Home /News /national-international /કોરોના સ્ટ્રેનનું ભયાનક રૂપઃ 24 કલાકમાં જ મહિલાના 80% ફેફસાં કરી નાંખ્યા ખરાબ, એક્સ-રે જોઈ ડોક્ટરો ચોંકી ગયા

કોરોના સ્ટ્રેનનું ભયાનક રૂપઃ 24 કલાકમાં જ મહિલાના 80% ફેફસાં કરી નાંખ્યા ખરાબ, એક્સ-રે જોઈ ડોક્ટરો ચોંકી ગયા

મહિલાના ફેફસાંની તસવીર

મહિલા 13 તારીખે ઊભી પણ ન થઈ શકી. તેને શ્વાંસ લેવામાં તકલીફ પડી રહી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે ઓક્સિજન લેવલ 94 હતું. 13 તારીખે સિટી સ્કેન કરાવ્યું ત્યારે બંને ફેફસામાં 80 ટકા સુધી ઇન્ફેક્શન ફેલાઈ ચૂક્યું હતું.

કોટાઃ કોરોના વાયરસની બીજી લહેરે (second wave of coronavirus) ખૂબ જ હાહાકાર મચાવ્યો છે. આ વચ્ચે રાજસ્થાનના (rajasthan) કોટા શહેરમાં એક ભયાનક કેસ સામે આવ્યો છે. અહીં 24 કલાકમાં જ 32 વર્ષની એક મહિલાના ફેફસાં ખરાબ થી ગયા હતા. જેની તસવીરો પણ સામે આવી છે.

આ મામલો રાજસ્થાનના કોટાનો છે. અહીં 32 વર્ષીય મહિલાને 9 તારીખે એક્સ-રે કરાવ્યો તો તે સારી હતી. 12 તાખીક સુધી તે મહિલા સાજી હતી. બીપી, ઓક્સીજન લેવલ, એક્સ રે બધુ સારું હતું. પરંતુ 12 તાખીકે રાત્રે ગભરામણ શરુ થવા લાગી હતી.

મહિલા 13 તારીખે ઊભી પણ ન થઈ શકી. તેને શ્વાંસ લેવામાં તકલીફ પડી રહી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે ઓક્સિજન લેવલ 94 હતું. 13 તારીખે સિટી સ્કેન કરાવ્યું ત્યારે બંને ફેફસામાં 80 ટકા સુધી ઇન્ફેક્શન ફેલાઈ ચૂક્યું હતું.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કુંવારી યુવતીએ પુત્રને આપ્યો જન્મ, યુવતીની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

આ પણ વાંચોઃ-પુણેઃ માદા શ્વાન સાથે મહિનાઓ સુધી બળાત્કાર ગુજારનાર 65 વર્ષીય વૃદ્ધ ઝડપાયો, સીસીટીવી ગોઠવી પકડ્યો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

આ પણ વાંચોઃ-યુવકે માસી સાથે ભાગીને કર્યા પ્રેમલગ્ન, સંબંધોમાં ઊભો થયો ગુંચવાડો, પિતા હવે સાઢું અને બહેન હવે સાસું બની

આ જોઈને કોટાના શ્વાસ રોગ વિશેષજ્ઞ ડોક્ટર કે કે ડાંગ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. 24 કલાકમાં ફેફાસાં આટલા ખરાબ કેવી રીતે થઈ શકે છે. તેમણે ઇન્દોરના નિષ્ણાંત સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ નવા સ્ટ્રેનના કારણે આવું થયું હશે.



ડોક્ટરનું કહેવું ચે કે નવા સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યું હતું. આપણે આ કેસમાંથી સબક લેવો જોઈએ કે લક્ષણ દેખાય તો તરત તપાસ કરાવી લેવી જોઈએ. કારણ કે કોરોના હવે સમય આપતો નથી. બીપી ઓક્સજીન લેવન એક્સ રે બધુ સારું હોવા છતાં એકદમ ફેફસાંમાં ઈન્ફેક્શન થઈ શકે છે. (તસવીર આજતક પરથી)
First published:

Tags: Coronavirus, COVID-19, New strain, રાજસ્થાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો