મહારાષ્ટ્રમાં સલૂન બાદ ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, ટૂંક સમયમાં રજૂ થશે SOP

News18 Gujarati
Updated: July 5, 2020, 9:07 PM IST
મહારાષ્ટ્રમાં સલૂન બાદ ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, ટૂંક સમયમાં રજૂ થશે SOP
પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાજ્યના હોટલ માલિકો સાથે બેઠક કરી હતી. મુંખ્યમંત્રીએ રવિવારે કહ્યું કે રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટ ફરીથી ખોલવા અંગે નિર્ણય માનક સંચાલક પ્રક્રિયાની અંતિમ રુપ આપ્યા બાદ લેવાશે

  • Share this:
મુંબઈઃ મહારાષ્ટ્રમાં (Maharashtra) સલૂન પછી ટૂંક સમયમાં હોટલો પણ ખૂલશે. રાજ્યમાં હોટલ ક્યારે ખૂલશે એ અંગે રાજ્ય સરકાર તરફથી ટૂંક સમયમાં જાણકારી રજૂ કરવામાં આવશે. આ સંબંધમાં માનક સંચાલન પ્રક્રિયા (Standard Operations Procedure) પણ રજૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) રવિવારે રાજ્યના હોટલ માલિકો સાથે બેઠક કરી હતી. મુંખ્યમંત્રીએ રવિવારે કહ્યું કે રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટ ફરીથી ખોલવા અંગે નિર્ણય માનક સંચાલક પ્રક્રિયાની અંતિમ રુપ આપ્યા બાદ લેવાશે.

હોટલ અને લોઝના વિભિન્ન સંઘો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે હોટલ ઉદ્યોગના પર્યટન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક અન્ય બેઠકને સંબોધિત કરતા મુખ્યમંત્રી કંપનીઓએ પોતાના શ્રમિકોની છટણી ન કરવા માટે અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હોટલો અને રેસ્ટોરન્ટને ફરીથી ખોલવા માટે એસઓપીને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા પુરી થયા બાદ હોટલ અને રેસ્ટોરન્ટને ફરીથી ખોલવા માટે નિર્ણય કરવામાં આવશે.

આદિત્ય ઠાકરેએ હોટલ ઉદ્યોગની ભૂમિકાના કર્યા વખાણ

આ અંગે પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ (Aditya Thackeray) કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic) સામે લડવા માટે હોટલ ઉદ્યોગની ભૂમિકાના વખાણ કર્યા હતા. તેમણે એક ડિજિટલ બેઠકને સંબોધિત કરતા કહ્યું કે હોટલ ઉદ્યોગના અગ્રિમ મોરચા ઉપર લડી રહેલા કર્મચારીઓને હોટલ અને લોજમાં રહેવાની જગ્યા આપીને પહેલા દિવસથી જ મહત્વની ભૂમિકા નિભાવી છે.

આ પણ વાંચોઃ-પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની મૂલ્યાંકન કસોટી રદ કરવાની માંગ, ઘરે ઘરે જઈ કસોટીપત્ર વહેંચવા અશક્ય

કોવિડ-19 સંકટથી લડવા માટે વિપક્ષ દ્વારા મહારાષ્ટ્ર સરકારની આલોચનાને ધ્યાન બહાર રાખતા રાજ્ય મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે વૈશ્વિક મહામારીથી લડવા માટે સરકારની પ્રાથમિકતા છે અને બાકીની વસ્તુઓ પછી આવે છે.આ પણ વાંચોઃ-Earthquake: કચ્છમાં અલગ અલગ જગ્યાએ ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા, ભચાઉથી 14 km દૂર એપી સેન્ટર

આ પણ વાંચોઃ-માતા-પિતાઓ માટે ખુશખબર! પુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ

ઠાકરેએ કહ્યું કે કોવિડ-19થી લડવું પહેલી પ્રાથમિકતા
કોરોના વાયરસ સંબંધી હાલતની સ્થિતિનો તાગ મેળવવા પહોંચેલા ઠાકરેથી સંવાદદાતાઓ કોવિડ-19 સંકટથી યોગ્ય રીતે લડવા માટે અસમર્થ રહેવા અંગે વિપક્ષ દ્વારા સરકારની આલોચના સંબંધમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેના જવાબમાં તેમણે કહ્યું કે તેમને તેમનું કામ કરવા દો, અમે અમારું કામ કરતા રહીશું. આ સમયે અમારી પ્રાથમિકાત કોવિડ-19ના કારણ ઊભી થયેલી હાલત સામે લડવા માટે વાયરસની શ્રૃંખલાને તોડવી છે. બાકીની વસ્તુઓ પછી આવે છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી 2,00,064 કેસો સામે આવી ચૂક્યા છે. જેમાંથી 8,671 લોકોના મોત થયા છે. થાણે જિલ્લામાં શનિવાર સુધીમાં 40,542 કેસો સામે આવી ચૂક્યા છે. જેમાં 1221 લોકોના મોત થઈ ચૂક્યા છે.
First published: July 5, 2020, 8:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading