RSS નહીં પૈસાના કારણે થઈ હતી હત્યા? CIDએ એક પાસબુકથી ઉકેલ્યો મુર્શિદાબાદ ટ્રિપલ મર્ડર કેસ

News18 Gujarati
Updated: October 15, 2019, 2:34 PM IST
RSS નહીં પૈસાના કારણે થઈ હતી હત્યા? CIDએ એક પાસબુકથી ઉકેલ્યો મુર્શિદાબાદ ટ્રિપલ મર્ડર કેસ
8 ઑક્ટોબરે મુર્શિદાબાદમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. (ફાઇલ તસવીર)

ઘરેથી મળી ગેરકાયદેસર ચલાવવતી આવતી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમની પાસબુકો, સીઆઈડીએ આવી રીતે ઉકેલ્યો કેસ

  • Share this:
કોલકાતા : પશ્ચિમ બંગાળના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ટીમે મુર્શિદાબાદ ટ્રિપલ મર્ડર કેસને ઉકેલવાનો દાવો કર્યો છે. પોલીસે આ કેસમાં ઉત્પલ બેહારા નામના સંદિગ્ધની પણ ધરપકડ કરી છે. ઉત્પલ સાગરદિધીના શાહપુર ગામનો રહેવાસી છે, આ ગામ મુર્શિદાબાદના જાંગીપર સબ-ડિવિઝનમાં આવે છે.

મુર્શિદાબાદના જિઆગંજ મોહલ્લામાં 8 ઑક્ટોબરે એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે બંધુ પ્રકાશ પાલ (35), તેમની ગર્ભવતી પત્ની બ્યૂટી પાલ (28) અને દીકરા આંગન પાલ (6)ની લોહીથી ખરડાયેલી લાશ તેમના ઘરેથી મળી આવી હતી. તમામના શરીર પર ચાકૂ મારવાના નિશાન હતા, જ્યારે બાળકનું ગળું પણ દબાવવામાં આવ્યું હતું. પહેલા બંધુ પ્રકાશ પાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકર્તા હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ પરિવારે તેનો ઇન્કાર કર્યો છે.

ઘરેથી મળી ફિક્સ્ડ ડિપોઝિટની પાસબુક

સીઆઈડી મુજબ, હજુ સુધીની તપાસમાં તેમને કેટલાક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે, જેનાથી સાબિત થાય છે કે હત્યા અંગત કારણોથી કરવામાં આવી. તેનો કોઈ રાજકીય આધાર નથી. સીઆઈડી ટીમનું કહેવું છે કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બંધુ પ્રકાશ પાલ ગેરકાયદેસર રીતે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ચલાવી રહ્યો હતો. પોલીસને તેના ઘરેથી એક પાસબુક પણ મળી છે. આ પાસબુકથી જાણવા મળ્યું કે, બંધુ જે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ચલાવી રહ્યો હતો, તેઓ ઘણે અંશે ચિટફંડ જેવી હતી, પરંતુ તેમાં રકમ ઓછી રહેતી હતી. મોટાભાગે આર્થિક રીતે નબળા અને ગરીબ લોકો બંધુના માધ્યમથી એકાઉન્ટ ખોલાવતા હતા.

આરોપીને પહેલાથી જ જાણતો હતો પરિવાર

સીઆઈડી ટીમને તપાસ દરમિયા એ પણ જાણવા મળ્યું કે, બંધુ પાલ પહેલા શાહપુર ગામમાં આરોપી ઉત્પલ બેહારાના ઘરની પાસે જ રહેતો હતો. હાલમાં જ તેના પરિવારની સાથે જિઆગંજ શિફ્ટ કર્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શાહપુરમાં રહેવા દરમિયા બંધુએ ઉત્પલને ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં પૈસા રોકવા માટે કહ્યું હતું.પોલીસ અને સીઆઈડીને આપેલા નિવેદનમાં ઉત્પલ બેહારાએ જણાવ્યું કે, નિયમ મુજબ ફિક્સ્ડ ડિપોઝિટ પાક્યા બાદ તેને 48 હજાર રૂપિયા મળતા. તેણે બંધુ પ્રકાશ પાલ પાસેથી પોતાના પૈસા પાછા માંગ્યા હતા, પરંતુ બંધુએ પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

પૈસા માટે હત્યા કરી

પોલીસ મુજબ, અનેકવાર માંગ્યા બાદ પણ જ્યારે બંધુ પૈસા પરત નહોતો કરતો, તો 5 ઑક્ટોબરે ઉત્પલ બંધના જિઆંગંજ સ્થિત ઘરે ગયો. ઉત્પલનો દાવો છે કે ત્યાં બંધુએ તેની સાથે મારપીટ અને ખરાબ વર્તન કર્યુ અને પૈસા માંગતા ખરાબ પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી.

પોલીસને આપેલા નિવેદનમાં ઉત્પલે કહ્યુ કે, અપમાન્તિ થયા બાદ તે ગુસ્સામાં હતો. 8 ઑક્ટોબરે તે ફરી બંધના ઘરે ગયો. દીવાલ કૂદીને અંદર ઘૂસ્યો અને બંધુ, તેની પત્ની બ્યૂટી અને દીકરાની ચાકૂ મારીને હત્યા કરી દીધી.

ઉત્પલે પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો પણ કબૂલી દીધો છે. આરોપીએ એમ પણ જણાવ્યું કે બંધુના ઘરમાં પ્રવેશતી વખતે પડોશી કૃષ્ણા સરકાર અને રતન કુમાર દાસે તેને જોયો હતો. પોલીસ આ બંનેની પણ પૂછપરછ કરશે.

આ પણ વાંચો,

ચોરીની ફરિયાદ આપતી વખતે PM મોદીની ભત્રીજીએ પોતાની VIP ઓળખ જાહેર કરી ન હતી : દિલ્હી પોલીસ
અહીં બાળકોને કુપોષણથી બચાવવા માટે ગરમ સળિયાના ડામ અપાય છે!
First published: October 15, 2019, 2:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading