સરપંચ પતિએ અપમાનનો બદલો લેવા બે સંબંધિઓના હાથ કાપી નાખ્યા, જુઓ દર્દનાક કહાનીનું સત્ય

પ્રતિકાત્મક તસવીર

પરિવારના સભ્યો કપાયેલા હાથ સાથે તડપતા વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાને બદલે પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસ પણ હાલત જોઈ ચોંકી ગઈ

 • Share this:
  હોશંગાબાદ : મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પરસ્પર દુશ્મનાવટમાં સરપંચ પતિએ પોતાના હાથે પોતાના જ દૂરના સબંધીના કાંડાથી હાથ કાપી નાખ્યા હતા. આરોપીએ તેની સાથે થયેલા અપમાનનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપ્યું હતું. પીડિતાની હાલત જોઇને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

  આ ઘટના હોશંગાબાદના ચૌરાહેટ ગામની છે. આરોપી સરપંચ પતિ ભગવાનસિંહ અને પીડિત સોમેશ ગુર્જર દૂરના સંબંધીઓ જ છે. બંને શુક્રવારે મગ વેચવા ઇટારસી ગયા હતા. ત્યાં તે બંને વચ્ચે ખબર નહીં શું વાત તઈ અને ખરીદી કેન્દ્ર પર જ બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે સોમેશે ભગવાનનો કોલર પકડી લીધો હતો. આ મામલો એટલો વધી ગયો કે, ગામના લોકોને બચાવવા માટે વચમાં આવવું પડ્યું.

  આ પણ વાંચો - છોટે મુરારી બાપુ સામે ગંભીર આક્ષેપો, પત્નીએ ખોલી કથાકારની પોલ? લગાવ્યા ગંભીર આરોપો

  આરોપી હાથ કાપી વેદનાથી પીડાતા લોકોને મુકી ભાગી છૂટયો હતો

  આ ઘટના પછી ભગવાન સિંહને અપમાન થયું તેવું લાગ્યું અને તે ઘરે આવી ગયો. ઘરે આવતાની સાથે જ તેણે તેના પિતા અને ભાઈઓને આ વાતની જાણ કરી. એવું કહેવામાં આવે છે કે જ્યારે સોમેશ સાંજે સાડા સાત વાગ્યે ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે જ ભગવાન સિંહ, તેના પિતા વેંકટ ચૌધરી, ભાઈ કેશવ, પિતરાઇ મકરન અને અન્ય લોકોએ ઘેરથી એક કિમી દૂર તેને ઘેરી લીધો હતો. તમામ આરોપીઓ સોમેશ ઉપર તૂટી પડ્યા હતા. તેને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કર્યું.

  સંબંધીઓ પોલીસની સામે નિવેદન અપાવવા મક્કમ

  આ દરમિયાન ભગવાન સિંહ અને તેના પિતાએ એક તીક્ષ્ણ હથિયાર કાઢ્યું હતું અને સોમશના બંને હાથ કાંડાથી કાપી નાખ્યા હતા. તે લોકો તેને ત્યાં જતડપતો મુકી ભાગી ગયા હતા. અહીં સોમેશની ચીસો સાંભળીને આસપાસ ઉભેલા લોકોએ આવીને પરિવારના સભ્યોને જાણ કરી હતી. સંબંધીઓ તેને તડપતી સ્થિતિમાં હોસ્પિટલમાં લઈ જવાને બદલે પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ પણ હાલત જોઇને ચોંકી ગઈ હતી. પરિવારના સભ્યો હોસ્પિટલ લઈ જવા તૈયાર થતા ન હતા, પહેલા તેનું નિવેદન લેવા માટે મક્કમ હતા, આખરે પોલીસે ખુબ સમજાવ્યા બાદ રાત્રે 11 વાગ્યે નર્મદા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો - BIG લૂંટ: મણપ્પુરમ ગોલ્ડ લોનની બ્રાંચમાં 18 કિલો Gold સહિત 9 કરોડની લૂંટ, પોલીસ વિભાગમાં ખળભળાટ

  વિવાદ થતો રહેતો હતો

  પોલીસના જણાવ્યા મુજબ, પીડિત સોમેશ ગામની સમસ્યાઓ સામે અવાજ ઉઠાવતો રહેતો હતો. આ મામલે તે પહેલાથી જ સરપંચ પતિ ભગવાનના નિશાના પર હતો. આ મામલે બંને વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. એવું કહેવામાં આવે છે કે, ત્રણ દિવસ પહેલા પણ ભગવાને તેનો કોલર પકડ્યો હતો. ત્યારે પણ ગ્રામજનો દ્વારા મામલો થાળે પાડ્યો હતો.
  Published by:kiran mehta
  First published: