રાજ્યસભા ચૂંટણી: UPમાં જાણો કઈ રીતે પાડ્યો BJPએ ખેલ, સપા-બસપા થઈ ફેલ

News18 Gujarati
Updated: March 24, 2018, 2:08 PM IST
રાજ્યસભા ચૂંટણી: UPમાં જાણો કઈ રીતે પાડ્યો BJPએ ખેલ, સપા-બસપા થઈ ફેલ

  • Share this:
ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા સીટો માટે શુક્રવારે થયેલ મતદાન અને કાઉન્ટિગ કોઈ એક્શન થ્રિલર કે ટી-20 મેચ જેવું રોમાંચિત હતું. મતદાન દરમિયાન બદલાતા સમીકરણ, ક્રોસ વોટિંગ, અફવાઓના મારાઓ વચ્ચે બધા પક્ષો પોતાની જીતનો દાવો કરતાં હતાં.

બીજેપીએ 10માંથી 9 સીટો જીતીને 14 માર્ચના રોજ ગોરખપુર અને લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પછી વાપસી કરી છે. જ્યારે બસપા ઉમેદવારની હાર પછી માયાવતી અને અખિલેશ વચ્ચે 2019 લોકસભા ચૂંટણીમાં ગઠબંઘન માટે બધાની નજર તેમની પર છે.

બસપાએ પેટાચૂંટણીમાં સપા ઉમેદવારને એ જ શરત પર સમર્થન આપ્યું હતું કે તેના બદલામાં એક ઉમેદવાર ઉચ્ચ સદનમાં જશે. જોકે આવું થઈ ન શક્યું. જોડતોડના ગણિતમાં બીજેપીના અનિલ અગ્રવાલે બસપાના ભીમરાવ આંબેડકરને હરાવી દીધા. 21 માર્ચે ચા અને ડિનર ડિપ્લોમસીથી શરૂ થયેલા સંખ્યા મેળવવા માટેના સફરમાં બીજેપીના 8 અને સપાના એક ઉમેદવારની જીત તો પાક્કી હતી. પરંતુ 10મી સીટ પર બીજેપી સમર્થિત અનિલ અગ્રવાલ મેદાનમાં ઉતારવાથી મુકાબલો રોમાંચક થઈ ગયો.

જેના પછી શરૂ થયો રાજનૈતિક અંકગણિતનો ખેલ. આની શરૂવાત 21 માર્ચથી થઈ જ્યારે સપાએ પોતાના અન્ય નિર્દલીય સાંસદોને ડિનર પર આમંત્રિત કર્યા.

આ પહેલા બુધવારે સવારે સપા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટી કાર્યાલયમાં પોતાના સાંસદોની મીટિંગ બોલાવી. આ બેઠકમાં 46 (એક સાંસદ હરિઓમ યાદવ જેલમાં બંધ હતા)ની જગ્યાએ 40 જ આવ્યાં. કાકા શિવપાલ પણ ન આવ્યાં. આ પછી ચર્ચા થવા લાગી કે કાકાક હજી અખિલેશથી ગુસ્સે છે. પછી ખબર આવી કે કાકા લખનવ હતાં તે ત્યાંથી અખિલેશને મળવા પહોંચ્યા હતાં.

શિવપાલ પછી સસ્પેન્સ જેવા હતાં રાજા ભૈયાકૂંડાના સાંસદ રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાને પણ પોતાના પક્ષમાં લાવવા એક મોટો પડકાર હતો. ડિનરમાં તેમના અને નિર્દલીય સાંસદ વિનોદ સરોજના સામેલ થવા પર પણ સસ્પેન્સ બરકરાર હતો. સતત આવતી ખબરોની વચ્ચે વાત આવી કે અખિલેશે રાજા ભૈયા સાથે ફોન પર વાત કરી દીધી છે અને તે ડિનરમાં સામેલ થશે. સપાના ડિનર ડોપ્લોમલી વચ્ચે મુખ્યમંત્રીએ પાર્ટી અને સહયોગી દળના સાંસદોને પોતાના સરકારી આવાસ પર ચા માટે આમંત્રિત કર્યાં.

આ દરમિયાન હોટલ તાજમાં યાદવ કૂનબા અને પાર્ટી સાંસદોનો જમાવડો શરૂ થઈ ગયો. પરંતુ બધાની નજર બે જ માણસો પર હતી શિવપાલ અને રાજા. જો કે કાકા શિવપાલ તો આવી પહોંચ્યા અને અખિલેશે તેમનું ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું પરંતુ રાજાભૈયા આવ્યાં નહીં. પરંતુ શિવપાલના ગયા પછી બીજા દરવાજેથી રાજા ભૈયાની પણ એન્ટ્રી થઈ અને તેમનું પણ સ્વાગત ઘણી જ સારી રીતે કરવામાં આવ્યું. આ દરમિયાન રાજા ભૈયાની સપા ઉમેદવાર જયા બચ્ચન સાથે ઘણી લાંબી વાતચીત કરી. આનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે રાજા માયાવતી સાથે પોતાની જુની અદાવત ભૂલ્યાં નથી. તે વોટ તો કરશે પરંતુ કોને એ રહસ્યુ ઘુટાંતુ હતું.

એ ક્ષણ પણ આવી જ્યારે રાજા ભૈયા પોતાનું વલણ સાફ કરતાં કહ્યું કે અખિલેશની સાથે છું. રાજાના આ નિવેદન પરથી સાફ થઈ ગયું કે તેમનો વોટ સપાને જશે પરંતુ કોને વોટ કર્યો હશે જયા બચ્ચનને કે બસપા ભીમરાવ આંબેડકરને?

22 માર્ચને પણ લંચ અને ડિનર ચાલ્યું
બુધવારે થયેલ ડિનર ડિપ્લોમસીની વચ્ચે ખબર પડી કે કોંગ્રેસે ગુરૂવારે પોતાના વિધાયકોને લંચ પર આમંત્રિત કર્યા છે. માયાવતીએ પણ મિટીંગ અને ડિનરનું આયોજન કર્યું. સપાના એમએલસીએ પણ ડિનરનું આયોજન કર્યું જેમાં મુલાયમ પણ આવવાના હતા. ગુરૂવારે જ જેલમાં બંધ બસપાના મુખ્તાર અંસારી અને સપાના હરિઓમ યાદવને વોટ આપવા માટે કોર્ટ પાસેથી મંજૂરી માંગી. આ વચ્ચે દરેક દળો પોતાની જીતનો દાવો કરવા લાગ્યા. ત્યારે જ ખબર આવી કે માયાવતીએ અખિલેશ પાસે એ નવ જણની યાદી માંગી જે તેમને વોટ કરવાના છે અને આ હલચલ વચ્ચે માયાવતીને એ લિસ્ટ પણ આપવામાં આવી.

હવે ડિનર ડિપ્લોમસી શરૂ થાય તેની રાહ જોવાઈ રહી હતી. બસપાની બેઠકમાં 19માંથી 18 સાંસદો આવ્યાં. જોકે જેલમાં બંધ મુખ્તાર જ આવ્યાં ન હતાં. મુખ્યમંત્રીએ પણ પોતાના ઘરે પાર્ટીના સાંસદો અને સહયોગી દળોને આમંત્રિત કર્યા હતાં. આ બધા વચ્ચે ચોંકાવનારી ઘટના બની કે કોર્ટ પાસેથી જેલમાં બંધ મુખ્તાર અંસારી અને હરિઓમ યાદવને વોટ નાંખવા માટે જવાની મંજૂરી ન મળી.

આવી રીતે બગડ્યું પક્ષ-વિપક્ષનું અંકગણિત
ઉન્નાવના એક સાંસદ બસપાની જગ્યાએ સીએમ યોગી પાસે ગયા. આ ઉપરાંત નિર્દલીય અમનમણિ ત્રિપાઠી અને સપાના સાંસદ નિતિન અગ્રવાલ પણ બીજેપીમાં જતાં રહ્યાં. નિષાદ પાર્ટીના વિજય મિશ્રા પહેલાથી જ બીજેપીને સમર્થન આપવાની જાહેરાત કરી ચુક્યાં હતાં.

રાતે આશકે 10 વાગે આટલો મોટો ઉલટફેર થવાથી એકવાર ફરી વિપક્ષનું ગણિત બગડી ગયું. હવે અંકોની રમતમાં બીજેપીની પાસે કુલ 329 સાંસદ હતા. તેને પોતાના નવ ઉમેદવાર જીતાડવા માટે 333 વોટ જોઈએ. એટલે 4 સાંસદ જ ઓછા હતાં. એટલે બધી આશા ક્રોસ વોટિંગ પર લાગેલી હતી. જ્યારે વિપક્ષની વાત કરીએ તો સાંસદોનો આંકડો 76થી ઘટીને 71 થઈ ગયો. બે ઉમેદવારોને જીતાડવા માટે 74 વોટ કોટા જોઈએ એટલે 3 વોટ ઓછા હતાં. આ અંકોની તોડજોડમાં જ આખી રાત જતી રહી.

ક્રોસ વોટિંગે વધારી નેતાઓની ઘડકન
23 માર્ચની સવારે નવ વાગ્યે વિધાનસભાના તિલક હોલમાં વોટિંગ શરૂ થઈ. સૌથી પહેલા સપાના શિવપાલ યાદવે વોટ કર્યો. વોટિંગ શરૂ થયા બાદ પહેલા ક્રોસ વોટિંગની ખબર આવી જે ઉન્નાવના સાંસદ અનિલ સિંહે કર્યું હતું.

અનિલ સિંહે પોતાના અંતરઆત્માની અવાજ સાંભળીને યોગી આદિત્યનાથને વોટ કર્યો. આ પછી નિતિન અગ્રવાલ,અમનમણિ,વિજય મિશ્રાએ પણ બીજેપીને વોટ કર્યા. સપા અને કોંગ્રેસના નેતા ક્રોસ વોટિંગથી બચવા સાથે વોટિંગ કરવા ગયા. આ બધા વચ્ચે રાજા ભૈયાએ ટ્વિટ કર્યું કે, ન હું બદલાયો છું ન મારી વિચારધારા ,હું અખિલેશજીની સાથે છું. જેનો અર્થ એવો નથી કે હું બસપાની સાથે છું. આ પછી અખિલેશે પણ ટ્વિટનો જવાબ આપતાં ધન્યવાદ કહ્યું.

આ પછી રાજા ભૈયા મતદાન કરવા પહોંચ્યાં અને મતદાન પછી તે સીએમ યોગીને મળવા પહોંચ્યાં. જેના પછી ફરીથઈ ઉત્સુકતાઓ વધવા લાગી કે રાજા ભૈયાએ કોને વોટ આપ્યો હશે. અફવાઓ અને ક્રોસ વોટિંગની વચ્ચે 4 વાગ્યા સુધી 400 સાંસદોએ વોટિંગ કરી દીધું.

વોટિંગ પછી શું થયું?
જ્યારે પાંચ વાગે મતગણતરી શરૂ થઈ ગઈ ત્યારે ખબર પડી કે સપા અને બસપાના નિતિન અગ્રવાલે અને અનિલ સિંહે પોતાના વોટ પાર્ટીને બતાવ્યાં વગર નાંખ્યા હતાં. આ પછી સપાએ વિપક્ષના ચાર બેલેટ પેપર ફાડવાની ફરિયાદ થઈ. આયોગે મતગણતરી બંધ કરાવી દીધી અને તેના સીસીટીવી ફૂટેજ મંગાવ્યાં. તે પછી ચૂંટણી આયોગે સપા અને બસપાએ આપત્તીઓને નકારતા મતગણતરી શરૂ કરી દીધી છે. રાતે 10.10 કલાકે અનિલ અગ્રવાલે જીતવાની પૃષ્ટિ કરવામાં આવી. બીજેપી જેના પછી જશ્ન કરવામાં જોડાઈ ગયા. યોગીએ કહ્યું કે એકવાર ફરી સાબિત કર્યું કે સપા અવસરવાદી છે, તે લઈ તો શકતી છે પરંતુ આપી નથી શકતી.

( ન્યૂઝ 18 હીન્દીના અમિત તિવારીના આર્ટિકલનું ભાષાંતર) 
First published: March 24, 2018, 12:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading