Inside Story: મહારાષ્ટ્રમાં કેવી રીતે બન્યો BJPની સરકાર રચવાનો રોડમૅપ?

News18 Gujarati
Updated: November 23, 2019, 11:57 AM IST
Inside Story: મહારાષ્ટ્રમાં કેવી રીતે બન્યો BJPની સરકાર રચવાનો રોડમૅપ?
મહારાષ્ટ્રના રાજ્યપાલે દિલ્હીનો પ્રવાસ અચાનક કેમ રદ કરી દીધો હતો તેનો ખુલાસો ફડણવીસે શપથ ગ્રહણ કરતાં થયો!

મહારાષ્ટ્રના રાજ્યપાલે દિલ્હીનો પ્રવાસ અચાનક કેમ રદ કરી દીધો હતો તેનો ખુલાસો ફડણવીસે શપથ ગ્રહણ કરતાં થયો!

  • Share this:
અનિલ રાય, નવી દિલ્હી : મહારાષ્ટ્ર (Maharashtra)માં એક પછી એક બીજેપી (BJP)ની સરકાર બની ગઈ છે, પરંતુ આ સરકાર કેવી રીતે બની તેની પર હજુ સુધી સસ્પેન્સ કાયમ છે. બીજેપી કંઈક મોટું કરવા જઈ રહી છે એ વાતનો અંદાજો એ વાતથી આવવાનો શરૂ થઈ ગયો હતો જ્યારે અચાનક રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)એ પોતાનો દિલ્હી (Delhi) પ્રવાસ રદ કરી દીધો હતો. રાજનીતિના જાણકાર આ વાતને સમજી રહ્યા હતા કે શિવસેના (Shiv Sena)ને સરકાર રચવા માટે 3 દિવસનો પણ સમય ન આપનારા રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેની રાહ જોતાં પોતાનો દિલ્હી પ્રવાસ કેમ રદ કરી દીધો. જોકે, આજ સવારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના શપથ ગ્રહણની સાથે જ તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે કે અંતે રાજ્યપાલે દિલ્હી પ્રવાસ કેમ રદ કરી દીધો હતો.

મોટા નેતાઓએ બેકડૉરથી રમત રમી

આ સરકારની રચનાની સૌથી ખાસ વાત એ રહી કે જે ચહેરાં દેશમાં સરકાર બનાવવા માટે ઓળખાય છે તે બધા સરકાર રચવાની પ્રક્રિયાથી દૂર રહ્યા. બીજેપી તરફથી જ્યાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે એનસીપી નેતાઓ સાથે કોઈ પ્રકારની બેઠકથી પોતાની જાતને દૂર રાખ્યા, બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ પણ બેઠકોથી દૂર રહ્યા. આ ઉપરાંત, એનસીપી નેતા અજિત પવાર પણ બીજેપીની સાથે સરકાર રચવાની બેઠકોથી દૂર રહ્યા. આ તમામ નેતાઓનું વલણ જોવાથી સ્પષ્ટ થાય છે કે સરકાર રચવાની પ્રક્રિયા પૂરી થતાં પહેલા બંને પાર્ટીઓએ મીડિયા અને કૉંગ્રેસ-શિવસેનાનું ધ્યાન બીજી તરફ રાખ્યું, જ્યાં સુધી સરકાર રચવાનો રોડમૅપ પૂરી રીતે ફાઇનલ ન થઈ જાય તેની જાણ કોઈને ન થઈ. બંને પાર્ટીઓને ખબર હતી કે જો બંને પાર્ટીઓ વચ્ચે વાત નહીં બને તો ભવિષ્યમાં તેનાથી નુકસાન પણ થઈ શકે છે.

આ પણ વાંચો, મહારાષ્ટ્રના CM તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ, 'રાજ્યમાં ખીચડી સરકાર ન જોઈએ'

અજિતે પહેલા શરદ પવારને સમજાવવાનો પ્રયાસ કર્યો

સૂત્રોનું માનીએ તો એક તરફ જ્યાં એનસીપી શિવસેનાની સાથે સતત સરકાર રચવાના પ્રયાસ કરી રહી હતી, બીજી તરફ અજિત પવાર સતત શરદ પવાર પર બીજેપીને સમર્થન આપવાનું દબાણ કરી રહ્યા હતા. એવામાં 22 નવેમ્બરની રાત્રે અજિત પવારને લાગ્યું કે શરદ પવાર બીજેપીની સાથે જવા તૈયાર નથી અને શિવસેના-એનસીપી અને કૉંગ્રેસની સરકાર બનશે. ત્યારબાદ અજિત પવારે તાત્કાલીક પાર્ટી તોડવાનો નિર્ણય લઈ લીધો.લોકસભા ચૂંટણીમાં પણ અજિત અને શરદની વચ્ચે મતભેદ સર્જાયા હતા

એનસીપીમાં શરદ પવારના વારસાને લઈ પહેલા પણ સુપ્રિયા સુલે અને અજિત પવાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી અને તેનો અણસાર લોકસભા ચૂંટણી દરમિયાન પણ સામે આવ્યો હતો. તે સમયે અજિત પવારના દીકરા પાર્થને ટિકિટ આપવાના મામલે પણ શરદ પવાર અને અજિત પવારની વચ્ચે મતભેદ થવાના અહેવાલ આવ્યા હતા. તે સમયે પાર્થના ચૂંટણી લડવા પર શરદ પવારે વાંધો ઉઠાવ્યો હતો અને તેની ટિકિટ કાપી દીધી હતી.

આ પણ વાંચો,

સુશીલ મોદીનો સંજય રાઉત પર કટાક્ષ : ચાણક્યના ટ્વિટની પ્રતીક્ષા
મહારાષ્ટ્રમાં ઘમાસાણ : શરદ પવારે કહ્યુ- આ નિર્ણય એનસીપીનો નથી, સવારે 7 વાગ્યે જ જાણ થઈ
First published: November 23, 2019, 11:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading