Home /News /national-international /ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગઈ, હવે ટ્રક ચલાવીને સારી કમાણી કરે છે આ ભારતીય છોકરી, આપી આ Tips

ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગઈ, હવે ટ્રક ચલાવીને સારી કમાણી કરે છે આ ભારતીય છોકરી, આપી આ Tips

કેનેડામાં ટ્રક ચલાવનાર વ્યક્તિને પણ સારો પગાર મળે છે. (Image credit- cartoq.com)

ભારત જેવા વિકાસશીલ દેશોથી વિપરીત, કેનેડા જેવા દેશો વધુ સારા પગારની ઓફર કરે છે અને તે એક મુખ્ય કારણ છે કે ત્યાં સ્થળાંતરમાં વધારો થયો છે. એટલું જ નહીં, કેનેડામાં ટ્રક ચલાવનાર વ્યક્તિને પણ સારો પગાર મળે છે.

  How an Indian girl went to Canada and became a trucker: ઉત્તર અમેરિકન દેશ કેનેડા હાલમાં ઇમિગ્રન્ટ્સ (immigrants) માટે સૌથી લોકપ્રિય હબ છે. હજારો ભારતીયો ઉચ્ચ અભ્યાસ અને જોબ માટે ભારતમાંથી કેનેડા ગયા છે. ભારત જેવા વિકાસશીલ દેશોથી વિપરીત, કેનેડા જેવા દેશો વધુ સારા પગારની ઓફર કરે છે અને તે એક મુખ્ય કારણ છે કે ત્યાં સ્થળાંતરમાં વધારો થયો છે. એટલું જ નહીં, કેનેડામાં ટ્રક ચલાવનાર વ્યક્તિને પણ સારો પગાર મળે છે અને આપણે ઇન્ટરનેટ પર એવા ઘણા વીડિયો જોયા છે. તાજેતરમાં એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ભારતીય છોકરી જણાવે છે કે તે કેનેડામાં કેવી રીતે ટ્રક ડ્રાઈવર બની.

  આ વિડીયો મલ્લુ ટ્રકર ગર્લ ઇન કેનેડા (Mallu Trucker Girl In Canada) નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ થયો છે. આ વ્લોગમાં કેરળની છોકરી ટ્રક ચલાવવા અંગેના કેટલાંક સવાલોના જવાબ આપે છે, જે તેને ઓનલાઈન પૂછવામાં આવ્યા હતા. એમાંથી એક સવાલ એવો પણ હતો કે તે ટ્રકર કઈ રીતે બની અને કેનેડામાં ટ્રક ડ્રાઈવરની જોબ માટે અપ્લાય કઈ રીતે કરવું.

  તે વિડીયોની શરૂઆતમાં એવું જણાવે છે કે તે એક પ્રોફેશનલ નથી અને તેની પાસે ઇમિગ્રેશનને લઈને મર્યાદિત જ્ઞાન છે. તેણે ઉલ્લેખ કર્યો કે તે થોડા વર્ષો પહેલાં ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા આવી હતી અને તેણે ત્યાં રહીને પૈસા કમાવવા માટે ટ્રક ડ્રાઇવિંગને વ્યવસાય તરીકે પસંદ કર્યો હતો. તેણે સમજાવ્યું કે વ્યક્તિ ઉચ્ચ અભ્યાસ માટે અથવા PR મેળવીને કેનેડામાં સ્થળાંતર કરી શકે છે.

  આ પણ વાંચો: કેરળનો એક ચા વાળો કઈ રીતે બન્યો અસિસ્ટન્ટ પ્રોફેસર? જાણો રફિક ઇબ્રાહિમની સફળતાનું રહસ્ય

  તેણે કહ્યું, કેનેડામાં નોકરીની ઘણી તકો છે અને ટ્રક ડ્રાઇવિંગ તેમાંથી એક છે. તેણે એ ઉલ્લેખ પણ કર્યો હતો કે કેનેડામાં તેના સહિત કામ કરતા લોકો કેનેડામાં નોકરીની અરજી કરવા માટે પૈસા ખર્ચવાની ભલામણ કરશે નહીં કારણ કે તે ખૂબ જ જટિલ પ્રક્રિયા છે અને વ્યક્તિ સાથે છેતરપિંડી થવાની સંભાવના પણ વધુ છે. તે સમજાવે છે કે શ્રેષ્ઠ માર્ગ એ છે કે પ્રથમ કેનેડામાં સ્થળાંતર કરવું અને પછી ટ્રક ડ્રાઇવરની નોકરી અથવા અન્ય કોઈપણ નોકરી માટે અરજી કરવી. આ માટે કન્સલ્ટિંગ એજન્સીનો સંપર્ક કરવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

  " isDesktop="true" id="1155049" >

  તેણે એવું પણ કહ્યું કે, જે લોકોએ PR નથી મેળવ્યું અથવા સ્પાઉસ વિઝા પર કેનેડા આવ્યા છે તેઓ પણ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી માટે અરજી કરી શકે છે. આ દેશમાં ટ્રક ડ્રાઈવરો સાથે સારો વ્યવહાર કરવામાં આવે છે અને તેમને ઘણીવાર એમ્પ્લોયર તરફથી મેડિકલ ઈન્સ્યોરન્સ જેવા લાભો આપવામાં આવે છે. મોટાભાગના ટ્રક ડ્રાઇવરોએ અઠવાડિયામાં 5 દિવસ કામ કરવું પડશે અને તેઓ દિવસમાં લગભગ 12 કલાક કામ કરે છે પરંતુ, તેઓને સારો પગાર પણ મળે છે. ભારતમાં ટ્રકોથી વિપરીત, ડ્રાઇવરો પાસે બંક બેડ, એર કન્ડીશનર હોય છે અને તેમાંના કેટલાક પાસે રસોડું પણ હોય છે જેનો ઉપયોગ તેઓ શિફ્ટ વચ્ચે બ્રેક પર હોય ત્યારે કરે છે.

  આ પણ વાંચો: નોઇડામાં બનશે એશિયાનું સૌથી મોટું અને ભારતનું પહેલું નેટ ઝીરો એમિશન એરપોર્ટ, વાંચો શા માટે આ ડ્રીમ પ્રોજેક્ટ છે

  જોકે, વિડીયોમાં ભારતીય યુવતીએ હાલમાં તે ટ્રક ચલાવીને કેટલી કમાણી કરી રહી છે તે નથી જણાવ્યું, પરંતુ તેણે કહ્યું કે કેનેડામાં લોકો સમય અને કામ માટે સારું પેમેન્ટ આપે છે. ભારતીય યુવતીએ એ પણ જણાવ્યું કે જો કોઈ કેનેડામાં સ્થળાંતર કર્યા પછી આવી નોકરી શોધી રહ્યું હોય તો કેનેડામાં ઘણી ભારતીય માલિકીની ટ્રક કંપનીઓ છે જે નોકરી અને સારા પગારની ઓફર કરી શકે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Canada, Immigration, Indian, Truck Driver, World News in gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन