લંડન : વૈજ્ઞાનિકોએ એક નવા અભ્યાસમાં શોધી લીધુ કે, નવા કોરોના વાયરસના કેટલાક ઉત્પરિવર્તન માનવની રોગ પ્રતિરોધક ક્ષમતા પ્રણાલી સાથે સંબંધિત તે પ્રોટિન સાથે દિશા-નિરેદેશ થાય છે, જે તેને કમજોર(નબળો) બનાવવામાં સહાયક છે, પરંતુ વાયરસ તેની વિરુદ્ધ ફરી ઉભો થઈ જાય છે.
આ શોધ કોવિડ-19ના ખાત્મા માટે નવી રસી તૈયાર કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ બાથના એલન રાઈસ સહિત અનુસંધાનકર્તાઓનું કહેવું છે કે, જ્યારે તમામ જીવધારી ઉત્પરિવર્તન(રૂપમાં બદલાવ) કરે છે તો આ પ્રક્રિયા સામાન્ય રીતે આકસ્મિક થાય છે.
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, પરંતુ કોરોના વાયરસના મામલામાં એવું બની શકે છે કે, ઉત્પરિવર્તનની પ્રક્રિઆ આકસ્મિક ન થાય તથા માનવ તેને કમજોર(નબળો) બનાવવા માટે રક્ષા તંત્ર તરીકે ઉત્પરિવર્તન કરી રહ્યા છે. નવા કોરોના વાયરસ સાર્સ-કોવ-2 સંબંધિત અભ્યાસ પત્રિકા મોલીક્યૂલર બાયોલોજી એન્ડ ઈવોલ્યૂશનના નિર્દેશક લોરેન્સ હર્ટે કહ્યું કે, અમે વાયરસનું ઉત્પરિવર્તન કરી તેના પર હુમલો કરી રહ્યા છીએ.
આ પણ વાંચો -
સુરત : સ્મીમેર હોસ્પિટલે 128 દર્દીને આયુર્વેદિક ટ્રીટમેન્ટથી સાજા કર્યા, જાણો - કયા ઉકાળા અને ઔષધીથી સાજા થયા દર્દી
અનુસંધાનકર્તાઓએ શોધ્યું કે, ઉદ્વિકાસના ક્રમમાં પ્રાકૃતિક પસંદગી અથવા યોગ્યત્તમની જીતના સિદ્ધાંત હેઠળ કોરોના વાયરસ ઉત્પરિવર્તન પ્રક્રિયા વિરુદ્ધ ફરી ઉભો થાય છે. આ શોધ કોવિડ-19 વિરુદ્ધ નવી રસી બનાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
2 લાખ 80 હજાર નવા કેસ સામે આવ્યા
ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોરોના સંક્રમણનો કહેર ચાલુ છે અને બુધવારે 2 લાખ 80 હજાર નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કુલ કેસ વધીને 1.5 કરોડથી પણ વધારે થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં 7100થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને કુલ મોતની સંખ્યા વધીને 6 લાખ 29 હજાર થઈ ગઈ છે. અમેરિકામાં 71 હજાર, બ્રાઝિલમાં 65 હજાર અને ભારતમાં 45 હજાર નવા કેસ સામે આવ્યા છે. આ ત્રણ દેશોમાં જ બુધવારે 1000થી વધારે મોત નોંધાયા છે.