PGમાં રહેતી યુવતીઓના રૂમમાં લગાવ્યો હતો છૂપો કેમેરો!

News18 Gujarati
Updated: December 31, 2018, 7:34 AM IST
PGમાં રહેતી યુવતીઓના રૂમમાં લગાવ્યો હતો છૂપો કેમેરો!
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
પહેલાના જમાનામાં સ્પાઇ કેમેરાની ભારે બોલબાલ હતી, પરંતુ આજના યુગમાં આ સ્પાઇ કેમેરાનો ગેરઉપયોગ થઇ રહ્યો છે. આજના યુગમાં યુવતીઓ અને મહિલાઓ માટે ચેતવણી આપતી ઘટના સામે આવી છે, ઘટના છે મુંબઇને જ્યાં છોકરીઓના PGમાં છૂપો કેમેરો મળી આવ્યો. આ કેમેરો બીજા કોઇએ નહીં પરંતુ મકાન માલિકે જ લગાવ્યો હતો.

દક્ષિણ મુંબઈમાં એક મકાન માલિકે તેના જ ઘરમાં ગુપ્ત કેમેરાથી પીજી તરીકે રહેતી ત્રણ છોકરીઓનો વીડિયો બનાવતો હતો. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મકાન માલિક છોકરીઓની વાતચીતને રિપીટ કરી રહ્યો હતો. છોકરીઓને જ્યારે શંકા ગઈ તો તેમણે તેમના રૂમની તપાસ કરી. રૂમમાં તેમને એક ઈલેક્ટ્રોનિક એડેપ્ટમ મળી આવ્યું. ત્યારબાદ આ ખુલાસો થયો કે મકાન માલિક તેમનો વીડિયો બનાવતો હતો.

મકાન માલિકની ધરપકડ

આ ઘટના 19 ડિસેમ્બરની છે, પરંતુ હવે મીડિયાની સામે આવી છે. પોલીસે ગુપ્ત કેમેરો લગાવવાના આરોપમાં 47 વર્ષીય મકાન માલિકની ધરપકડ કરી છે. ડીબી માર્ગ પોલીસે આરોપી પર આઈટી એક્ટ અને મહિલાની ગોપનીયતા જાહેર કરવાની કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. હાલમાં, તેને શરતી જામીન મળી છે. પોલીસે એ ગુપ્ત કેમેરા જપ્ત કરી લીધા છે, જેને આરોપીએ પોતાના મોબાઈલથી કનેક્ટ કરી રાખ્યો હતો.

તેના પર છોકરીઓએ એડેપ્ટરની તસવીર લઈને ઈન્ટરનેટ પર સર્ચ કરી તો ખબર પડી કે તે ગુપ્ત કેમેરો હતો. તેણે તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી અને કેસ દાખલ કરાવ્યો. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને જોઈ રહી છે કે, ક્યાંક તેણે આ વીડિયો ફૂટેજ કોઈ અન્ય સાથે તો શેર કર્યા નથીને
First published: December 30, 2018, 5:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading