Home /News /national-international /

Tripura Result: 'લાલિયા'વાડી'નો અંત, ભગવા બ્રિગેડ સફળ!

Tripura Result: 'લાલિયા'વાડી'નો અંત, ભગવા બ્રિગેડ સફળ!

પાર્ટીએ બે દસકાથી લેફ્ટનો ચહેરો રહેલી માણિક સરકારની ભૂલો શોધી. સરકાર વિરુદ્ધ પ્રજાના ગુસ્સાને ભાજપા વોટમાં બદલવા માટે મોદી લાવોની જગ્યાએ માણિક હટાવોના નારા પર જોર લગાવવામાં આવ્યું.

પાર્ટીએ બે દસકાથી લેફ્ટનો ચહેરો રહેલી માણિક સરકારની ભૂલો શોધી. સરકાર વિરુદ્ધ પ્રજાના ગુસ્સાને ભાજપા વોટમાં બદલવા માટે મોદી લાવોની જગ્યાએ માણિક હટાવોના નારા પર જોર લગાવવામાં આવ્યું.

  ત્રિપુરા વિધાનસભામાં બીજેપીની જીત સરળ ન હતી, કારણ કે રાજ્યની સત્તામાં સળંગ 25 વર્ષથી સત્તા પર રહેલી ડાબેરી સરકાર ફરીથી વાપસી કરવા માટે જબરદસ્ત મહેનત કરી રહી હતી. જ્યારે ભાજપે શૂન્યથી શરૂઆત કરવાની હતી. સંગઠન પણ ઉભુ કરવાનું હતું અને ચૂંટણીમાં જીત તરફ આગળ વધવાનું હતું.

  પાર્ટી અધ્યક્ષ અમિત શાહ શતરંજના ખેલાડી છે. આ શતરંજના કોઈ નિયમ નથી, જેવો મોકો એવી ચાલ. 52 વર્ષના આરએસએસ પ્રચારકમાંથી ચૂંટણી રણનીતિકાર બનેલા સુનિલ દેવધરને નોર્થ ઈસ્ટના પ્રભારી બનાવવામાં આવ્યા.

  દેવધરે ત્રણ વર્ષ પહેલા સત્તાધારી ડાબેરી મોર્ચા સરકાર વિરુદ્ધ બીજેપીનું ચૂંટણી અભિયાન સંભાળવા માટે ત્રિપુરા તરફ ચાલ શરૂ કરી. અમિત શાહે રાહુલ ગાંધી અને લેફ્ટના કેન્દ્રીય નેતાઓના પહેલા ત્રિપુરામાં કેમ્પ કર્યા.

  રાજકીય જાણકારોના મતે, અમિત શાહે 2 વર્ષમાં 18 દિવસ ત્રિપુરામાં આપ્યા. આવું આજ દીન નથી બન્યું કે કોઈ પાર્ટીના અધ્યક્ષે દરેક બ્લોક અને બૂથ સ્તર પર ટ્રેન્ડનો અભ્યાસ કર્યો હોય, સંગઠન તૈયાર કર્યું અને નાની પાર્ટીઓ સાથે સમાધાન કર્યું.  ત્રિપુરામાં જીતના શિલ્પકાર અમિત શાહ

  પાર્ટીએ બે દસકાથી લેફ્ટનો ચહેરો રહેલી માણિક સરકારની ભૂલો શોધી. સરકાર વિરુદ્ધ પ્રજાના ગુસ્સાને ભાજપા વોટમાં બદલવા માટે મોદી લાવોની જગ્યાએ માણિક હટાવોના નારા પર જોર લગાવવામાં આવ્યું. દેવધરે કહ્યું કે, માણિક સરકારમાં ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે. ત્રિપુરાની જન સંખ્યામાં લગભગ 67 ટકા વસ્તી  બીપીએલ કાર્ડ ધારક છે.

  પાર્ટી મહાસચિવ રામ માધવ અને દેવધરે 23 જાન્યુઆરીએ દિલ્હીના કંસ્ટીટ્યૂસનલ ક્લબમાં ત્રિપુરા પર લખવામાં આવેલ એક પુસ્તક માણિક સરકાર દ્રશ્યમ અને સત્યમનું વિમોચન કર્યું. આના માધ્યમથી ત્રિપુરામાં માણિક સરકારની પોલ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્રિપુરામાં થઈ રહેલી રાજકીય હત્યાઓ અને ત્યાંના ગરીબોના પ્રશ્નોને લઈ ભાજપ પ્રજા વચ્ચે આવી.

  ચૂંટણી પહેલા બીજેપીએ પૂર્વોત્તર પ્રેમ દેખાડવાનું શરૂ કર્યું. પાર્ટીએ એ દાવો કર્યો કે, 2014-15ના મુકાબલે 2016-17માં પૂર્વોત્તર માટે બે ઘણી યોજનાઓ આપાવામાં આવી. આ રીતે ધીરે-ધીરે ત્રિપુરામાં પાર્ટીને ઝીરોમાંથી હીરો બનાવવાનું કામ કર્યું.  બીજેપીમાં નોર્થ ઈસ્ટના પ્રભારી સુનિલ દેવઘર

  વરિષ્ઠ રાજનૈતિક પત્રકાર અમિતાભ સિન્હા કહે છે કે, બીજેપીએ અહીં સત્તાધારી પાર્ટી કરતા વધારે તાકાત લગાવી. તેણે પૂર્વોત્તરને પોતાના વિસ્તારનો એક ભાગ બનાવ્યું. કારણ કે હિંદી પટ્ટીમાં તે પહેલાથી જ મજબૂત છે. પૂર્વોત્તરની ચૂંટણીના બહાને જ બીજેપીએ અહીંની 25 લોકસભા સીટો પર પણ નિશાન સાધ્યું છે. લોકસભા ચૂંટણીની જીત પહેલાનું આ રિહર્સલ હતું. આ સમયે પૂર્વોત્તરના 8 લોકસભા વિસ્તારમાં બીજેપી અને 7માં કોંગ્રેસનો કબ્જો છે. બે સીટો પર સીપીઆઈ(એમ) અને અને અન્યમાં સ્થાનિક દળના સાંસદ છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: 2018, How, Left, Meghalaya, Nagaland, Tripura, Updates, ચૂંટણી, પરિણામ, ભાજપ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन