Home /News /national-international /હોટેલે સ્પિલટ એસી રૂમ આપવાનું કહ્યું હતું, પણ રૂમ જોઈ ઊડી ગયા કસ્ટમરના હોંશ

હોટેલે સ્પિલટ એસી રૂમ આપવાનું કહ્યું હતું, પણ રૂમ જોઈ ઊડી ગયા કસ્ટમરના હોંશ

હોટેલનો જુગાડ

Split AC Room: મુંબઈની એક હોટેલમાં "સ્પિલટ એસી રૂમ"ની એક ફની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોમવારે ટ્વિટર પર મલ્ટીમીડિયા કલાકાર અને પોડકાસ્ટર અનુરાગ માઈનસ વર્માએ અજીબ ફોટો શેર કર્યો, જેમાં એક એસી યુનિટને એવી રીતે લગાવવામાં આવ્યું હતું કે તે બે અલગ અલગ રૂમને ઠંડુ કરી શકે.

વધુ જુઓ ...
    મુંબઈની એક હોટેલમાં "સ્પિલટ એસી રૂમ"ની એક ફની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોમવારે ટ્વિટર પર મલ્ટીમીડિયા કલાકાર અને પોડકાસ્ટર અનુરાગ માઈનસ વર્માએ અજીબ ફોટો શેર કર્યો, જેમાં એક એસી યુનિટને એવી રીતે લગાવવામાં આવ્યું હતું કે તે બે અલગ અલગ રૂમને ઠંડુ કરી શકે. ફોટોમાં તમે જોઈ શકો છો કે બે હોટેલના રૂમને અલગ કરતી દિવાલમાં એક હોલ કરવામાં આવ્યો હતો જેથી સ્પિલટ એસી (Split AC) બંને રૂમને એકસાથે ઠંડુ કરી શકે.

    કેપ્શનમાં વર્માએ કહ્યું કે જ્યારે તેણે 2011માં મુંબઈમાં આ રૂમ બુક કર્યો હતો ત્યારે હોટેલના મેનેજરે એક સ્પિલટ એસી રૂમ આપવાનું કહ્યું હતું. વર્માએ કહ્યું, તે ખરેખર એક સ્પિલટ એસી રૂમ હતો જેમાં એસીનો અડધો ભાગ મારા રૂમમં હતો અને બીજો ભાગ બીજા રૂમમાં હતો જ્યાં 2 કાકાઓ સવારના 4 વાગ્યા સુધી ફુલ વૉલ્યુમમાં 'એ ગણપત ચલ દારુ લા' ગીત વગાડતા હતા.

    Booked this room in Mumbai in 2011, where the manager promised the split AC room. It was literally a split AC room which was split into two rooms. One half in ours and rest in another where 2 uncles were playing ay Ganpat chal daaru la song in full volume till 4 in the morning. pic.twitter.com/HhEYv9ftg1



    અનુરાગ વર્માએ એવું પણ કહ્યું કે એર કન્ડિશનરનું તાપમાન બદલવું અથવા તેને બંધ કરવાનું પણ શક્ય નહોતું કેમ કે તેમને કોઈ રિમોટ નહોતું આપવામાં આવ્યું. કોઈપણ પ્રકારના ઝઘડાથી બચવા માટે મેનેજમેન્ટ દ્વારા તાપમાન 24 ડિગ્રી પર સેટ કરવામાં આવ્યું હતું

    વર્માએ હોટેલનાં નામનો ખુલાસો નથી કર્યો, જો કે તેના ટ્વીટથી લોકોને આશ્ચર્ય થયું. તેની ટ્વિટર પોસ્ટને અત્યાર સુધીમાં લગભગ સેંકડો કોમેન્ટ્સ અને રીટ્વીટ કરવામાં આવી છે. ઈન્ટરનેટ યુઝર્સ લાફિંગ ઈમોજીસ કમેન્ટ કરી રહ્યા છે. મજાકમાં એક યુઝરે લખ્યું, તમે તેના પર ગુસ્સો પણ નથી કરી શકતા. તેને જે કહ્યું હતું તે પૂરું કર્યું. અન્યે કહ્યું, મુંબઈમાં તમારું સ્વાગત છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Hotel, Maharashta, Mumbai News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन