ગરમ દેશોમાં બમણી ગતિએ ફેલાઈ રહ્યો છે કોરોના, ભારત-બ્રાઝિલ બન્યા ઉદાહરણ

News18 Gujarati
Updated: April 15, 2020, 9:10 AM IST
ગરમ દેશોમાં બમણી ગતિએ ફેલાઈ રહ્યો છે કોરોના, ભારત-બ્રાઝિલ બન્યા ઉદાહરણ
પ્રતિકાત્મક તસવીર

લાંબો સમય તડકામાં ઊભા રહેવાથી કે 25 ડિગ્રીથી વધુ તાપમાનમાં કોવિડ-19 નષ્ટ થવાના દાવા ખોટાઃ WHO

  • Share this:
નવી દિલ્હી/રિયોઃ અપ્રિલ મહિનો અડધો પસાર થઈ ગયો હોવા છતાંય દુનિયાભરમાં વધતા જઈ રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના કેસોએ એ થિયરીને પાયાથી ફગાવી દીધી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ગરમી વધવાની સાથે જ સંક્રમણ (COVID-19)ની ઝડપ ઘટતી જશે કે પછી આ સંક્રમણ ખતમ થઈ જશે. જોકે આંકડાઓ પર નજર કરીએ તો મામલો ઊંધો જોવા મળી રહ્યો છે. ઠંડા દેશોમાં આ વાયરસને ફેલાવામાં જ્યાં 90 દિવસ લાગ્યા તો બીજી તરફ ગરમ દેશો જેમકે ભારત (India), બ્રાઝિલ (Brazil) અને મિડલ ઇસ્ટ (Middle East)ના દેશોમાં બેમણી ઝડપે તે ફેલાઈ રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં ગરમ મનાતાં વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

માત્ર ભારત જ નહીં સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને લેટિન અમેરિકામાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ તમામ દેશોમાં હવે દિવસનું સરેરાશ તાપમાન 20થી લઈને 40 ડિગ્રી સેન્ટીગ્રેટ સુધી પણ પહોંચી રહ્યું છે. ભારતમાં પણ છેલ્લા 12 દિવસમાં સરેરાશ તાપમાન 32 ડિગ્રી રહ્યું છે. બ્રાઝિલમાં તે 26 ડિગ્રીની આસપાસ છે. ભારતમાં જ્યાં હાલમાં 7800થી વધુ કેસ સામે આવ્યા છે, બીજી તરફ બ્રાઝિલમાં 16 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો, Corona: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કારણે લૉકડાઉનને 3 મે સુધી લંબાવ્યું

અનેક દાવો કરાયા પરંતુ WHOએ કર્યો હતો ઇન્કાર

ચીન અને અમેરિકાના અનેક વૈજ્ઞાનિકોએ એ વાતનો દાવો કર્યો હતો કે કોરોના ફેમિલીના અન્ય વાયરસની જેમ COVID-19 પણ ગરમીમાં એટલો ઘાતક નહીં રહી શકે. ઈટલી, સ્પેન અને અમેરિકામાં તેના કહેર પાછળ ઠંડું વાતાવરણ કારણભૂત હોવાનું કહેવાતું હતું પરંતુ આ દરમિયાન પણ ઈરાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં સરેરાશ તાપમાન ઘણું વધુ હતું. ચીનના બેડહાંગ અને તસિંગહુઆ યુનિવર્સિટીએ પણ પોતાના રિસર્ચમાં કહ્યું હતું કે ગરમીમાં કોરોનાનું ટ્રાન્સમિશન ઓછું થઈ જશે. જોકે, WHOએ 5 એપ્રિલે જ એક નિવેદન જાહેર કરી સ્પષ્ટ કરી દીધું હતું કે ગરમીમાં કોરોના ખતમ થવાની શક્યતા નહીંવત છે. WHO દ્વારા લાંબો સમય તડકામાં રહેવું અને 25 ડિગ્રીથી વધુ તાપમાનમાં કોવિડ-19 નષ્ટ થવાના દાવો ખોટા કરાર કર્યા હતા.

આ પણ વાંચો, ચીનની ટેસ્ટિંગ કિટમાં ક્વોલિટીના પ્રશ્નો આવતાં ભારતે અન્ય ત્રણ દેશોનો સાધ્યો સંપર્ક

 
First published: April 15, 2020, 9:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading