Home /News /national-international /જિંદગી જરૂરી છે કે રસી? USમાં corona vaccine ન લીધી હોવાથી ડોક્ટરે દર્દીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અટકાવ્યું!

જિંદગી જરૂરી છે કે રસી? USમાં corona vaccine ન લીધી હોવાથી ડોક્ટરે દર્દીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અટકાવ્યું!

પ્રતીકાત્મક ફોટો- shutterstock

Hospital Denied Heart Transplant without Vaccination: હોસ્પિટલે ચર્ચામાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેની વેબસાઇટ ઉપર પોસ્ટ કર્યું છે કે કોવિડ-19 રસી કોઈપણ જટિલ સર્જરી માટે જરૂરી છે. તે યુ.એસ.માં કોઈપણ અંગ પ્રત્યારોપણ માટે જરૂરી વેક્સિનેશમાંની એક છે.

વધુ જુઓ ...
બોસ્ટન. અમેરિકા (America)માં કોરોના વાયરસ (Coronavirus)ની નવી લહેર વચ્ચે કડક નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. કોવિડ વેક્સીન (Covid Vaccine) ઉપર વધારે ને વધારે જોર આપવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સમાચાર છે કે બોસ્ટન શહેરની એક હોસ્પિટલમાં એક દર્દીનું એ માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (heart transplant) ન કરવામાં આવ્યું કે, કેમ કે દર્દીએ કોવિડ વેક્સિન લેવાનો ઇનકાર કરી દીધો હતો. આને લઈને હવે અમેરિકામાં ચર્ચા શરૂ થઈ છે. સવાલ ઉઠી રહ્યા છે કે, શું વેક્સીન લગાવવી દર્દીના જીવથી વધારે જરૂરી છે?

વોશિંગ્ટન ટાઈમ્સના રિપોર્ટ મુજબ હોસ્પિટલે પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. જ્યારે દર્દીના સગાઓએ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેઓ કહે છે કે જ્યારે કોઈનો જીવ જોખમમાં હોય ત્યારે તેને પહેલા બચાવી લેવો જોઈએ અને એ સમયે રસી માટે દબાણ ન કરવું જોઈએ.

આ પણ વાંચો: દેશમાં Coronaના મોટાભાગના કેસ Omicronના, ત્રીજી લહેરમાં વધી શકે છે દર્દીઓ

રિપોર્ટ અનુસાર દર્દી ડીજે ફર્ગ્યુસનના સંબંધીઓએ કહ્યું છે કે બ્રિધમ એન્ડ વુમેન્સ હોસ્પિટલે તેમના 31 વર્ષીય પિતાની હાર્ટ સર્જરી કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેમણે કોવિડની રસી નથી લીધી. આ સાથે દર્દીના પરિવારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે પબ્લિક ફંડની પણ અપીલ કરી હતી.

પરિવારે કહ્યું- લોકોને વિકલ્પ મળવો જોઈએ

પરિવારનું કહેવું છે કે અમારા માટે આ મુશ્કેલ સમય છે. આ માત્ર રાજકીય મુદ્દો નથી, પરંતુ લોકોને ઓપ્શન આપવો જોઈએ. ફર્ગ્યુસનની માતા ટેસી ફર્ગ્યુસને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો પુત્ર રસીકરણની વિરુદ્ધ નથી. ભૂતકાળમાં તેમણે અન્ય રસીઓ પણ લીધી જ છે.

આ પણ વાંચો: Spam Mailથી પણ બની શકો છો કરોડપતિ! વિશ્વાસ ન આવે તો આ અમેરિકાની મહિલાનો કિસ્સો વાંચી લો

હોસ્પિટલે શું કહ્યું?

બીજી તરફ હોસ્પિટલની એક ટ્રેઇન્ડ નર્સનું કહેવું છે કે દર્દી આર્ટિયલ ફિબ્રિલેશનથી સમસ્યાથી પીડિત છે. તેમાં દર્દીના હૃદયના ધબકારા અનિયમિત અને ઘણી વખત ઝડપી થઈ જાય છે. નર્સે કહ્યું કે તે કોરોના વિરોધી રસીની આડઅસરોથી પણ વાકેફ છે. દરમિયાન ટેસી ફર્ગ્યુસન કહે છે કે હોસ્પિટલના તબીબે પહેલા ખાતરી કરી લેવી જોઈએ કે રસી આપ્યા પછી મારા પુત્રની તબિયત વધુ બગડશે તો નહીં!

હોસ્પિટલે ચર્ચામાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેની વેબસાઇટ ઉપર પોસ્ટ કર્યું છે કે કોવિડ-19 રસી કોઈપણ જટિલ સર્જરી માટે જરૂરી છે. તે યુ.એસ.માં કોઈપણ અંગ પ્રત્યારોપણ માટે જરૂરી વેક્સિનેશમાંની એક છે. આમાં ફલૂ અને હેપેટાઇટિસ બીની રસીઓનો પણ સમાવેશ થાય છે. આનાથી દર્દીની બચવાની શક્યતા વધી જાય છે.
First published:

Tags: Corona Vaccination, Coronavirus, Covid-19 Vaccination, Heart transplant, US

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો