ધોરણ-8 સુધી હિન્દીને ફરજિયાત વિષય બનાવવાનો રિપોર્ટ ખોટોઃ જાવડેકર

મીડિયામાં ચર્ચા હતી કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય બેઝિક શિક્ષણમાં ફરજિયાત રીતે હિન્દી ભણાવવાને લઈ નીતિ બનાવવાની તૈયારીમાં છે

News18 Gujarati
Updated: January 10, 2019, 2:51 PM IST
ધોરણ-8 સુધી હિન્દીને ફરજિયાત વિષય બનાવવાનો રિપોર્ટ ખોટોઃ જાવડેકર
(પ્રતીકાત્મક તસવીર- પીટીઆઈ)
News18 Gujarati
Updated: January 10, 2019, 2:51 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે હિન્દીને આઠમા ધોરણ સુધી ફરજિયાત રીતે ભણાવવા પર આવેલા મીડિયા રિપોર્ટસને ફગાવી દીધા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આઠમા સુધી હિન્દી ફરજીયાત કરવા સરકાર તૈયારીમાં છે.

તેઓએ કહ્યું કે, નવી શિક્ષા નીતિ સંબંધી સમિતિએ પોતાના ડ્રાફ્ટ રિપોર્ટમાં કોઈ પણ ભાષાને ફરજિયાત કરવાની ભલામણ નથી કરી. મીડિયાના એક વર્ગમાં ભ્રામક રિપોર્ટના કારણે આ સ્પષ્ટીકરણ જરૂરી છે.

આ પહેલાં મીડિયામાં ચર્ચા હતી કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય બેઝિક શિક્ષણમાં ફરજીયાત રીતે હિન્દી ભણાવવાને લઈ નીતિ બનાવવાની તૈયારીમાં છે. રિપોર્ટસ મુજબ આઠમા ધોરણ સુધી સમગ્ર દેશમાં ફરજિયાત રીતે હિન્દી ભણાવવામાં આવશે. હાલમાં બિલ હિન્દીભાષી રાજ્યોમાં હિન્દીને ફરજીયાત વિષય તરીકે સ્વીકૃતિ નથી મળી.


Loading...

 ન્યૂ એજ્યુકેશન પોલિસી (એનઈપી) માટે કસ્તૂરીરંગન કમિટી તરફથી રજૂ કરાયેલા રિપોર્ટસમાં ત્રણ ભાષીય ફોમ્યૂલામાં હિન્દીને આઠમા ધોરણ સુધી ફરજિયાત વિષય બનાવવામાં આવશે. યૂનિફોર્મ સિલેબસમાં ગણિત અને વિજ્ઞાનને પણ પ્રમુખતા આપવામાં આવશે.

તમિલનાડુ, કર્ણાટક, તેલંગાના, આંધ્ર પ્રદેશ, ગોવા, પશ્ચિમ બંગાળ અને આસામમાં હિન્દી આઠમા સુધી ફરજીયાત વિષય તરીકે નથી ભણાવવામાં આવતો.

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટસ મુજબ, એનઈપી સ્કૂલોમાં ભારતીય આધારિત અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને દેશભરમાં લાગુ કરવાની તૈયારીમાં છે.

રિપોર્ટસ મુજબ, સ્થાનિક ભાષાઓને પણ પાંચમા ધોરણ સુધી સ્કૂલોમાં એક વિષય તરીકે પાઠ્યક્રમમાં સ્થાન આપવામાં આવશે. આ ભાષાઓમાં અવધી, ભોજપુરી અને મૈથલીને પાઠ્યક્રમમાં સામેલ કરી શકાય છે.

રિપોર્ટ મુજબ, એચઆરડી મંત્રાલયે રિપોર્ટ તૈયાર કરી લીધો છે અને તેના માટે ગઠિત કરવામાં આવેલી સમિતિમાં સભ્યોની નિયુક્ત પણ થઈ ગઈ છે. એચઆરડી મંત્રી જાવડેકરે અનેક પ્રસંગે પહેલા પણ કહ્યું કે આ નીતિ આધારિત દસ્તાવેજ છે જે 2020થી 2040 સુધની પેઢીને શિક્ષિત કરશે.
First published: January 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...