દૂર કરાયેલી અનુચ્છેદ 35A કેવી રીતે અસ્તિવત્વમાં આવી હતી?

News18 Gujarati
Updated: August 5, 2019, 12:57 PM IST
દૂર કરાયેલી અનુચ્છેદ 35A કેવી રીતે અસ્તિવત્વમાં આવી હતી?
પ્રતિકાત્મક તસવીર

આઝાદી પછી ઓક્ટોબર, 1947માં મહારાજા હરિ સિંહે ભારત સાથે વિલય-પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.

  • Share this:
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને આર્ટિકલ 35A ખતમ કરવાની જાહેરાત કરી દીધી છે. રદ કરવામાં આવેલી કલમ 35 Aમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાને લઈને કેટલીક વિશેષ જોગવાઈ હતી. આ કલમ રાજ્યને એ નક્કી કરવાનો અધિકાર આપે છે કે સ્થાનિક નાગરિક કોણ છે? જોકે, 1956માં બનેલા જન્મુ-કાશ્મીરના સંવિધાનમાં સ્થાનિક નાગરિકતા નક્કી કરવાની વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી છે. આ કલમ જમ્મુ-કાશ્મીરમાં એવા લોકોને પ્રોપર્ટી ખરીદતા રોકો છે જે સ્થાનિક નાગરિક નથી. આ ઉપરાંત આર્ટિકલ 35 A જમ્મુ કાશ્મીરમાં અસ્થાયી લોકોને સરકારી નોકરી અને સરકારી સહાય મેળવવાથી વંચિત રાખે છે. આર્ટિકલ 35 A પ્રમાણે જમ્મુ-કાશ્મીરની કોઈ છોકરી રાજ્ય બહાર લગ્ન કરે છે તો પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા તેના અધિકારો ખતમ થઈ જાય છે. સાથે જ જમ્મુ-કાશ્મીરની પ્રોપર્ટી સાથે જોડાયેલા તેના બાળકોના અધિકારો પણ ખતમ થઈ જાય છે.

આર્ટિકલ 35 A કેવી રીતે અસ્તિત્વમાં આવી?

આઝાદી પહેલા જમ્મુ-કાશ્મીરના રાજા રહેલા હરિ સિંહે બે નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે રાજ્યની પ્રજા કોને કોને માનવામાં આવશે. આ બે નોટિસ 1927 અને 1933માં જાહેર કરવામાં આવી હતી. આ બંનેમાં જણાવવામાં આવ્યું હતું કે કોણ કોણ જમ્મુ-કાશ્મીરના નાગરિક હશે?

આઝાદી પછી ઓક્ટોબર, 1947માં મહારાજા હરિ સિંહે ભારત સાથે વિલય-પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. તેની સાથે જ ભારતીય સંવિધાનમાં આર્ટિકલ 370 જોડવામાં આવી હતી. આ આર્ટિકલ જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકાર આપે છે. જે બાદમાં જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રની શક્તિ સમિતિ થઈ ગઈ હતી. કેન્દ્ર જમ્મુ-કાશ્મીરમાં રક્ષા, વિદેશ અને સંચાર સંબંધમાં જ દખલ દેતી હતી.

આ પણ વાંચો : આર્ટીકલ 35A હટાવાથી હવે તમે પણ જમ્મુ કાશ્મીર ખરીદી શકશો જમીન

જે બાદમાં 14 મે, 1954ના રોજ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ જાહેર કર્યો હતો. આ આદેશમાં સંવિધાનમાં એક નવી આર્ટિકલ 35 A જોડવામાં આવી હતી. સંવિધાનની કલમ 370 અંતર્ગત આ અધિકાર આપવામાં આવ્યો હતો.રાષ્ટ્રપતિનો આ આદેશ 1952માં તત્કાલિન વડાપ્રધાન જવાહારલાલ નેહરુ અને શેખ અબ્દુલ્લા વચ્ચે થયેલા "દિલ્હી કરાર" બાદ આવ્યો હતો. દિલ્હી કરાર પ્રમાણે જમ્મુ-કાશ્મીર રાજ્યના નાગરિકને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે. 1956માં જમ્મુ-કાશ્મીર સંવિધાન લાગૂ થતાની સાથે જ આ વ્યવસ્થાને લાગૂ કરવામાં આવી હતી.

ખીણના લોકોને શું ડરે છે?

એનડીટીવીના જણાવ્યા પ્રમાણે ગુપ્ત એજન્સીઓને સૂત્રોના માધ્યમથી માલુમ પડ્યું છે કે જો સુપ્રીમ કોર્ટ 35A અંગે કોઈ નિર્ણય લે છે તો પોલીસ વિદ્રોહી થઈ શકે છે, અને મોટા પ્રમાણમાં અશાંતિ ફેલાઈ શકે છે.
First published: August 5, 2019
વધુ વાંચો
अगली ख़बर