છત્તીસગઢમાં કોંગ્રેસ માટે કેવી રીતે મદદરૂપ સાબિત થયા અજીત જોગી

અજીત જોગી (ફાઇલ ફોટો)

ઇલેક્શન કમીશનની તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓથી જાણવા મળે છે કે જોગીએ દુર્ગ, રાયપુર અને બિલાસપુરમાં કોંગ્રેસના વોટ શેરનો 9 ટકા પોતાની તરફ ખેંચ્યો

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: જો રાજકારણ માત્ર ગુણાકાર-ભાગાકાર આધારિત હોય તો આ વિધાનસભા ચૂંટણીમાં છત્તીસગઢમાં ભાજપ જીતી જાત અને રમણસિંહ ચોથી વાર મુખ્યમંત્રી બનતા. પરંતુ રાજકારણમાં ગુણાકાર-ભાગાકારથી વધુ કેમેસ્ટ્રીની અસર પડે છે. છત્તીસગઢમાં તે પૂરવાર પણ થઈ રહ્યું છે.

  છત્તીસગઢમાં અજીત જોગી અને માયાવતીએ હાથ મેળવીને થર્ડ ફ્રન્ટનું ગઠન કર્યું હતું અને એવું માનવામાં આવી રહ્યું હતું કે તેનાથી કોંગ્રેસને નુકસાન થશે. 2000માં છત્તીસગઢના ગઠન બાદ ત્રણ વર્ષ સુધી અજીત જોગી પ્રદેશમાં કોંગ્રેસનો મુખ્ય ચહેરો પણ રહી ચૂક્યા છે. માનવામાં આવે છે કે દલિત સમુદાયમાં જોગીની સારી પકડ છે.

  ઇલેક્શન કમીશનની તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓથી જાણવા મળે છે કે જોગીએ દુર્ગ, રાયપુર અને બિલાસપુરમાં કોંગ્રેસના વોટ શેરનો 9 ટકા પોતાની તરફ ખેંચ્યો છે. આ કારણથી કોંગ્રેસનો વોટ શેર 40.3 ટકાથી ઘટી 31 ટકા પર આવી ગયો. કોંગ્રેસના વોટ શેરમાં આવેલી આ ઘટાડાથી તેને રાજ્યમા્ર મોટું નુકસાન થઈ શકતું હતું. 2013માં કોંગ્રેસ 05 ટકાથી ઓછા વોટના અંતરથી હારી ગઈ હતી.

  આ પણ વાંચો, હિન્દી હાર્ટલેન્ડને મળશે ત્રણ નવા મુખ્યમંત્રી, જાણો કોણ કોણ છે દાવેદાર

  પરંતુ કોંગ્રેસે ભાજપના પારંપરિક વોટોમાં ગાબડું પાડીને તેના નુકસાનની ભરપાઈ કરી દીધી. આંકડા જણાવે છે કે કોંગ્રેસે રાજ્યમાં ભાજપના સાહૂ-કુર્મી અને ઓબીસી વોટના લગભથ 8-10 ટકા પોતાની તરફ કર્યા છે, જેનાથી ભાજપને અગાઉની ચૂંટણીના મુકાબલે લગભગ 9 ટકા ઓછા વોટ મળ્યા.

  એવું લાગે છે કે જોગીનું કોંગ્રેસથી બહાર જવાથી પાર્ટી ઓબીસીની વચ્ચે વધુ સ્વીકાર્ય બની ગઈ. કોંગ્રેસે પ્રયોગ તરીકે સમુદાયના ત્રણ મોટા નેતાઓ ભુપેશ બધેલ, તામ્રધ્વજ સાહૂ અને ચરણદાસ મહંતનો સીએમના સંભવિત ઉમેદવાર બનાવીને મેદાનમાં ઉતાર્યા, જે તેના માટે ફાયદારૂપ રહ્યા.

  છત્તીસગઢમાં સામાન્‍ય રીતે હાર અને જીતની વચ્ચે 1 ટકાથી પણ ઓછું અંતર રહે છે. પરંતુ કોંગ્રેસ આ વઅતે લગભગ 10 ટકાના અંતરથી રાજ્યની બે તૃતીયાંશ સીટો પર જીત નોંધાવી છે.
  Published by:Mrunal Bhojak
  First published: