Home /News /national-international /

બંગાળમાં મજબૂત થઈ રહી છે બીજેપીની પકડ, તો રણનીતિ બદલવા મજબૂર થયા મમતા!

બંગાળમાં મજબૂત થઈ રહી છે બીજેપીની પકડ, તો રણનીતિ બદલવા મજબૂર થયા મમતા!

મમતા બેનર્જી (ફાઇલ ફોટો)

મમતા બેનર્જીએ ત્યાં સુધી કહ્યું હતું કે તેઓ બીજેપી વિરુદ્ધ લડવા માટે રાષ્ટ્રીય સ્તરે ડાબેરી પક્ષો અને કોંગ્રેસ સાથે હાથ મિલાવવા તૈયાર છે, જોકે રાજ્યમાં લડાઈ ચાલુ રહેશે

  (અનિતા કાત્યાલ)

  તૃણમૂલ સુપ્રીમો અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વર્ષો સુધી પોતાના ગૃહ રાજ્ય પશ્ચિમ બંગાળમાં કમ્યુનિસ્ટોની વિરુદ્ધ લાંબી લડાઈ લડી અને અંતે વર્ષ 2011માં દાયકાઓ જૂની લેફ્ટ ફ્રન્ટ સરકારને ઉખાડી ફેંકી. વાસ્તવમાં તેઓ પોતાના મિશનમાં એટલા પ્રેરિત હતા કે તેઓએ 1998માં કોંગ્રેસ પણ છોડી દીધું કારણ કે તેમનું માનવું હતું કે કોંગ્રેસ પાર્ટી ડાબેરીઓ સામે લડવા માટે ગંભીર નહોતી અને હકિકતમાં બંનેની વચ્ચે એક મૌન સમજૂતી બનેલી હતી. પરંતુ એક દાયકાથી પણ ઓછા સમય બાદ તેઓએ લેફ્ટ ફ્રન્ટને નબળો પાડી દીધો અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની કક્ષા મામૂલી ખેલાડીની કરી દીધી. જોકે, હવે બેનર્જીને બંને પક્ષોની સાથે પોતાના સંબંધો પર ફરી એકવાર વિચારવા માટે મજબૂર થવું પડ્યું છે.

  ટીએમસી ચીફ માટે મોટો ચિંતાનો વિષય બીજેપી છે, જે રાજ્યમાં સસત પોતાની સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના પરણિામે, મમતાએ ડાબેરી પક્ષો અને કોંગ્રેસની વિરુદ્ધ નિવેદન આપવાનું બંધ કરી દીધું છે અને બીજેપી સામે લડવા માટે પોતાની ઉર્જા પર ધ્યાન કેન્દ્રીય કરી દીધું છે, જેનો સાંપ્રદાયિક એજન્ડા પશ્ચિમ બંગાળ, ખાસ કરીને બાંગ્લાદેશની સીમા પાસે આવેલા વિસ્તારોમાં ખૂબ ગૂંજી રહી છે.

  સીપીએમ પ્રતિ તૃણમૂલનું નરમ વલણ ત્યારે જોવા મળ્યું જ્યારે ડાબેરી પક્ષોએ હાલમાં જ કોલકાતમાં એક વિશાળ રેલી કરી. પહેલાના સમયમાં જિલ્લા એન ગામોમાં તૃણમૂલનું કેડર ધમકતું હતું અને ત્યાં સુધી કે હિંસાનો સહારો લેતા હતા. તેનાથી સતત ઘટી રહેલા ડાબેરી સમર્થક રેલમાં નહોતા જતા.

  આ પણ વાંચો, ન્યૂઝ18ના 'એજન્ડા ઈન્ડિયા' કોનક્લેવમાં સામેલ થશે રાજકારણના આ દિગ્ગજ

  એવામાં તૃણમૂલે અપ્રત્યક્ષ રીતે કમ્યુનિસ્ટોને આ સુવિધા આપી કે તે પોતાની તાકાત બતાવી શકે. તૃણમૂલ તેમની વિરુદ્ધ કાર્યવાીહ પણ ધીમી કરી રહી છે એવામાં માકપા કાર્યકર્તા ધીમે-ધીમે પોતાને આગળ વધારી રહ્યા છે. આ તૃણમૂલ પ્રમુખના હિતમાં છે કે લેફ્ટ ફ્રન્ટ અને કોંગ્રેસ પશ્ચિમ બંગાળથી સમગ્ર પણે બહાર નથી.

  ક્ષેત્રમાં તેમની ઉપસ્થિતિ તૃણમૂલ વિરોધી મતોમાં વિભાજનને સુનિશ્ચિત કરે છે, જો વિપક્ષ તેમાં નિષ્ફળ રહે તો ત્યાં બીજેપી પોતાનું સ્થાન બનાવી લેશે.

  તૃણમૂલ કોંગ્રેસને એવો અહેસાસ થયો છે કે ડાબેરી પક્ષોનો સફાયો કરવાના ઉત્સાહમાં તેઓએ પોતાના કાર્યકર્તાઓને બીજેપીના પક્ષમાં ધકેલી દીધા છે જેઓ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં ડાબેરીઓની અસર જે રીતે ઘટી રહી છે, તેવી જ ઝડપથી બીજેપીની વધી રહી છે.

  લેફ્ટ ફ્રન્ટના વોટ શેરમાં વધુ ઘટાડો બીજેપીને ફાયદો કરાવશે. દોડમાં આગળ રહેવાના પ્રયાસમાં તૃણમૂલ કોંગ્રેસ માટે બીજેપીની ઘેરવી જરૂરી ગઈ ગઈ છે અને તેના માટે એ જરૂરી છે કે ડાબેરી પક્ષો અને કોંગ્રેસનો સંયુક્ત વોટ શેર 25 ટકાથી નીચે ન જાય.

  આ પણ વાંચો, આયા રામ-ગયા રામ નેતા: કોણે ભાજપને કર્યા રામ રામ? કોણે છોડ્યો કૉંગ્રેસનો સાથ?

  આ સુનિશ્ચિત કરવા માટે કે સીપીએમ અને કોંગ્રેસનો સફાયો નથી થયો, બેનર્જી તે સીટો પર ઘણા નબળા ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે, જ્યાં આ પાર્ટીઓને જીતવાની તક છે. ઉદાહરણ માટે, તૃણમૂલે જંગીપરુમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જી અને રાયગંજમાં દિગંવત પ્રિયંરજન દાસ મુંશીની પત્ની દીપા દાસમુંશીની વિરુદ્ધ નબળા ઉમેદવારોના નામ આપ્યા છે.

  હાઇ-પ્રોફાઇલ જાદવપુર સીટથી આ વખતે ફિલ્મ સ્ટાર મિમી ચક્રવર્તીને ટીએમસીએ ટિકિટ આપી છે. આ સીટ પર પહેલા મમતા બેનર્જી સાંસદ રહી ચૂક્યા છે. તેની સાથે જ લોકસભા સ્પીકર રહેલા દિવંગત સોમનાથ ચેટર્જી પણ આ સીટથી સાંસદ હતા. કોંગ્રેસ આ સીટથી કોઈ ઉમેદવાર નથી ઉતાર્યો એન બાંકુરા સીટ છોડવાની પણ યોજના બનાવી છે જ્યાં તૃણમૂલે અનુભવી નેતા સુબ્રત મુખર્જીને મેદાનમાં ઉતાર્યા છે.

  તેનાથી જાણવા મળે છે કે વિશેષ મતદાન ક્ષેત્રોમાં ચાર સીટોવાળી પ્રતિયોગિતાથી બચવા માટે મજબૂત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કારણ કે બીજેપીને ફાયદો થઈ શકે છે. જ્યારથી બીજેપીએ બંગાળમાં પોતાનો વિસ્તાર વધાર્યો છે ત્યારથી બેનર્જી વિપક્ષી એકતાના હિમાયતી થઈ ગયા છે.

  છેલ્લા બે વર્ષમાં ટીએમસી નેતા કોંગ્રેસ અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધી તરફથી બોલાવવામાં આવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાંપણ જોવા મળ્યા. ગયા વર્ષે કર્ણાટકમાં કોંગ્રેસ-જનતા દળ (સેક્યુલર) સરકારના શપથ ગ્રહણ સમારોહમાં જેમાં ડાબેરી નેતા સીતારામ યેચૂરી અને ડી રાજા પણ સામેલ હતા, તેમાં મમતા બેનર્જી સામેલ થયા હતા.

  તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો બંનેએ સંસદમાં મોદી સરકારને સાધવામાં અન્ય વિપક્ષી પાર્ટીઓની સાથે મળી કામ કર્યું છે.

  આ વર્ષની શરૂઆતમાં બેનર્જીએ ત્યાં સુધી કહ્યું હતું કે તેઓ બીજેપીની વિરુદ્ધ લડવા માટે રાષ્ટ્રીય સ્તરે ડાબેરી પક્ષો અને કોંગ્રેસની સાથે હાથ મેળવવા માટે તૈયાર હતા, જોકે રાજ્ય સ્તરે લડાઈ ચાલુ રહેશે. હવે માત્ર સમય જ કહેશે કે તૃણમૂલ સુપ્રીમો પોતાના કિલ્લાની રક્ષા કરવાના પોતાના પ્રયાસમાં સફળ રહે છે કે નિષ્ફળ.

  (આ પત્રકારના અંગત વિચાર છે.)
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Lok sabha election 2019, TMC, West bengal, ભાજપ, મમતા બેનરજી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन