આત્મઘાતી હુમલાથી હચમચ્યું કાબુલ, હોસ્પિટલ બહાર ચાલી રહી છે સારવાર

News18 Gujarati
Updated: January 28, 2018, 1:57 PM IST
આત્મઘાતી હુમલાથી હચમચ્યું કાબુલ, હોસ્પિટલ બહાર ચાલી રહી છે સારવાર

  • Share this:
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે બપોરે આત્મઘાતી હુમલો થયો. જેમાં 95 લોકોના મોત થયા, જ્યારે 160થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકી સંગઠન તાલિબાને આ બ્લાસ્ટની જવાબદારી લીધી છે.

ઘટના બાદ ઘાયલોને જમૂરિયત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક લોકોને ઇમરજન્સી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની સ્થિતી ગંભીર બતાવવામાં આવી રહી છે. હોસ્પિટલના એક કર્મચારી અનુસાર હોસ્પિટલમાં ચારે તરફ લોહીથી લથપથ પુરૂષો, મહિલાઓ અને બાળકો જોવા મળી રહ્યાં છે. હોસ્પિટલની ક્ષમતા કરતાં વધુ લોકોને ઇલાજ માટે અહિં લાવવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી કેટલાક ઘાયલ લોકોનો ઇલાજ હોસ્પિટલ બહાર જ શરૂ કરી દેવામાં આવ્યો છે. હોસ્પિટલ બહાર પરિવારજનોની ભીડ પણ જમા થવા લાગી છે. લોકો પોતાના પરિવારજનોની હાલત જોઈને ચિંતામાં છે. તો કેટલાક લોકોને એ પણ ખબર નથી કે તેમના સંબંધીઓ જીવે છે કે નહિં.

કાબુલમાં એક સ્થાનિકે જણાવ્યું કે તેમનો ભાઈ ઘાયલ છે અને તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જ્યારે એક પિતાએ જણાવ્યું કે તેમનો દિકરો ઘાયલ છે અને તે હોસ્પિટલમા સારવાર લઈ રહ્યોં છે.

કાબુલના એક રિપોર્ટર અનુસાર ઘાયલોની સંખ્યા વધારે છે. જેથી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ છે. મેડિકલ સ્ટાફ માટે ઘાયલ લોકોને હેન્ડલ કરવો ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે.
First published: January 28, 2018, 10:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading