Home /News /national-international /

કઇ રીતે બીજા વિશ્વ યુદ્ધમાં લાપતા થયેલા પોતાના સૈનિકોને ભારતમાં શોધી રહ્યું છે અમેરિકા?

કઇ રીતે બીજા વિશ્વ યુદ્ધમાં લાપતા થયેલા પોતાના સૈનિકોને ભારતમાં શોધી રહ્યું છે અમેરિકા?

પ્રતિકાત્મક તસવીર (pikist )

બીજા વિશ્વ યુદ્ધ, વિયતનામ યુદ્ધ અને કોરિયાઇ યુદ્ધ દરમિયાન અમેરિકાના લગભગ 82 હજાર સૈનિકો લાપતા થયા હતા. તેમાંથી 400 સૈનિક બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતથી લાપતા થયા હતા

બીજા વિશ્વ યુદ્ધ, વિયતનામ વિશ્વયુદ્ધ અને કોરિયાઇ યુદ્ધ દરમિયાન અમેરિકાના લગભગ 82 હજાર સૈનિકો લાપતા થયા હતા. તેમાંથી 400 સૈનિક બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતથી લાપતા થયા હતા. લાંબા સમયથી અમેરિકન રક્ષા મંત્રાલય તેમના અવશેષો શોધવાનો પ્રયાસો કરી રહ્યું હતું. હવે આ માટે તેમણે ગુજરાતના નેશનલ ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની મદદ લીધી છે. પરંતુ સવાલ એ થાય છે કે લગભગ 8 દાયકા બાદ આ સૈનિકોની નિશાનીઓ કઇ રીતે શોધવી?

પોતાના સૈનિકોના અવશેષો શોધી રહ્યું છે US

પોતાના સૈનિકોને જીવનકાળ દરમિયાન શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં અમેરિકાનું નામ લેવામાં આવે છે. જ્યારે મરણોપરાંત પર ત્યાં સૈનિકોને સંપૂર્ણ સન્માન મળે છે. તે જ કારણ છે કે આ દેશે ઘણા યુદ્ધો બાદ પણ પોતાના સૈનિકોની શોધ ચાલું રાખી છે. તે સતત અલગ-અલગ દેશોના સંપર્ક કરી પોતાના સૈનિકોના અવશેષોને શોધવાના પ્રયત્નોમાં છે.

આ ભારતીય સંસ્થાની મદદથી કરશે કામ

આ અંગે હવે અમેરિકન રક્ષા વિભાગને ગુજરાતના ગાંધીનગર સ્થિત NFSUની સાથે કામ કરવાની પહેલ કરી છે. NFSUના સદસ્ય રક્ષા વિભાગ અંતર્ગત આવતી એક સંસ્થા ડિફેન્સ પ્રિઝનર ઓફ વોર/ મિસિંગ ઇન એક્શન એકાઉન્ટિંગ એજન્સીની મદદ કરશે.

આ યુદ્ધો દરમિયાન ગાયબ થયા સૈનિકો

સંસ્થા યુદ્ધ દરમિયાન લાપતા થયેલ સૈનિકોનો ડેટા રાખે છે, જેથી શાંતિકાળમાં તેમને કે તેમના અવશેષો શોધી શકે. અમેરિકન રક્ષા મંત્રાલય અંતર્ગત કામ કરતી આ સંસ્થામાં ઘણી અન્ય સંસ્થાઓ જોડાયેલી છે. તેઓ સાથે મળીને બીજા વિશ્વ યુદ્ધ, વિયતનામ યુદ્ધ, શીત યુદ્ધ, ઇરાકમાં અશાંતિ અને કોરિયાઇ યુદ્ધમાં સામેલ અને લાપતા સૈનિકોની શોધ કરે છે. સાથે જ આ લાપતા સૈનિકોના પરિવાર સાથે પણ સંપર્કમાં રહે છે, જેથી કોઇ પુરાવાઓ મળે તો શોધમાં સરળતા થઇ શકે છે. હાલ તે સંસ્થા 81,800થી વધુ એવા સૈનિકોને શોધી રહી છે.

યોજનાની સાથે ચાલે છે સર્ચ અભિયાન

વારંવાર એ વાત ચર્ચાઇ રહી છે કે આખરે આટલા વર્ષો વીત્યા બાદ પણ શું ગાયબ સૈનિકો કે અવશેષોથી કોઇ પણ જાણકારી મળી શકશે કે તેમની સાથે શું થયું હતું અને આખરી સમય તેણે કઇ રીતે વિતાવ્યો હતો. આ માટે અમેરિકન રક્ષા મંત્રાલયે ભારતીય સંસ્થા સાથે મળીને સંપૂર્ણ યોજના બનાવી રાખી છે. શોધની આ પ્રક્રિયા દેશના નોર્થઇસ્ટમાં ચાલશે અને 8 વખત સર્ચ ઓપરેશન કરવામાં આવશે. ઇન્ડિયન એક્સપ્રેસની એક રિપોર્ટ અનુસાર વર્ષ 2008માં પણ અરૂણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં આ સર્ચ મિશન થઇ ચૂક્યું છે.

આ પણ વાંચો - શું ચીન પોતાના સૈનિકો વધુ મજબૂત અને ક્રૂર બનાવવા જેનેટિક ફેરફાર કરી રહ્યું છે? આ રહ્યો અહેવાલ

6 સૈનિકોના અવશેષો ભારતમાં મળ્યા

સર્ચ ઓપરેશન હવામાં નથી થઇ રહ્યું, પરંતુ સમયાંતરે સફળતા મળતી રહી છે. જેમ કે વર્ષ 2016માં DPAA અને એન્થ્રોપોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સર્ચ ઓપરેશનમાં અમેરિકન સૈનિકોના પુરાવાઓ મળ્યા હતા. DPAA અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 6 અમેરિકન સૈનિકોના અવશેષો મળ્યા છે, જ્યારે 306 સૈનિકો વિશે અનુમાન લગાવાઇ રહ્યું છે કે, ભારતમાં જ કોઇ ભાગમાં તેમનું મોત થયું હશે. આ સંખ્યા વધુ પણ હોઇ શકે છે.

પહેલા કરવામાં આવે છે રિસર્ચ

અમેરિકન સંસ્થા DPAAનું સર્ચ ઓપરેશન માત્ર ભારત જ નહીં પરંતુ યુદ્ધ સાથે જોડાયેલ ઘણા દેશોમાં ચાલી રહ્યું છે. સંસ્થા સૌથી પહેલા હોસ્ટ દેશનો સંપર્ક કરી તેને પોતાના અભિયાન વિશે જણાવે છે. ત્યાર બાદ ત્યાંના હવામાન અને ઘણી એવી વાતો ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશનની યોજના તૈયાર કરવામાં આવે છે. ખરાબ હવામાનમાં સર્ચ ઓપરેશન કરવામાં નથી આવતું.

આ રીતે થાય છે તપાસ

અમેરિકાથી સૌથી પહેલા રિસર્ચ એન્ડ ઇન્વસ્ટિગેશન ટીમ આવે છે, જે જગ્યા પર જઇને તપાસ કરે છે અને સ્થાનિક લોકોથી વાત કરે છે. તેમના પરત આવ્યા બાદ ફોરેન્સિક સાઇટના જાણકારો સાઇટ પર પહોંચે છે. જો સૈનિકોના અવશેષ હોવાના કોઇ પણ પ્રકારના પુરાવાઓ મળે છે, તો જગ્યા તરત ખાલી કરાવવામાં આવે છે અને સઘન તપાસ કરવામાં આવે છે. જે પણ અવશેષો મળે છે, તેને અમેરિકન લેબમાં ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલવામાં આવે છે, જેથી કન્ફર્મ થઇ શકે કે તે અમરિકન સૈનિકોના જ છે.

NFSUનો આ સર્ચ ઓપરેશનમાં શું હશે રોલ

આ સંસ્થા અમેરિકન રિસર્ચ ડિપાર્ટમેન્ટને તેમના મિશનમાં વૈજ્ઞાનિક અને લોજિસ્ટિક સહયોગ આપશે. જો કોઇ અવશેષ મળે છે તો તેની ડેન્ટલ અને બીજી ફોરેન્સિક તપાસ થશે. જેના માટે NFSUની પાસે પોતાના અત્યાધુનિક લેબ પણ છે. સાથે જ અહીં 1100 કર્મચારીઓ કામ કરે છે, જે પોતાના ફીલ્ડના જાણકારો છે.
First published:

Tags: American defense department, Soldiers, World War 2, અમેરિકા, ગુજરાત, ભારત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन