Home /News /national-international /

આટલી ઝડપથી 24 દેશોમાં કઈ રીતે ફેલાયો ઓમિક્રોન? WHOએ આપી આ ચેતવણી

આટલી ઝડપથી 24 દેશોમાં કઈ રીતે ફેલાયો ઓમિક્રોન? WHOએ આપી આ ચેતવણી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર-જનરલ ટ્રેડોસ એડનામ ઘેબિયસ. (AP)

Coronavirus New Variant Omicron: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસે કહ્યું કે સંગઠન સતત ઓમિક્રોન વિશે તપાસ કરી રહ્યું છે, પરંતુ ટ્રાન્સમિશન પર તેની અસર, તેની ગંભીરતા અને ટેસ્ટ, વેક્સીનની અસર અંગે જાણવાનું બાકી છે.

વધુ જુઓ ...
  જીનીવા. કોરોના વાયરસના (Coronavirus New Variant) નવા વેરિઅન્ટ ઓમિક્રોનને (Omicron Variant) લઈને વિશ્વભરના વૈજ્ઞાનિકો સંશોધનમાં લાગી ગયા છે. એક સપ્તાહમાં ઓમિક્રોન 24 દેશોમાં ફેલાઈ ગયો છે. 24 દેશોમાં અત્યાર સુધીમાં આ વેરિઅન્ટથી 210 લોકો સંક્રમિત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ઝડપથી ફેલાવા માટે સક્ષમ આ નવા વેરિઅન્ટને (B.1.1.529)ને વેરિઅન્ટ ઓફ કન્સર્ન (VOC) તરીકે જાહેર કર્યા બાદ ફફડાટ ફેલાયો છે. Omicronને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ ઝડપથી ફેલાતો વેરિઅન્ટ કહેવાય છે. આ દરમ્યાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું માનવું છે કે કોરોના મહામારીને લઈને આખી દુનિયામાં એક ટ્રેન્ડ બન્યો છે, જ્યાં ફક્ત ધીમું રસીકરણ જ નથી જોવા મળ્યું, પરંતુ કોરોના ટેસ્ટિંગ પણ ખૂબ જ ઓછું રહ્યું છે. આ ટ્રેન્ડ કોરોનાના ઘણા વેરિઅન્ટને વધુ શક્તિશાળી બનાવે છે.

  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર-જનરલ ટ્રેડોસ એડનામ ઘેબિયસે કહ્યું, 'કોઈએ કંઈ નવું કરવાની જરૂર નથી. કોરોનાના કેટલાક શસ્ત્રો પહેલેથી જ હાજર છે, ફક્ત તેનો યોગ્ય સમયે યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે.’ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘WHOના 5-6 ક્ષેત્રોમાં ઓછામાં ઓછા 24 દેશોમાં ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે. તેના આંકડા હજુ વધશે. સંગઠન આને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે.’

  તેમણે કહ્યું કે અન્ય તમામ દેશોએ પણ તેને ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ. પરંતુ આ વાયરસ ક્યાંક આપણને આશ્ચર્યચકિત ન કરી દે. વાયરસ આ જ કરે છે અને જ્યાં સુધી આપણે તેને ફેલાવતા રહેશું ત્યાં સુધી આ વાયરસ આમ જ કરતો રહેશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસે કહ્યું કે સંગઠન સતત ઓમિક્રોન વિશે તપાસ કરી રહ્યું છે, પરંતુ ટ્રાન્સમિશન પર તેની અસર, તેની ગંભીરતા અને ટેસ્ટ, વેક્સીનની અસર અંગે જાણવાનું બાકી છે.

  તેમણે કહ્યું કે, ડબ્લ્યુએચઓ સલાહકાર જૂથોએ છેલ્લા કેટલાક દિવસોમાં મીટીંગ કરી છે જેથી પુરાવાઓની તપાસ કરી શકાય અને અભ્યાસ કર્યા પછી બાકીના પ્રશ્નોના જવાબો મેળવી શકાય. અગાઉ યુએનની આરોગ્ય સંસ્થાના વડાએ ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં દેશો દ્વારા લેવામાં આવેલા પગલાંની ટીકા કરી હતી.

  મંગળવારે એક નિવેદનમાં WHOના ડાયરેક્ટર જનરલે કહ્યું કે તેઓ બોત્સ્વાના અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા આ નવા વેરિઅન્ટને લઈને અત્યંત ચિંતિત છે. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે આ વેરિઅન્ટ મળ્યા બાદ ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાના દેશો પર ટ્રાવેલ બેન લગાવી દીધો છે.

  આ પણ વાંચો: ઓનલાઈન ગાંજાની દાણચોરીમાં Amazonને આરોપી બનાવનારા SPની બદલી, CAITએ કરી આકરી નિંદા

  ભારતમાં તેની અસર શું છે

  ભારતમાં બુધવારે વિદેશથી આવેલા 3476 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી 6 કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. આ પછી તેમના સેમ્પલ જીનોમિક સિક્વન્સિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે પ્રવાસીઓ ‘એટ રિસ્ક’ દેશોમાંથી આવ્યા છે. એટલે કે તે દેશોમાંથી જેમને રિસ્કની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે અને કોરોનાના નવા વેરિઅન્ટ Omicronના કેસ સામે આવ્યા છે.

  આ પણ વાંચો: રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2 ડિસેમ્બરે જ શા માટે મનાવવામાં આવે છે? જાણો તેનો ઇતિહાસ, મહત્વ અને થીમ

  મધરાતથી સાંજના 4 વાગ્યા સુધી કુલ 11 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ‘એટ રિસ્ક’ દેશોમાંથી ઉતરી હતી. તેમાં 3476 મુસાફરો સવાર હતા. આ મુસાફરોનો જ્યારે RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો તો 6 મુસાફરો પોઝિટિવ જણાયા હતા. 30 નવેમ્બરના રોજ અપડેટ કરાયેલી યાદી અનુસાર, જોખમ ધરાવતા દેશો (એટ રિસ્ક)માં યુરોપીયન દેશ, યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલ છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Coronavirus, Omicron, Omicron variant, Who, World health organization

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन