આઇસ્ક્રીમ ખાવા ઈન્ડિયા ગેટ આવ્યો હતો પરિવાર, ડમ્પરે કચડતાં બાપ-દીકરીનાં મોત

News18 Gujarati
Updated: September 3, 2019, 9:06 AM IST
આઇસ્ક્રીમ ખાવા ઈન્ડિયા ગેટ આવ્યો હતો પરિવાર, ડમ્પરે કચડતાં બાપ-દીકરીનાં મોત
ઈન્ડયા ગેટ પાસે માન સિંહ રોડ પર કરૂણ અકસ્માત સર્જાયો.

બેકાબૂ ડમ્પર ફરી વળતાં એક પરિવારનો માળો વિખેરાઈ ગયો, પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી

  • Share this:
દેશની રાજધાની નવી દિલ્હી (New Delhi)માં એક મોટી કરૂણ ઘટના બની છે. મળતા અહેવાલ મુજબ, સોમવાર રાત્રે ઈન્ડિયા ગેટની પાસે એક અનિયંત્રિત ડમ્પરે ઑટોરિક્ષા અને ત્યાં ફરી રહેલા લોકોને ટક્કર મારી દીધી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. બીજી તરફ, દુર્ઘટનામાં ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનામાં માર્યો ગયેલા લોકોની ઓળખ પિતા-પુત્રી તરીકે કરવામાં આવી છે.

માન સિંહ રોડ પર કરૂણ અકસ્માત

આ કરૂણ અકસ્માત ઈન્ડિયા ગેટની પાસે માન સિંહ રોડ પર થયો છે. સૂચના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બંને શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સાથોસાથ ત્રણ ઘાયલોની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બીજી તરફ, પોલીસે ડમ્પરના ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો, દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીનો આરોપ : પોલીસે નિર્વસ્ત્ર કરી પ્રાઇવેટ પાર્ટમાં પાઈપ નાખી

રાત્રે લગભગ 12.30 વાગ્યે થયો કરૂણ અકસ્માત

પોલીસનું માનીએ તો દિલ્હીના ઈન્ડિયા ગેટ પર રાત્રે લગભગ 12.30 વાગ્યે દુર્ઘટના બની છે. ખૂબ જ ઝડપથી આવી રહેલા ડમ્પરે ફુટપાથ પર આઇસ્ક્રીમ ખાઈ રહેલા લોકોને કચડી દીધા. આ દુર્ઘટનામાં એક 8 વર્ષની બાળકી અને તેના પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું. આ દુર્ઘટનામાં ત્રણ અન્ય લોકો ઘાયલ થયા. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, બાળકી પોતાના માતા-પિતાની સાથે ઈન્ડિયા ગેટની નજીક માનસિંહ રોડ પર સ્કૂટી ઉપર આવ્યા હતા. બેકાબૂ ડમ્પરે રસ્તાના કિનારે ઊભેલી ઑટોરિક્ષાને પણ ટક્કર મારી. તેના કારણે ઓટો ચાલક ગંભીર રીતે ઘાયલ ગઈ ગયો.

આ પણ વાંચો, પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણ, બળજબરીથી ઇસ્લામ ધર્મ કબૂલ કરાવાયો
First published: September 3, 2019, 8:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading