Home /News /national-international /Karni Sena Nagar Mantri Murder: મધ્ય પ્રદેશના ઇટારસીમાં કરણી સેનાના નગરમંત્રીની જાહેરમાં હત્યા, 3ની ધરપકડ; વીડિયો વાઇરલ

Karni Sena Nagar Mantri Murder: મધ્ય પ્રદેશના ઇટારસીમાં કરણી સેનાના નગરમંત્રીની જાહેરમાં હત્યા, 3ની ધરપકડ; વીડિયો વાઇરલ

પોલીસે આરોપીઓનું જુલૂસ કાઢ્યું હતું

Karni Sena Nagar Mantri Murder: નર્મદાપુરમના ઇટારસીમાં શુક્રવારે રાતે કેટલાક શખસોએ કરણી સેનાના નગરમંત્રી રોહિતસિંહ રાજપૂતની હત્યા કરી નાંખી છે. 3 જણાંએ સૂરજકુંડ રોડ પર રોહિત અને તેના મિત્રો પર ચાકુથી હુમલો કર્યો હતો. જાહેરમાં જ હત્યા થતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. લોકોએ તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રોહિતનું મોત નીપજ્યું છે, જ્યારે તેના મિત્રોની હાલત ગંભીર છે. પોલીસે આ હત્યાકાંડ મામલે આરોપીઓને ઝડપી લઈ જુલૂસ કાઢ્યું હતું. આ હત્યાકાંડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
  નર્મદાપુરમઃ નર્મદાપુરમમાં ઇટારસીમાં શુક્રવારે રાતે કેટલાક શખસોએ કરણી સેનાના નગરમંત્રીની હત્યા કરી નાંખી છે. 3 આરોપીએ મળીને સૂરજગંજ રોડ પર રોહિતસિંહ રાજપૂત અને તેના દોસ્ત સચિન પટેલ પર ચાકુથી હુમલો કર્યો હતો. હેરાનીની વાત તો એ છે કે, જે વખતે આ હત્યા થઈ રહી હતી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તેમાંથી એકપણ વ્યક્તિ બચાવવા માટે ગયો નહોતો. એક શખસે આ હત્યાકાંડનો વીડિયો બનાવીને વાઇરલ કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ ઉપરાંત આરોપીઓની ધરપકડ કરી જુલૂસ પણ કાઢ્યું હતું.

  ઉપરાછાપરી ચાકુના ઘા માર્યા


  મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે રાતે સવા આઠ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રોહિત મુખ્ય બજારમાં દોસ્ત સાથે વાચતીત કરતો હતો. ત્યારે અચાનક ત્યાં ત્રણ શખસો આવ્યા અને તેની સાથે માથાકૂટ કરવા લાગ્યાં. તેમની વચ્ચે વિવાદ વધતા એકે ચાકુ કાઢી રોહિતના પેટમાં નાંખી દીધું. આરોપીએ રોહિતને ઉપરાછાપરી ચાકુના ઘા માર્યા. આ જોઈને તેના મિત્રો તેને બચાવવા પહોંચ્યા હતા. ત્યારે આરોપીઓએ તેના પર પણ હુમલો કર્યો હતો. ત્યાં ઊભેલા લોકોએ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યારે રોહિતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તો બીજી તરફ તેના મિત્રોની હાલત ગંભીર છે.

  આ પણ વાંચોઃ ‘લવજેહાદ’ની આગમાં હોમાઈ અંકિતા; પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન

  જૂની અદાવતને કારણે હત્યા


  ઇટારસી પોલીસ સ્ટેશનના આર.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, કરણી સેનાના નગર મંત્રી રોહિત સિંહ રાજપૂતની હત્યા જૂની અદાવતને કારણે થઈ છે. હત્યાનો મુખ્ય આરોપી 27 વર્ષીય રાનૂ ઉર્ફે રાહુલ ફૂલસિંહ ઠાકોર ઉત્તરી બંગલિયા ઇટારસીનો રહેવાસી છે. તેની અને રોહિત વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલતો હતો. વિવાદને પગલે રાનૂ મિત્રો સાથે રોહિતને મારવા માટે પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓને હત્યા કરી હતી તે દિવસે જ ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, ઝઘડો અચાનક શરૂ થયો અને તેમણે રોહિત સહિત તેના મિત્રો પર ચાકુથી હુમલો કર્યો હતો. તેમાં જ રોહિતની મોત થઈ ગઈ હતી.

  આ પણ વાંચોઃ ફેવિક્વિકથી મો ચોંટાડી 6 વર્ષનાં બાળકની કરી હત્યા

  જુલૂસ કાઢી એકના ઘરે બુલડોઝર ચલાવ્યું


  ઉલ્લેખનીય છે કે, પોલીસે શનિવારે બપોરે રોહિતની હત્યાના આરોપીઓનું જુલૂસ કાઢ્યું હતું. ટીઆઈ રામસ્નેહી ચૌહાણે આ જુલૂસનું નેતૃત્વ કર્યું હતું. મુખ્ય આરોપી રાનૂ ઉર્ફે રાહુલ રાજપૂત, અંકિત ભાટ અને અમન ઉર્ફે ઇશુ માલવીયને પહેલાં તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ રેસ્ટ હાઉસથી હોસ્પિટલ સુધી તેમનું જુલૂસ કાઢવામાં આવ્યું હતું. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા અને એક આરોપીના ઘર પર બુલડોઝર ચલાવી દબાણની જગ્યાને ખાલી કરી દીધી હતી.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Live murder, Madhya pradesh news, Video viral

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन