Home /News /national-international /

મુંબઈ : આરે કૉલોનીમાં મોડી રાત્રે વૃક્ષો કાપવાની કાર્યવાહી શરૂ, રસ્તાઓ બંધ, 200 કાયકર્તાની અટકાયત

મુંબઈ : આરે કૉલોનીમાં મોડી રાત્રે વૃક્ષો કાપવાની કાર્યવાહી શરૂ, રસ્તાઓ બંધ, 200 કાયકર્તાની અટકાયત

આરે કૉલોનીમાં વૃક્ષો કાપવાના વિરોધમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. (Photo PTI)

આરે કૉલોનીમાં વૃક્ષો કાપવાના વિરોધમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું

    મુંબઈ : ઉત્તર મુંબઈ (North Mumbai)માં હરિયાળા વિસ્તાર આરે કૉલોનીમાં વૃક્ષો કાપવાનો વિરોધ કરનારી અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવ્યાના થોડાક જ કલાકો બાદ કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે BMCએ વૃક્ષો કાપવાનું શરૂ કરી દીધું છે. કાયકર્તાઓએ આરોપ લગાવ્યો કે જે 2600થી વધુ વૃક્ષો કાપવામાં આવશે તેમાંથી 200 વૃક્ષો શુક્રવારે કાપી દેવામાં આવ્યા. જોકે, આ ખબર ફેલાતાં જ મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તા પણ ત્યાં પહોંચી ગયા અને વિરોધ દર્શાવ્યો. કેટલાક લોકો પ્રસ્તાવિત મેટ્રો ડેપો સ્થળમાં ઘૂસી ગયા. ત્યારબાદ પોલીસે લગભગ 200 કાર્યકર્તાઓની અટકાયત કરી.

    આ પર્યાવરણ કાર્યકર્તાઓનું કહેવું છે કે, આ વૃક્ષો કાપવા ગેરકાયદેસર છે, કારણ કે તેમાં સ્થાપિત પ્રક્રિયાનું પાલન નથી કરવામાં આવ્યું. તેમનો દાવો છે કે વૃક્ષો કાપવાનો આદેશ આવ્યાના 15 દિવસ બાદ તેમને કાપી શકાય છે. જોકે, મુંબઈ મેટ્રોલ નિગમના પ્રબંધ નિદેશક અશ્વિની ભિડેએ આ આરોપોને ફગાવ્યા છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યુ કે, 15 દિવસની નોટિસની વાત બિલકુલ ખોટી છે, તે આધારહીન છે.

    વૃક્ષો કાપવાનો વીડિયો વાયરલ

    સોશિયલ મીડિયા પર વૃક્ષોને કાપવાનો વીડિયો વાયરલ થયો પરંતુ મુંબઈ મેટ્રો રેલ નિગમના અધિકારીઓએ અત્યાર સુધી તેની પુષ્ટિ નથી કરી કે ખરેખર નિયોજિત મેટ્રો કાર શૅડ માટે વૃક્ષો કાપવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

    પરંતુ પ્રસ્તાવિત કાર શૅડ સ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા છે, કારણ કે શુક્રવાર મોડી રાત્રે હજારો લોકો વૃક્ષોને કાપવાથી રોકવા માટે પહોંચ્યા હતા. અનેક ટ્વિટ કરી આ મુદ્દે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર અને BMCની નિંદા કરવામાં આવી છે.

    અનેક લોકોએ ટ્વિટ કરી વિરોધ વ્યક્ત કર્યો

    શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ થોડા દિવસો પહેલા વૃક્ષો કાપવાના વિરોધમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, તેઓએ મુંબઈ મેટ્રો પર સંયુક્ત રાષ્ટ્રમાં ભારત દ્વારા કહેવામાં આવેલી દરેક બાબતને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો.




    ગુજરાતમાં પણ BMCની આ કાર્યવાહીનો પડઘો પડ્યો છે. વડનગરના ધારાસભ્‍ય જિજ્ઞેશ મેવાણીએ એક ટ્વિટમાં મુંબઈકરને અનુરોધ કર્યો છે કે આ સ્થળે પહોંચો અને આ કાર્યવાહીનો વિરોધ કરો.

    BMCએ પોતાની વેબસાઇટ પર વૃક્ષોના કાપવાની મંજૂરીવાળો એક પત્ર પણ અપલોડ કર્યો છે. હાઈકોર્ટે શુક્રવારે શહેરના એક બિનસરકારી સંગઠન વનશક્તિ દ્વારા આરેને જંગલ ઘોષિત કરવા માટે દાખલ અરજીને ફગાવી દીધી. મુખ્ય ન્યાયાધીશ પ્રદીપ નંદરાજોગ અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની બેન્ચે એનજીઓ અને આરે કૉલોનીથી સંબંધિત પર્યાવરણ કાર્યકર્તાઓ દ્વારા દાખલ ચાર અરજીઓને ફગાવી દીધી હતી.

    આ પણ વાંચો,

    વાયુસેનાએ ભૂલ સ્વીકારી, ભારતીય મિસાઇલથી જ ક્રેશ થયું હતું Mi-17 હૅલિકોપ્ટર
    વેનેજુએલામાં કેદીઓ સાથે અત્યાચાર, નિર્વસ્ત્ર કરી શરીર પર કૂકડા લડાવ્યા
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Aarey colony, Aditya Thackeray, BMC budget, Jignesh Mevani, National Green Tribunal, મુંબઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन