કલેક્ટર અને એસપી ઘાયલોની હાલત જાણવા સરકારી હોસ્પિટલ પહોંચ્યા.
આ ઘટના રતલામથી 27 કિલોમીટર દૂર ફોરલેન પર સત્રુંડા Ratlam road accident: ઈન્ટરસેક્શનની છે. રતલામથી ધાર તરફ એક ટ્રક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. આ ટ્રકનું પાછળનું વ્હીલ ફાટ્યું હતું ત્યાર બાદ આ ટ્રક ડિવાઈડરને ઓળંગીને ચારરસ્તા પર બસની રાહ જોઈ રહેલા 15થી વધુ મુસાફરો પર ચઢી ગયો હતો.
રતલામ: મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે અને 11 લોકો ઘાયલ થયા છે. રતલામ જિલ્લાના સત્રુંડા માતાના મંદિર પાસે ટાયર ફાટ્યા પછી ટ્રક કાબૂ બહાર થઇ ગયો હતો અને રસ્તા પર રાહદારીઓ અને બાઇક સવારોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણકારી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ ઘટના રતલામથી 27 કિલોમીટર દૂર ફોરલેન પર સત્રુંડા ઈન્ટરસેક્શનની છે. રતલામથી ધાર તરફ એક ટ્રક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. આ ટ્રકનું પાછળનું વ્હીલ ફાટ્યું હતું ત્યાર બાદ આ ટ્રક ડિવાઈડરને ઓળંગીને ચારરસ્તા પર બસની રાહ જોઈ રહેલા 15થી વધુ મુસાફરો પર ચઢી ગયો હતો.
દુર્ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના લોકો શુભ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ બદનાવરમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા અને બસની રાહ જોઈને ચોક પર ઉભા હતા. આ દરમિયાન તેમની બસ આવી ન હતી પરંતુ બસ પહેલા મોત આવી ગયું હતું. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
ઇજાગ્રસ્તોના જણાવ્યા મુજબ ટ્રકની સ્પીડ ઘણી વધુ હતી અને એક ટ્રક પશુઓથી ભરેલી હતી. સાથે જ પોલીસે આરોપી ટ્રક ચાલકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.
ઘાયલોની સારવાર રતલામની સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે જેમાં ત્રણની હાલત નાજુક છે. ઘટનાની માહિતી મળતાં જ રતલામ કલેક્ટર નરેન્દ્ર સૂર્યવંશી અને એસપી અભિષેક તિવારી પણ ઘટનાસ્થળે સત્રુંડા પહોંચ્યા હતા અને આસપાસના લોકો પાસેથી ઘટનાની માહિતી મેળવી હતી.
કલેક્ટર અને એસપી ઘાયલોની હાલત જાણવા સરકારી હોસ્પિટલ પહોંચ્યા અને તેમની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. કલેક્ટરના જણાવ્યા મુજબ સરકારની સૂચના મુજબ મૃતકો અને ઘાયલોને આર્થિક સહાય આપવામાં આવશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર