ઈમરાન સરકારથી ભારતને આશા - આતંક મુક્ત દક્ષિણ એશિયા બનાવવામાં મળશે મદદ

News18 Gujarati
Updated: July 29, 2018, 8:06 AM IST
ઈમરાન સરકારથી ભારતને આશા - આતંક મુક્ત દક્ષિણ એશિયા બનાવવામાં મળશે મદદ
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ફાઇલ તસવીર

  • Share this:
પાકિસ્તાન ચૂંટણીના પરિણામ પર પહેલી અધિકારીક પ્રતિક્રિયા આપતા ભારતે આશા વ્યક્ત કરી છે કે, પાડોશી દેશની નવી સરકાર દક્ષિણ એશિયાને આતંક અને હિંસા મુક્ત બનાવવા કામ કરશે. વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે આશા કરીએ છીએ કે, નવી પાકિસ્તાન સરકાર આતંકવાદ અને હિંસા મુક્ત સુરક્ષિત અને સ્થિર દક્ષિણ એશિયાના નિર્માણ માટે રચનાત્મક રીતે કામ કરશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ભારતે તે વાતનું સ્વાગત કર્યું છે કે, પાકિસ્તાનના લોકોએ સામાન્ય ચૂંટણીના માધ્યમથી લોકતંત્રમાં વિશ્વાસ રાખ્યો.

તેમણે કહ્યું કે, ભારત સમૃદ્ધ અને પ્રગતિશીલ પાકિસ્તાન ઈચ્છે છે, જે પાડોશીઓ સાથે સૌહાર્દપૂર્ણ રીતે રહે. અમને આશા છે કે, પાકિસ્તાનની નવી સરકાર સુરક્ષિત, સ્થિર અને વિકસિત દક્ષિણ એશિયાના નિર્માણની દિશામાં કામ કરશે, જે આતંકવાદ અને હિંસા મુક્ત હશે.

ક્રિકેટરથી નેતા બનેલા ઈમરાન ખાનની પાકિસ્તાન તહરિક એ ઈંસાફ 25 જુલાઈના રોજ થયેલી ચૂંટણીમાં 270માંથી 116 બેઠક જીતીને સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં બહુમત મેળવ્યા બાદ ઈમરાન ખાને કહ્યું હતું કે, તે ભારત સાથે સંબંધોમાં સુધાર કરવા તે ઈચ્છુક છે અને કાશ્મીરના મુખ્ય મુદ્દા સહિત તમામ વિવાદો માટે વાર્તાના માધ્યમથી સમાધાન લાવવા ઈચ્છે છે.
First published: July 29, 2018, 8:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading