ ચાલુ છે. આ દરમિયાન સોમવારે પીએનબીના ચીફ એક્ઝુક્યુટિવ ઓફિસર (સીઈઓ) સુનીલ મેહતા અને ચીફ વિજીલેન્સ ઓફિસર (સીવીઓ)
    કેન્દ્રીય સતર્કતા આયુક્ત (સીવીસી) કે વી ચૌધરી સામે હાજર રહેશે.

    આ દરમિયાન સીવીસી બંન્ને અધિકારીઓ સાથે પીએનબીમાં 11,360 કરોડ ફ્રોડ અંગે જવાબ માંગશે. આ કૌભાંડમાં હીરા વેપારી નીરવ મોદી, તેમના સબંધી અને બિઝનેસ પાર્ટનર મેહુલ ચોકસી અને અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થશે. સૂત્રો પ્રમાણે બેંકના સીઈઓ અને ચીફ વિજીલેન્સ ઓફિસરને દિલ્હીમાં કેન્દ્રીય સતર્કતા આયુક્તની ઓફિસમાં હાજર થવાનું રહેશે. આ મીટિંગમાં વિત્ત મંત્રાલયના સીનીયર અધિકારી અને ભારતીય રિઝર્વ બેંકના પ્રતિનિધિ પણ સામેલ થશે.

    આ આખા કૌભાંડમાં 200 શેલ કંપનીઓ અને બીજી બેનામી સંપત્તિઓની સીબીઆઈ અને ઈડી દ્વારા તપાસ થશે. પીએનબી કૌભંડ અંગે નીરવ મોદી અને મેહુલ ચોકસીની ઘણી કંપનીઓ પર રવિવારે દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન તપાસ અધિકારઈઓએ લગભગ 2 ડઝન અચલ સંપત્તિઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ) અંતર્ગત જપ્ત કરી છે.

    ઈડીએ રવિવારે દેશભરમાં કેટલાક શોરૂમ અને વર્કશોપ્સ સાથે ઓછામાં ઓછી 45 જગ્યાએ દરોડા પાડ્યા હતાં. એક ઈડી અધિકારીએ જણાવ્યું કે આમાંથી 29 સંપત્તિઓ નીરવ મોદી અને તેમના પરિવારની છે. આયકર વિભાગે તેમની સંપત્તિઓને જપ્ત કરી દીધી છે.

    એન્ટી મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત નીરવ મોદીની કેટલીક બીજી પ્રોપર્ટી જલ્દી જ જપ્ત થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે આયકર વિભાગે દેશ અને વિદેશની 200 ડમી કે શેલ કંપનીઓની ઓળખ કરી લીધી છે જેના થકી ફંડ મળ્યા હતાં. તેમની પર આરોપ છે કે મની લોન્ડ્રીંગમાં આ શેલ કંપનીઓનો ઉપયોગ કર્યો છે અને જમીન, સોના કે કિંમતી પથ્થરો તરીકે બેનામી સંપત્તિ બનાવી છે. આ બધાની તપાસ હાલ આયકર વિભાગ કરી રહ્યાં છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: PNB fraud, PNB scam, આરબીઆઇ

    આગામી સમાચાર