શું છે રહસ્ય? કેમ ભારત હવે corona દર્દીઓને કેમ ખવડાવી રહ્યું છે મૂલેઠી? ચીને આ રીતે કોરોનાને કાબુમાં કર્યો

શું છે રહસ્ય? કેમ ભારત હવે corona દર્દીઓને કેમ ખવડાવી રહ્યું છે મૂલેઠી? ચીને આ રીતે કોરોનાને કાબુમાં કર્યો
બે મહિનામાં એ સ્પષ્ટ થઈ જશે કે, તે કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે.

ભારતીય વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ચીને હર્બલ ચિકિત્સામાં મુલેઠીનો ઉપયોગ કરી આ બિમારી પર કાબુ મેળવ્યો છે.

 • Share this:
  દુનિયાના અનેક દેશ હજુ પણ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યા છે. પરંતુ ચીને તેના પર કાબુ મેળવી લીધો છે. આખરે શું કર્યું ચીને, તે હજુ પણ એક રહસ્ય છે. ભારતીય વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ચીને હર્બલ ચિકિત્સામાં મુલેઠીનો ઉપયોગ કરી આ બિમારી પર કાબુ મેળવ્યો છે. જેથી વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR)એ આયુષ વિભાગ સાથે મળી મુલેઠીના ઉપયોથી કોવિડ-19ના દર્દીઓ પર પરિક્ષણ શરૂ કરી દીધુ છે. દેશના અનેક કેન્દ્રોમાં આ પરિક્ષણ શરૂ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, મુલેઠીના ઉપયોગને લઈ કેટલાક તથ્યો સામે આવ્યા છે.

  હિન્દુસ્તાનમાં છપાયેલા સમાચાર અનુસાર, 2003માં જ્યારે સાર્સ શરૂ થયો હતો ત્યારે ફ્રેકફર્ટ યુનિવર્સિટીના ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ વાયરોલોજીના એક શોધ પત્ર લાંસેટમાં પ્રકાશિત થયો હતો, જેમાં મુલેઠીને સાર્સ વાયરસ વિરુદ્ધ પ્રભાવી માનવામાં આવે છે. આ સિવાય ફેબ્રુઆરીમાં કેટલાક રિપોટ સામે આવ્યા હતા કે, ચીને કોવિડની સારવારમાં પોતાની જિંસ પરંપરાગત દવાનો ઉપયોગ કર્યો હતો, તેમાં મુલેઠી પણ સામેલ હતી. કોવિડના 87 ટકા દર્દીઓને આ દવા આપવામાં આવી, જેના કારણે તે સાજા થઈ ગયા. સીએસઆઈઆરના વૈજ્ઞાનિક ડો. રામ વિશ્વકર્મા અનુસાર, ચીનમાં કોરોના સંકટ દરમિયાન મૂલેઠીની માંગમાં વધારો જોવા મળ્યો હતો. આશા છે કે, આ દવા કોવિડની સારવારમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.  ચાર ફોર્મ્યૂલાને પરખવામાં આવી રહ્યા

  સીએસઆઈઆરની પ્રયોગશાળામાં આઈઆઈએમ જમ્મુના નિર્દેશક ડો. રામ વિશ્વકર્મા અનુસાર, મૂલેઠી સહિત આયુષની ચાર ફોર્મ્યૂલાને સાઈન્ટિફિક દ્રષ્ટીથી પરખવામાં આવી રહ્યું છે. તેના પરિણામની નક્કી થશે કે, આ દવા કેટલી ઉપયોગી નીકળે છે. આયુષ મંત્રાલયના સલાહકાર મનોજ નેસારીએ કહ્યું કે, આયુર્વેદમાં મુલેઠીનો ઉપયોગ સૂકી ઉધરસ માટે થાય છે. કોવિડમાં સૂકી ઉધરસ થાય છે.

  નેસારીએ કહ્યું કે, મૂલેઠી મૂળ રીતે ભારતની દવા છે, જેનું વર્ણન ચરક સંહિતામાં મળે છે. આનો ચીની પરંપરાગચ ચિકિત્સામાં બાદમાં ઉપયોગ થયો. હાલમાં શરૂઆતના અભ્યાસમાં તે ઉપયોગી હોવાના સંકેત મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, આપણા દેશમાં બહુકેન્દ્રીય ક્લિનિકલી ટ્રાયલ શરૂ થઈ ગયા છે. આગામી બે મહિનામાં એ સ્પષ્ટ થઈ જશે કે, તે કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે.
  First published:May 29, 2020, 16:48 pm

  टॉप स्टोरीज