નવી દિલ્હી : ઘણી વખત આપણે એવી વાતો જાણતા નથી હોતા જેને જાણીને આશ્ચર્ય થાય છે. એક રીતે જોઇએ તો આ વાતો કે ફેક્ટ આપણી આસપાસ જ હોય છે પરંતુ આપણે ક્યારેય તેના વિશે વિચાર્યુ નથી હોતું કે પછી ક્યારેય કોઇ તેના વિશે ચર્ચા કરતા નથી. આજે અમે તમને એક એવા જ વિષય પર અમુક જાણકારીઓ આપવા જઇ રહ્યા છીએ જેને જાણીને તમે ચોંકી જશો. અમે વાત કરી રહ્યા છીએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અને હાલના જજની સેલેરીને લઇને. અહીં આપણે તે પણ જાણીશું કે એક જજને દિવસભરમાં કેટલા કેસોની સુનાવણી કરવાની હોય છે અને તેમની સેલેરીના હિસાબે પ્રતિ સુનાવણી કેટલા રૂપિયાની થાય છે. સાથે જ એક મોટા વકીલ માત્ર એક સુનાવણી માટે કેટલા ચાર્જ કરે છે. તો આવો જાણીએ.
જજની મહીનાની સેલેરી અને વકીલનો એક દિવસનો ચાર્જ સરખો
સુપ્રીમ કોર્ટના જજને લગભગ 2.5 લાખ રૂપિયા પ્રતિ માસ સેલેરી મળે છે, જે લગભગ 8333 રૂપિયા પ્રતિ દિવસ થાય છે. સુપ્રીમ કોર્ટના જજને પ્રતિદિન સરેરાશ 40 કેસોમાં વકીલોની દલીલ સાંભળવાની હોય છે. આ 208 રૂપિયા પ્રતિ કેસ થાય છે. પછી તે એક સાધારણ અપીલ હોય, જનહિત અરજી કે કાયદાના જટિલ બાજુઓ સાથે જોડાયેલ કોઇપણ દલીલ હોય. તેનાથી વિપરીત એક નવા સીનિયર એડવોકેટને એક કેસમાં દલીલ કરવા માટે 1થી 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. તો અનુભવી સીનિયર એડવોકેટની પ્રતિ સુનાવણી ફી 10-20 લાખ રૂપિયા હોય છે. તેમાં કપિલ સિબ્બલ, મુકુલ રોહતગી અને હરીશ સાલ્વે જેવા જાણીતા વકીલ સામેલ છે. આ રીતે એક કેસની સુનાવણી અને નિર્ણય લેનાર સુપ્રીમ કોર્ટના જજને પ્રતિ કેસ 208 રૂપિયા, જ્યારે સીનિયર એડવોકેટને પ્રતિદિન પ્રતિ કેસમાં લાખો રૂપિયા મળે છે.
આબ્રિટ્રેટર તરીકે બે કલાકની સુનાવણી માટે 2-5 લાખ રૂપિયા મળે છે
જોકે આ વકીલ કોઇ કેસમાં નિર્ણયની ગેરંટી નથી લઇ શકતા. સીનિયર એડવોકેટ્સમાંથી કોઇ પણ એક દિવસમાં 40 કેસોમાં દલીલ નથી કરી શકતા. જ્યારે સુપ્રીમ કોર્ટના જજને રોજ આટલા કેસો માટે આગામી દિવસમાં થનારી સુનાવણી માટે તૈયારી કરવાની હોય છે. જ્યારે સુપ્રીમ કોર્ટના જજ રિટાયર થઇ જાય છે, તો તેઓ આબ્રિટ્રેટર તરીકે પોતાની કાયદાકીય જ્ઞાન રજૂ કરી શકે છે અથવા મલ્ટીનેશનલ કંપનીઓને દેશમાં તેમના કોન્ટ્રાક્ટ્સ, એગ્રીમેન્ટ્સ સાથે જોડાયેલ વિવાદો પર સલાહ આપી શકે છે.
" isDesktop="true" id="1113606" >
અહીં તમને તે જાણીને પણ આશ્ચર્ય થશે કે સુપ્રીમ કોર્ટના એક રિટાયર્ડ જજને આબ્રિટ્રેટર તરીકે બે કલાકની સુનાવણી માટે 2-5 લાખ રૂપિયા મળે છે. એવા પણ રિટાયર્ડ જજ છે, જે એક દિવસમાં 3 સુનાવણી કરી એક સફળ સીનિયર એડવોકેટ જેટલી કમાણી કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર