Home /News /national-international /પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના પૈતૃક ગામમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર, પુત્ર-પુત્રીએ આપ્યો અગ્નિદાહ
પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના પૈતૃક ગામમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર, પુત્ર-પુત્રીએ આપ્યો અગ્નિદાહ
પુત્ર-પુત્રીએ આપ્યો અગ્નિદાહ
Sharad Yadav Death: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સમાજવાદી નેતા શરદ યાદવનું ગુરુવારે રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવાર લગભગ સાડા ત્રણ વાગ્યે શરદ યાદવના મૃતદેહને લઈને ગામ આંખમૌ પહોંચ્યો હતો.
હોશંગાબાદ: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સમાજવાદી નેતા શરદ યાદવને તેમના વતન આંખ મૌમાં શનિવારે રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમ સંસ્કાર દરમિયાન દીકરી સુભાષિની અને પુત્ર શાંતનુંએ સ્વર્ગસ્થ શરદ યાદવની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા
શરદ યાદવના મૃતદેહને લઈને પરિવારના સભ્યો બપોરે 3.30 વાગે આંખમૌ ગામ પહોંચ્યા હતા. તેમના આગેવાનને જોતા જ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ધાર્મિક રિવાજો મુજબ સાંજે 5:00 વાગ્યે ઘરની નજીકના કોઠારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શરદ યાદવ જેમને પોતાના ગામ અને ગામના લોકો માટે ખૂબ જ પ્રેમ હતો. તેઓ ઘણીવાર તેમના પરિવારના સભ્યોને કહેતા હતા કે, ‘દુનિયાને અલવિદા કર્યા પછી અંતિમ સંસ્કાર ગામમાં જ કરવામાં આવે’. શરદ યાદવનું બાળપણ ગામ આંખમૌમાં વીત્યું હતું અને તેમનો પ્રારંભિક અભ્યાસ પણ તેમના ગામમાં રહીને જ થયો હતો.
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, તે ગામની મુલાકાત વખતે ઘણીવાર કોઠારમાં સમય પસાર કરતા હતા, તેની ઇચ્છા હતી કે તેને કોઠારમાં જ વિદાય આપવામાં આવે અને તેની ઇચ્છા મુજબ, કોઠારમાં જ તેને અંતિમ વિદાય આપવામાં આવી. રાજ્ય સન્માન સાથે સશસ્ત્ર સલામી આપતા વહીવટીતંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સ્વજનો અને ગ્રામજનોએ તેમના પ્રિય નેતાને ભીની આંખે વિદાય આપી હતી. આ દરમિયાન વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર