OPINION: શું અનામતના દાવથી વોટબેન્કને પોતાની તરફ ખેંચી લેશે ભાજપ?

News18 Gujarati
Updated: January 11, 2019, 7:57 AM IST
OPINION: શું અનામતના દાવથી વોટબેન્કને પોતાની તરફ ખેંચી લેશે ભાજપ?
નરેન્દ્ર મોદી અને અમિત શાહ (ફાઇલ ફોટો)

  • Share this:
પ્રાંશુ મિશ્રા

હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હાર બાદ ભાજપ ફરી એકવાર પોતાના મૂળ મતદારો સવર્ણો સુધી પહોંચવાના પ્રયાસમાં લાગી ગઈ છે. જનતાને આકર્ષવા માટે હિન્દુત્વ અને મંદિરના મુદ્દાનો લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ જ્યારે તેનાથી કામ ન બનતું દેખાયું તો ભાજપે ગરીબ સવર્ણો માટે 10 ટકા રિઝર્વેશનની જાહેરાત કરી દીધી. પરંતુ સવાલ એ પણ છે કે શું ભાજપનો આ દાવ કામ કરશે.

બ્રાહ્મણ સાંસદ અમરનાથ મિશ્રાએ કહ્યું કે, ભાજપના આ પગલાથી કોઈ ફાયદો મળવાનો નથી. બ્રાહ્મણ મેરિટમાં વિશ્વાસ રાખે છે. અમે તેને ખતમ કરવા માગીએ છીએ અને ભાજપ તેને વધુ મજબૂત કરવામાં લાગી ગઈ છે. હવે સરકારનો કાર્યકાળ ખતમ થવાના સમયે આ પ્રકારની જાહેરાત કરવી સમગ્રપણે રાજકારણ છે.

જોકે, ભાજપે ફરીથી એક મુશ્કેલ પગલું ઉઠાવવાનો નિર્ણય કર્યો કારણ કે પાર્ટીને એવું લાગે છે કે તેમનો પારંપરિક મતદાર નોટબંધી અને જીએસટીના કારણે બીજી પાર્ટીઓ તરફ ખસકી શકે છે. પરંતુ આ બધું મનોમંથનની વચ્ચે એક વાત નક્કી છે કે રિઝર્વેશન આપવા છતાંય નોકરીઓ ક્યાં છે?

જો કોઈ એક ક્ષેત્ર છે જેમાં ભાજપ 'અનામત કાર્ડ'નો ઉપયોગ કરીને પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે જોઈ રહી છે તો તે છે હિન્દીભાષી રાજ્યોના રિઝર્વ મતવિસ્તાર. જ્યારે તમામ ઉમેદાવર રિઝર્વ વર્ગમાંથી આવે છે ત્યારે તેમની જાતિ અપ્રાસંગિક થઈ જાય છે અને જાતિ આધારિત રાજકારણમાં, રિઝર્વ સીટો પર મતદાન સામાન્ય રીતે પાર્ટી લાઇનને ધ્યાનમાં લઈને થાય છે.

આ પણ વાંચો, સવર્ણ અનામત: સંસદમાં પાસ થયાના બીજા જ દિવસે સુપ્રીમમાં પિટિશનઆ સીટો પર મતદાન બાદ સવર્ણ જાતિઓના વોટ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થાય છે. જો ભાજપના પક્ષમાં ઊંચી જાતિઓનું સમર્થન રહે તો સ્પષ્ટ રીતે પલડું ભાજપ તરફી રહી શકે છે. ઉત્તર પ્રદેશમાં જ 18 એસસી સીટો રિઝર્વ છે.

જોકે, આ મામલામાં સિનિયર પત્રકાર રામદત્ત ત્રિપાટી અલગ મત ધરાવે છે. તેઓ કહે છે કે, છેલ્લા બે દશકોમાં ઉચ્ચ જાતિઓ માનસિક બદલાવમાંથી પસાર થઈ છે. યુવક હવે સરકારી નોકરીઓ પર નિર્ભર નથી. આ ઉપરાંત, સરકારી ક્ષેત્રમાં ભાગ્યે જ કોઈ નોકરી હોય.

રસપ્રદ વાત એ છે કે તમામ પાર્ટીઓ, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના મંડલ દળોએ આ બિલનું સમર્થન કર્યું કે પછાત સમુદાયો માટે કોટા તેમની જનસંખ્યાના સાપેક્ષમાં વધારવામાં આવે. કેટલીક પાર્ટીઓએ 20111ના ગ્રામ્ય અને શહેરી જાતિય વસ્તી ગણતરીની માંગ કરી છે અને આંકડાઓને સાર્વજનિક કરવાની માંગ પણ કરી છે.

માયાવતીની નેતૃત્વવાળી બહુજન સમાજ પાર્ટીએ મુસલમાનો માટે કોટા અને એસસી/એસટી માટે નિયત કરવામાં આવેલી હાલની જોગવાઈઓની સમીક્ષાની માંગ કરી છે. આ મામલે અત્યાર સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અનામત મુદ્દે મૌન સાધી રાખ્યું છે.

ભાજપ આશા રાખી રહ્યું છે કે રામ મંદિર અને સવર્ણ અનામતનો મુદ્દો ભાજપને 2014ની લોકસભા ચૂંટણી જેવી સફળતાનું પુનરાવર્તન કરવામાં મદદ કરી શકે છે. ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ લોકસભામાં સૌથી વધુ છે. એવામાં આગામી 2019 ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ નિર્ણાયક સાબિત થવાનું છે. વાપસી માટે પ્રયાસરત કોંગ્રેસ અને લાંબા સમય સુધી સપા અને બસપા ગઠબંધન માટે આ પડકારપૂર્ણ સાબિત થઈ શકે છે.
First published: January 10, 2019, 5:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading