રિક્ષાએ યુવતીને મારી ટક્કર, અડધો કિલોમીટર સુધી ઢસળાઇ, જુઓ રુંવાટા ઉભો કરે તેવા અકસ્માતનો video

વીડિયો (video)જોઈને ભલભલાનાં રુંવાંટા ઉભા થઇ જશે

accident news- એક રસ્તા પર ભારે ભીડ દરમિયાન રિક્ષાએ એક યુવતીને ટક્કર મારી હતી

 • Share this:
  જબલપુર : જબલપુરમાં (Jabalpur)એક કાળજું કંપાવે તેની ઘટના સામે આવી છે. ઘટના 5 દિવસ જૂની છે જેનો cctv વીડિયો હવે વાયરલ થઇ રહ્યો છે. એક રસ્તા પર ભારે ભીડ દરમિયાન રિક્ષાએ એક યુવતીને ટક્કર (Accident)મારી હતી અને પોતાની સાથે ઢસડીને લઇ ગઈ હતી. યુવતીનો જીવ તો બચી ગયો પણ સ્થિતિ ઘણી ગંભીર છે. વીડિયો (video)જોઈને ભલભલાનાં રુંવાંટા ઉભા થઇ જશે.

  એક રિક્ષાની ઝપટમાં રસ્તા પર જઈ રહેલી યુવતી આવી ગઈ હતી. જોકે ડ્રાઇવરે રિક્ષા રોકવાના બદલે ભગાવવાની શરૂ કરી હતી. જેથી યુવતી તેમાં ફસાઇને અડધો કિલોમીટર સુધી ઢસળાઇ હતી.

  આ પણ વાંચો - એક તરફી પ્રેમમાં યુવકે મહિલાનું કુહાડીના ઘા મારી ગળું કાપ્યું, પછી કલાકો લાશને વળગી પડ્યો સનકી આશિક

  રિક્ષામાં ફસાઇની ઢસળાતી ગઈ યુવતી

  આ ઘટના 20 ઓક્ટોબરની છે. ચંદન કોલોનીમાં રહેતી યુવતી પોતાના પરિવાર સાથે શહેરમાં ફરવા નીકળી હતી. તે સંજીવની નગરમાં હતી તે દરમિયાન પાછળથી તેજ રફ્તારથી રિક્ષા આવી હતી અને યુવતીને ટક્કર મારી હતી. ટક્કર લાગતા જ યુવતી રિક્ષામાં ફસાઇ ગઈ હતી. આમ છતા રિક્ષા ચાલકે બ્રેક મારી ન હતી અને તેને ઢસળીને અડધો કિલોમીટર સુધી લઇ ગયો હતો. આથી યુવતીની હાલત ઘણી ગંભીર છે.


  આ પણ વાંચો - રાજકોટ : ત્રણ વર્ષના બાળકના નાકમાં સ્ક્રુ ફસાયો, ડોકટરે બચાવ્યો બાળકનો જીવ, ઓપરેશનનો Live video

  રોડ પર ઉભેલી કારને ટ્રકે મારી ભીષણ ટક્કર, એક જ પરિવારના 8 લોકોના મોત

  થોડા દિવસો પહેલા હરિયાણાના (Haryana)ઝઝ્ઝરમાં બહાદુરગઢમાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી હતી. આ ભયંકર અકસ્માતમાં (Road Accident)આઠ લોકોના મોત થયા હતા. જ્યારે એક બાળક ઇજાગ્રસ્ત થયો હતો. મૃતકમાં એક બાળક અને ત્રણ મહિલાઓ સામેલ હતી. જાણકારી પ્રમાણે બહાદુરગઢના બાદલી અને ફરુખનગર વચ્ચે કેએમપી એક્સપ્રેસ હાઇવે પર (KMP Expressway Highway)આ દુર્ઘટના બની હતી. અર્ટિંગા કારમાં સવાર લોકો ગુરુગ્રામ તરફ જઈ રહ્યા હતા. તે સમયે તેજ રફ્તારથી આવેલા ટ્ર્કે ગાડીને પાછળથી ટક્કર મારી દીધી હતી. જેના કારણે આઠ લોકોના મોત થયા હતા.
  Published by:Ashish Goyal
  First published: