OPINION: ઝારખંડમાં CMના ચહેરા પર ચૂંટણી લડીને બીજેપી ફરી ગોથું ખાઈ ગઈ

News18 Gujarati
Updated: December 23, 2019, 2:01 PM IST
OPINION:  ઝારખંડમાં CMના ચહેરા પર ચૂંટણી લડીને બીજેપી ફરી ગોથું ખાઈ ગઈ
ન્યૂઝ18 ક્રિએટિવ.

ઝારખંડ રાજ્યનું નેતૃત્વ (Jharkhand Assembly Election Results) અંત સુધી કેન્દ્ર સરકારને કહેતું રહ્યું કે, આજસૂ (AJSU) સાથે ગઠબંધન થઈ જશે, પરંતુ અંતમાં બાજી બગડી ગઈ હતી.

  • Share this:
અનિલ રાય : ઝારખંડના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે તે પ્રમાણે બીજેપી અહીં સરકાર બનાવવામાં નિષ્ફળ રહેશે. એક વાત એમ પણ કહી શકાય કે જ્યાં પણ બીજેપી મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી લડે છે ત્યાં પાર્ટી માટે મુશ્કેલી ઉભી થાય છે. જેનું ઉદાહરણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં જોવા મળ્યું છે. હરિયાણાની ચૂંટણીમાં અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા પર ચૂંટણી લડી હતી, પરંતુ ત્યાં પણ આંકડો બહુમતથી દૂર રહ્યો હતો. જ્યારે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીના કોઈ ચહેરા વગર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 400માંથી 325 બેઠક જીતીને ઇતિહાસ રચ્યો હતો.

મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની વાત કરવામાં આવે તો, જ્યારે 2014માં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી મુખ્યમંત્રીના ચહેરા વગર ચૂંટણી લડી હતી તો ત્યારે અપેક્ષા કરતા વધારે બેઠક મળી હતી. મહારાષ્ટ્રમાં બીજેપી એકલી જ બહુમત નજીક બહોંચી હતી, ઝારખંડમાં બીજેપીના તેના સાથી આજસૂ AJSU સાથે સ્પષ્ટ બહુમત મળ્યો હતો. હરિયાણામાં પણ ભારતીય જનતા પાર્ટી એકલી જ બહુમત નજીક પહોંચી હતી. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી ભલે દાવો કરે કે તેની પાસે સ્થાનિક નેતૃત્વ છે પરંતુ છ રાજ્યની ચૂંટણીમાં સ્પષ્ટ થયું છે કે પાર્ટીને નરેન્દ્ર મોદીના નામ પર વોટ મળે છે, દેશની જનતા વડાપ્રધાન મોદીને પસંદ કરે છે.રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના ચૂંટણી પછી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 300 બેઠક મળી હતી. જે રાજ્યોમાં બીજેપીનો સફાયો થઈ ગયો હતો ત્યાં પણ બીજેપીને સારી એવી બેઠક મળી હતી. હરિયાણા અને ઝારખંડમાં પણ બીજેપીએ લોકસભા ચૂંટણીમાં અપેક્ષાથી વધારે સીટ જીતી હતી. પરંતુ જ્યારે સ્થાનિક નેતાના ચહેરા પર ચૂંટણી થઈ તો ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી સરકાર સરકી ગઈ હતી.


આનાથી સ્પષ્ટ સંકેત છે કે બીજેપીના મુખ્યમંત્રી જનતાની અપેક્ષા પર ખરા નથી ઉતરી રહ્યા. રાજ્યોની ચૂંટણીમાં વડાપ્રધાન ભલે ચૂંટણી પ્રચાર કરે, પરંતુ વોટ આપતી વખતે લોકોને મુખ્યમંત્રી પદ માટે જાહેર થયેલા નેતાનો ચહેરો યાદ આવે છે.

ઝારખંડ વિધાનસભાની જે તસવીર સામે આવી રહી છે તેને થોડી વધારે સમજવાની જરૂર છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં આજસૂને 3.68 ટકા વોટ મળ્યા હતા અને તેણે પાંચ બેઠક જીતી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 32 ટકા વોટ મળ્યા હતા અને પાર્ટી 37 બેઠક પર વિજેતા રહી હતી. બંનેએ ગઠબંધનવાળી સરકાર બનાવી હતી. બાદમાં આજસૂએ 12થી વધારે બેઠકની દાવેદારી કરી હતી. બીજેપી આ માટે તૈયાર થઈ ન હતી. બીજેપીની સ્થાનિક શાખા એ વાતનો કયાસ લગાવવામાં નિષ્ફળ રહી કે આજસૂ આ કરવા જઈ રહી છે! ત્યાં સુધી કે કેન્દ્રીય નેતૃત્વને પણ ખોટી જાણકારી આપવામાં આવી હતી કે, આજસૂને મનાવી લેવામાં આવી છે.
સરયૂ રાયને બરતરફ કરાયા બાદ બાકીની કસર પણ પૂરી થઈ ગઈ હતી, પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ સરયૂ રાય વિરુદ્ધ આટલા આકરા નિર્ણયના મૂડમાં ન હતું. એ વાતને સ્પષ્ટ સંકેત એ વાત પરથી મળે છે કે છેલ્લા એક વર્ષથી સતત સરકાર અને મુખ્યમંત્રી રઘુવર દાસ વિરુદ્ધ નિવેદનો કરવા છતાં પણ તેમને પાર્ટીમાંથી કે મંત્રીમંડળમાંથી કાઢી મૂકવામાં આવ્યા ન હતા. પરંતુ ચૂંટણી પહેલા ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે સરયૂ રાયની ટિકિટ કાપવા માટે સંપૂર્ણ જોર લગાવી દીધું હતું.
First published: December 23, 2019, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading